પીઠનો દુ:ખાવો અને સાંધાના દુ:ખાવાને દુર કરો આ ચમત્કારી રશિયન નુસખાથી જાણીને અજમાવો

જુના અને ઘરેલું નુસ્ખાઓથી દરેક બીમારીનો ઈલાજ શક્ય છે. પીઠ અને સાંધાના દુ:ખાવાનો પણ. સાંધાના દુ:ખાવાના રોગીનું વજન હમેશા વધુ હોય છે, અને તે દેખાય પણ છે સ્વસ્થ અને સામાન્ય અને હમેશા માંસાહારી અને ખાવા પીવાના શોખીન હોય છે.

ભારે અને તેલવાળા ભોજન, માંસ, ઘી અને તીખા મસાલા, શારીરીક અને માનસિક કાર્ય ન કરવા, ગુસ્સો, ચિંતા, દારૂનું સેવન, જૂની કબજીયાત વગેરે કારણોથી સાંધામાં મોનો (mono) સોડીયમ બાયયુંરેટ જમા થવાથી અસહ્ય પીડા થાય છે, જેથી ગઠીયા રોગ અને પીઠનો દુ:ખાવો જેવી સમસ્યા ઉત્પન થાય છે.

દર્દનાશક દવા ખાવા પહેલા આ કુદરતી નુસખો જરૂર અજમાવો. આ સાંધાના દુ:ખાવાને ઓછો કરવા અને સાંધાને મજબુત બનાવવામાં મદદ કરશે.

તેલ તૈયાર કરવાની સામગ્રી :

૩૦૦-૪૦૦ ગ્રામ લસણ

૧ લીટર કાચું તેલ (જેતુનનું તેલ કે સુરજમુખીનું તેલ)

રીત:

લસણને ફોલીને નાના નાના ટુકડામાં કાપી લો. કાપ્યા પછી લસણને એક કાચના વાસણમાં નાખી દો અને તેમાં તેલ નાખો. વાસણ સારી રીતે બંધ કરી દો અને કોઈ અંધારા વાળી જગ્યા ઉપર રૂમના તાપમાન ઉપર ૨ અઠવાડિયા માટે મૂકી રાખો. વાસણને રોજ હલાવવું. ૨ અઠવાડિયા પછી મિશ્રણને હલાવો અને કોઈ ઝીણા જાળીવાળા કપડાથી ગાળીલો. આ મિશ્રણમાંથી વધારાના પદાર્થો કાઢીને તેલ તૈયાર કરો.

ઉપયોગ કરવાની રીત :

તેલને આપણી આંગળી ઉપર નાખો અને અસર વાળા ભાગ ઉપર માલીશ કરો. માલીશ કર્યા પછી તે જગ્યાને કોઈ પ્લાસ્ટિક કે કપડાથી ઢાંકી કો જેથી તે ગરમ રહે. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે.

લસણ સાંધામાં લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે અને સાંધાને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. આ તેલનો ઉપયોગ તમે ૨ મહિના સુધી કરો. આ તેલનો ઉપયોગ સાંજે કે રાત્રે સુતા પહેલા કરો. આમ કરવાથી આખી રાત તેલ સારી રીતે કામ કરે છે. સવારે તેલ વાળી જગ્યાને ધોઈને સાફ કરી લો.

તે બનાવવું ઘણું સરળ છે. આ એક સસ્તો અને અસરકારક ઈલાજ છે જેના પરિણામ તમને થોડા જ દિવસોમાં જોવા મળે છે. તો આ બનાવો અને ઉપયોગ કરવાનું શરુ કરો અને દુખાવાથી છુટકારો મેળવો.