આ દિવસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનું થાય છે શ્રાદ્ધ જાણી લો એ તારીખ અને બધી જ વિગત

કોઈ મૃત વ્યક્તિની મૃત્યુ તિથી ખબર ન હોય તો તેનું શ્રાદ્ધ સર્વ પિતૃમોક્ષ અમાસ ઉપર કરવું જોઈએ.

શનિવારે ૨૮ સપ્ટેમ્બરના રોજ પિતૃ પક્ષનો અંતિમ દિવસ એટલે કે સર્વ પિતૃમોક્ષ અમાસ છે. અને તે પહેલા શુક્રવારે ૨૭ સપ્ટેમ્બરે ચૌદશની તિથીનું શ્રાદ્ધ છે. આ તિથી ઉપર આકસ્મિક મૃત્યુને પ્રાપ્ત થયેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ, મહાભારતના અનુશાસન પર્વમાં દર્શાવવામાં આવ્યું છે કે, ચૌદશની તિથી ઉપર તે લોકોનું શ્રાદ્ધ કરવું જોઈએ, જેમનું મૃત્યુ અકાળે થયું છે.

જેમનું મૃત્યુ અકસ્માતમાં થયું હોય એમનું શ્રાદ્ધ :

જે લોકોનું મૃત્યુ કોઈ અકસ્માતમાં થયું હોય, કે પછી સાંપ કે કોઈ ઝેરીલા જીવના કરડવાથી થયું હોય તેનું શ્રાદ્ધ ચૌદશની તિથી ઉપર કરવામાં આવે છે. આત્મહત્યા કરવા વાળા લોકો, જેમની હત્યા થઇ હોય તે, શસ્ત્રોને કારણે મૃત વ્યક્તિનું શ્રાદ્ધ પણ ચૌદશની તિથી ઉપર કરવામાં આવે છે.

મહાભારતમાં દર્શાવવામાં આવ્યું છે આ તિથી વિષે :

અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે, જે લોકોનું મૃત્યુ અકાળે થાય છે એટલે કે જેમનું સ્વભાવિક મૃત્યુ ન થયું હોય, તેમનું શ્રાદ્ધ પિતૃ પક્ષની ચૌદશની તિથી ઉપર જ કરવું જોઈએ. આ તિથી ઉપર સ્વભાવિક રીતે જ મૃત લોકોના શ્રાદ્ધ નથી કરવામાં આવતા.

મહાભારત મુજબ જે લોકોનું મૃત્યુ સ્વભાવિક રીતે થયું હોય, તેમનું શ્રાદ્ધ ચૌદશની તિથી ઉપર કરવાથી શ્રાધ કરવા વાળા વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ કુર્મપુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે, ચૌદશ ઉપર સ્વભાવિક રીતે મૃત લોકોનું શ્રાદ્ધ કરવું સંતાન માટે શુભ નથી હોતું.

અમાસ ઉપર કરો વિશેષ શ્રાદ્ધ :

પિતૃ પક્ષની અમાસની તિથી ઉપર એ લોકોનું શ્રાદ્ધ કરો, જેમના મૃત્યુની તિથી યાદ નથી. તે દિવસે કુટુંબના તમામ યાદ હોય એવા અને યાદ ન હોય એવા પિતૃ માટે વિશેષ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ સાથે જ પિતૃના નામથી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું હોઈએ. એ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો, અને સપ્તઋષીઓના નામના જાપ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.