પીળી સારી વાળી આ અધિકારીએ બીગ બોસમાં જવાથી લઇને કહી આ વાતો, ફિલ્મોમાં પણ મળી ચુકી છે ઓફર

લોકસભા ચૂંટણી ૨૦૧૯ ના છેલ્લા તબક્કામાં પહોચતા પહોચતા એક સ્ત્રી અધિકારી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ છે. આ સ્ત્રી અધિકારીને સોશિયલ મીડિયા ઉપર ‘પીળી સાડી વાળી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્ત્રી અધિકારીનું નામ રીના ત્રિવેદી છે. રીના અચાનક લાઈમલાઈટમાં આવવાથી પોતે પણ નવાઈ પામ્યા છે.

પોલીંગ અધિકારી રીના ત્રિવેદી પીડબ્લ્યુડી વિભાગમાં ફરજ બજાવે છે. રીના મોહનલાલ ગંજના નગરામમાં મતદાન કરાવવા પહોચી હતી. ત્યારે તેમના આ ફોટા વાયરલ થઇ ગયા. હવે રીના એટલી પ્રસિદ્ધ થઇ ચુકી છે કે લોકો તેની સાથે સેલ્ફી લેવા માંગે છે. ઘણા મીડિયા હાઉસે તેમના ઈન્ટરવ્યું પણ લીધા છે.

હાલમાં જ રીના ત્રિવેદીએ બીગ બોસમાં જવાને લઈને વાત પણ કરી. અમર ઉજાલા સાથે વાત કરતા રીનાએ જણાવ્યું, લોકો મને આવીને કહી રહ્યા છે કે તમે આવતી બીગ બોસ કંટેસ્ટેટ છો. મને થયું કે તે લોકો મજાક કરી રહ્યા છે. હજુ સુધી મારી પાસે એવી કોઈ ઓફર આવી નથી. જો આવે તો જરૂર વિચારીશ.

રીનાના ફોટા વાયરલ થયા તો તેમણે કહ્યું, કુટુંબમાં બધા ઘણા ખુશ છે. હવે ઘણી વ્યસ્ત થઇ ગઈ છું. મીડિયા વાળા બધા આવીને ઈન્ટરવ્યું લઇ રહ્યા છે. હવે એ બધું સારું લાગી રહ્યું છે. હું એન્જોય કરી રહી છું. રીનાને ફિલ્મોની પણ ઓફર મળી ચુકી છે, પરંતુ તેમણે દીકરા માટે ઓફરનો અસ્વીકાર કર્યો છે.

રીનાએ જણાવ્યું હતું કે તેને ભોજપુરી ફિલ્મોની ઓફર મળી ચુકી છે, પરંતુ દીકરાને કારણે તેમણે ના કહી દીધી. હવે એવી ઓફર મળશે તો વિચારશે. રીનાના પતિનું વર્ષ ૨૦૧૩ માં અવસાન થઇ ગયું હતું. વર્ષ ૨૦૦૪ માં તેમના લગ્ન પીડબલ્યુડી વિભાગમાં કામ કરી રહેલા સીનીયર સહાયક સંજય ત્રિવેદી સાથે થયા હતા.

વર્ષ ૨૦૧૩ માં પતિ સંજયનું અવસાન થઇ ગયું. રીનાને પતિની જ્ગ્યાએ નોકરી મળી ગઈ. તેને ૧૩ વર્ષનો દીકરો પણ છે. રીનાએ જણાવ્યું કે નાનપણથી જ તેને ફીટ રહેવાનો શોખ છે. ત્યાં સુધી કે ડ્રેસની પસંદગી પણ તે વિચારીને કરે છે. જેથી સુંદર દેખાય.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.