પીરીયડ નો દુઃખાવો દુર કરવામાં દવાઓ કરતા વધુ અસરકારક છે આ ઘરેલું ઉપચાર જાણો

માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે જેમાં કમરની નીચેના ભાગમાં દુઃખાવો થવો એક સામાન્ય બાબત છે. આ તકલીફને પહોચી વળવા માટે ઘણી મહિલાઓ દવાઓ નો ઉપયોગ કરે છે તો ઘણી ઘરગથ્થુ નુસખા અપનાવે છે. ઘરગથ્થુ નુસખા નો ઉપયોગ કરવો તો સારું છે પણ દવાઓનો ઉપયોગ કરવો સારું નથી. તેનાથી ઘણી વખત આડ અસર પણ થઇ જાય છે જેના લીધે વધુ તકલીફ ઉભી થાય છે.

દવાઓની અસર

પીરીયડ દરમિયાન દવાઓનો ઉપયોગ ખરાબ પરિણામ આપે છે. ઘણી વખત દવાઓ થી આરોગ્ય અને પ્રજનન અંગો ઉપર ખરાબ અસર કરે છે. આ તકલીફ ને પહોચી વળવા માટે કુદરતી ઉપાયોનો જેટલો વધુ ઉપયોગ કરો એટલું સારું છે. પણ આ કુદરતી ઉપચારો વિષે પણ પૂરી જાણકારી હોવી જોઈએ. તેનો સૌથી મોટો ફાયદો છે કે કુદરતી દવાઓ ઘરમાં જ બનાવી શકાય છે. જેવી રીતે આદુ નો ઉપયોગ પીરીયડ ના દુખાવામાં ઉત્તમ ઈલાજ છે.

આદુનો ઉપયોગ

આદુનો ઉપયોગ કરીને દુઃખાવો દુર કરો 29 ગ્રામ આદુને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે તો તેને ગાળી લો. આ ગાળેલા પાણીને દિવસમાં બે વખત પીવો, તમે પીરીયડ શરુ થયાના 15 દિવસ પહેલા તે શરુ કરી શકો છો. તે બે મહિના સુધી કરો, તમને ચોક્કસ આરામ મળી જશે. પીરીયડ દરમિયાન ચા માં સામાન્ય કરતા થોડું વધુ પ્રમાણમાં આદુ નો ઉપયોગ કરો અને રોગી ને આપો. તે પીરીયડ દરમિયાન થતા દુઃખાવા માં આરામ અપાવવા માં મદદ કરે છે.

આદુ-સુંઠ નું સૂપ

માસિક ધર્મ દરમિયાન દુઃખાવા ની તકલીફ દુર કરવા માટે આદુ-સુંઠ નું સૂપ ઉપયોગી છે. આદુના ટુકડા, સુંઠ અને ગોળ ને ગરમ કરીને સૂપ બનાવો. જ્યારે તે થોડું ઠંડું થઇ જાય તો પીવો. દુઃખાવો દુર થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.