ભારતીય પીપર થી થશે કેન્સરનો ઈલાજ, ત્રણ હજાર વર્ષ પહેલાનો છે આ મસાલો ક્લિક કરી જાણો

મુખ્ય ભારતીય મસાલામાં આવતા ગુજરાતી માં જેને લીંડી પીપર,પીપરી, પીપર કેહે છે તે કેન્સર ના ઈલાજ કરવા માં સહાયક થઇ શકે છે. એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે આ મસાલો ઘટક બીમારીને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તેનો ઉપયોગ કેન્સર ઉપર અસર કરતી દવા તૈયાર કરવામાં કરવામાં આવી શકે છે.

કેન્સર વિરોધી રસાયણ : અમેરિકામાં આવેલ યુતિ સાઉથ મેડીકલ સેન્ટરના સંશોધકોએ ભારતીય પીપળીના છોડમાં કેન્સર વિરોધી ગુણ મેળવ્યા. તેમણે તેમના અધ્યયનમાં પીપરીને કેન્સર વિરોધી ગુણ માટે જવાબદાર રસાયણિક પ્રક્રિયા ને જાહેર કરી. સંશોધકોએ કહ્યું, પીપરીમાં એવું એક રસાયણ મળી આવ્યું જે શરીરમાં તે એંજાઈમ ને બનતું અટકાવે છે જે સામાન્ય રીતે મોટા ભાગે ટ્યુમરમાં મળી આવે છે.

સંશોધકોએ જણાવ્યું કે આ રસાયણ ને પીપર લોન્ગુમાઇન (પીએલ) છે. ઘણા પ્રકારના કેન્સરમાં તેના ઔષધીય ગુણ ની અસર જોવા મળેલ. સ્તન, પ્રોસ્ટેટ, ફેફસા, મોટું આંતરડું, આમાશય વગેરેમાં થતા કેન્સર ને નિયંત્રિત કરવા તે ઉપયોગી માનવામાં આવ્યું. લીફોમાં અને લ્યુકેમિય જેવા લોહી સાથે જોડાયેલ કેન્સર અને મસ્તિકમાં થતી શરૂઆત ના ટ્યુમરના ઉપચારમાં પણ તે લાભદાયક રહયું.

જેની ઉપર નિશાન : પીપરી ના ઔષધીય મસાલા તરીકે સદી યો પહેલાથી ઉપયોગ થઇ રહેલ છે. પણ તેના ઔષધીય ગુણો ને લઈને પશ્ચિમી જગતમાં સંશોધન ખુબ ઓછા થયા છે. આ અધ્યયનમાં સંશોધકો એ તેની શોધ કરી કે ખાધા પછી પીએલ કેવી રીતે બદલાય છે. તે મુજબ ખાધા પછી પીએલ એચપીએલ માં બદલાઈ જાય છે, જે કોઈ સક્રિય દવા ની જેમ કામ કરે છે. એચપીએલ જીએસટીપી 1 નામનું જીન ને નિષ્ક્રિય બનાવી દે છે.

આયુર્વેદ માં પીપરી ના ફાયદા :

પીપર, પીપરમૂળ, ચિત્રક, ચવ્ય, સુંઠ ની રાબ બનાવીને પીવાથી થાઈરોઈડ ની બીમાંર્રી થોડા જ દિવસોમાં ઠીક થઇ જાય છે.

સ્ત્રીઓની માહવારી જો ઓછી હોય તો પીપરી અને પીપરી મૂળ (પીપરનું મુળ) દોઢ દોઢ ગ્રામ ભેળવીને તેની રાબ બનાવીને પીવો. તે લેવાથી દુ:ખાવામાં પણ ઘટાડો થાય છે અને માહવારી પણ નિયમિત થઇ જાય છે. તે થોડું ગરમ તાસીરનું હોવાને લીધે ગરમીમાં લેવાનું પ્રમાણ થોડું ઓછું રાખવું.

પીપરી નો પાવડર શેકીને નાસ લેવાથી માથાનો દુઃખાવો, નજલા, જુકામ માં આરામ મળે છે. કફ વાળી દરેક દવા માં પીપરી નો ઉપયોગ થાય છે. એક ગ્રામ પીપરી ના પાવડર માં દૂધ સાથે રાત્રે સુતા સમયે લેવાથી ઊંઘ સારી આવે છે અને ક્ફ્માં પણ રાહત મળે છે. અસ્થમા માં બે ગ્રામ પીપરી નો પાવડર મધ સાથે લેવાથી થોડા સમયમાં કફ બનતો બંધ થઇ જાય છે.

પીપરી ને ઝીણી વાટીને તેમાં દેશી ગાય નું શુદ્ધ ઘી ભેળવીને અગરબત્તી જેવું બનાવી લો અને તેના ધુમાડાને કોઈ મોટા વાસણ ઉપર લઈને કાજળ બનાવી લો તે કાજળને રતાંધળા ના દર્દીને લગાવવાથી થોડા જ સમયમાં રોગ દુર થઇ જાય છે અને આંખો પણ સારી રહે છે.

પીપરી ના પાવડર ને મધ સાથે ચાટવાથી સ્વરભંગથી છુટકારો મળે છે. તેમજ બાળકોના દાંત નીકળતી વખતે પીપરી ઘસીને મધ સાથે ચાટવાથી દાંત આરામ થી નીકળી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.