પિતા બનવા જઈ રહ્યા છે હાર્દિક પાંડ્યા, મંગેતર નતાશા સાથે ફોટો શેયર કરી આપી ખુશખબર

હાર્દિક પાંડ્યાએ મંગેતર નતાશા સાથે ફોટો શેયર કરીને આપ્યા પિતા બનવાના ખુશીના સમાચાર, જુઓ ફોટા

ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડયાએ 1 જાન્યુઆરીએ તેના ચાહકોને સરપ્રાઈઝ કર્યા હતા. હાર્દિક પાંડયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેની ગર્લફ્રેન્ડ નતાશાને પ્રપોઝ કરતો નજરે પડ્યો. હાર્દિકે ઘૂંટણીએ બેસીને નતાશાને વીંટી પહેરાવી હતી. હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વીડિયો પોસ્ટ કરતી વખતે લખ્યું હતું, ‘મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન.’ આ સાથે પાંડયાએ તે પોસ્ટમાં તેની સગાઈની તારીખ 01-01-2020 લખી.

Natasa and I have had a great journey together and it is just about to get better ? Together we are excited to welcome a…

Posted by Hardik Pandya on Sunday, May 31, 2020

નતાશા ગર્ભવતી છે

આવી સ્થિતિમાં હવે હાર્દિકે તેના ચાહકો સાથે એક વધુ ખુશખબર શેર કરી છે. હાર્દિકે કહ્યું કે તેની મંગેતર નતાશા ગર્ભવતી છે. જેવી હાર્દિકે આ માહિતી શેર કરી તે સાથે જ સોશિયલ મીડિયા ઉપર ખળભળાટ મચી ગયો હતો. હાર્દિકે નતાશા સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. ફોટાઓ શેર કરતાં તેણે કેપ્શન આપ્યું, “નતાશા અને મેં એક સાથે ઘણો લાંબો સમય પસાર કર્યો. અમે અમારા જીવનમાં ખૂબ જલ્દી નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.”

Mai tera, Tu meri jaane, saara Hindustan. ?? 01.01.2020 ❤️

Posted by Hardik Pandya on Wednesday, January 1, 2020

કરી લીધા છે લગ્ન?

ફેંસ આ સમાચાર સાંભળીને એક રીતે ખુશ છે અને આશ્ચર્યચકિત પણ છે. હકીકતમાં, જાન્યુઆરી મહિનામાં જ હાર્દિકે નતાશાને વીંટી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેવામાં નતાશાની ગર્ભાવસ્થાના સમાચારથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. નોંધપાત્ર વાત એ છે કે બંને લગ્ન પહેલા જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

જો કે આ પહેલા નતાશા અને હાર્દિકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી, જેમાં બંનેના ગળામાં વરમાળા હતી. તેથી એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા છે. પરંતુ હજી સુધી નતાશા કે હાર્દિક તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

?? @hardikpandya93

Posted by Natasa Stankovic on Saturday, May 23, 2020

સોશિયલ મીડિયા ઉપર સક્રિય

તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિક લોકડાઉનમાં એક સાથે રહેતા હતા. આખો લોકડાઉનનો બંનેએ સાથે મળીને માણ્યું. આ દરમિયાન બંનેએ ઘણા રોમેન્ટિક ફોટા પણ શેર કર્યા હતા. ખાસ કરીને, નતાશા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અવાર નવાર તેની અને હાર્દિકની તસવીરો શેર કરતી હતી. ભૂતકાળમાં નતાશા દ્વારા શેર કરેલા બે ફોટા ઘણા ચર્ચામાં રહ્યા હતા. એક તસવીરમાં તે હાર્દિકને કિસ કરી રહી હતી, જ્યારે બીજી તસવીરમાં હાર્દિક નતાશાના ખભા ઉપર માથું રાખી આરામ કરી રહ્યો હતો.

‘ડીજે વાળા બાબુ’ થી થઇ પરિચિત

નતાશાની વાત કરીએ તો તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. જોકે, તેને ફિલ્મોથી વધારે ઓળખ મળી નહિ. નતાશાએ અત્યાર સુધીમાં કુલ 13 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય નતાશા બિગ બોસ સીઝન 8 માં પણ એક સ્પર્ધક તરીકે જોવા મળી ચુકી છે. તમને જણાવી દઇએ કે નતાશાને આ ઉદ્યોગમાં ઓળખ મળી હતી બોલિવૂડ સિંગર બાદશાહના ‘સાંગ ડીજે વાલા બાબુ મેરા ગાના બજા દે’ ગીત થી. આ ગીત પછી જ નતાશાને લોકો ઓળખવા લાગ્યા હતા.

અગાઉ તેની સાથે સંબંધ હતો

હાર્દિક પાંડયા પહેલા નતાશા ટીવી એક્ટર અલી ગોનીને પણ ડેટ કરી ચુકી છે. અલીએ પ્રખ્યાત ટીવી સીરિયલ છે ‘યે હૈ મોહબ્બતે’ માં રમન ભલ્લાના ભાઈની ભૂમિકા નિભાવી છે. અલી અને નતાશા ઘણા સમય સુધી સાથે હતા, પરંતુ વર્ષ 2015 માં બંને એક બીજાથી અલગ થઈ ગયા. ત્યાર પછી બંને નચ બલિયે સીઝન 9 માં સાથે જોવા મળ્યાં હતાં. ખરેખર, નચ બલિયે સીઝન 9 ની થીમ એક્સ કપલ અને કપલ, જેમાં નતાશા અને અલીએ એક્સ કપલ તરીકે ભાગ લીધો હતો. નચ બલિયેના થોડા દિવસ પછી જ નતાશાએ હાર્દિક સાથે તેના સંબંધને સત્તાવાર જાહેર કર્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.