ફક્ત 3 હજાર રૂપિયામાં ફરી શકો છો દેશની આ સ્વર્ગ જેવી જગ્યા પર અમેરિકા-સ્વીટજરલૈંડ પણ આમની આગળ છે ફેલ

ભારતમાં ઘણા એવા પ્રવાસના સ્થળ છે જ્યાં તમે પોતાના બજેટમાં સરળતાથી પ્રવાસ કરી શકો છો. ગરમીની રજાઓમાં પરિવાર સાથે એવી જગ્યાઓનું પ્લાન બનાવી શકો છો, જ્યાં તમારો ખર્ચ પણ ઘણો વધારે ન હોય અને પ્રવાસ પણ થઈ જાય. આજે અમે એવી જ જગ્યાઓ વિષે જણાવવાના છીએ, જ્યાં તમે બે થી ત્રણ દીવસના વેકેશન પર જઈ શકો છો. 3 થી 6 હજાર રૂપિયા (પ્રતિ વ્યક્તિ) ના બજેટમાં અહીં ફરીને આવી શકાય છે.

ઋષિકેશ – હરિદ્વાર : જો તમને તીર્થ યાત્રા અને એડવેન્ચરનું કોકટેલ જોઈએ તો ઋષિકેશ – હરિદ્વાર તમારા માટે છે. અહીં તમને એડવેન્ચર પણ મળશે અને તીર્થ યાત્રાનો અનુભવ પણ થશે. આ બંને પરસ્પર જોડાયેલી જગ્યાઓ છે. તમે અહીં 2 દિવસ અને 3 રાત પસાર કરી શકો છો. રહેવાનું અને ખાવા-પીવાનું મળીને બધું 3 હજારથી ઓછામાં થઈ શકે છે. આ એવી જગ્યા છે જ્યાં બધી સુવિધા વાળા આશ્રમ અથવા ધર્મશાળા ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ જાય છે. 500 રૂપિયામાં અહીં આરામથી એક રૂમ મળી જાય છે.

અહીંનું ખાવા-પીવાનું ઘણું સસ્તું છે. 100 રૂપિયામાં તમે સવારની ચા થી લઈને રાતનું જમવાનું નક્કી કરી શકો છો. ઋષિકેશ અને હરિદ્વાર ટ્રેન અને બસથી સીધા જોડાયેલા છે. જો તમે દિલ્લીથી જઈ રહ્યા છો, તો આનંદ વિહાર બસ સ્ટેશનથી ઉત્તરાખંડ અને યુપી રોડવેઝની લક્ઝરી અને સાધારણ બસો અહીંથી દર કલાકે ઉપલબ્ધ છે.

શિમલા – કુફરી : રાજાઓ પસાર કરવા માટે શિમલા – કુફરી એક શાનદાર જગ્યા થઈ શકે છે. અહીં બે દિવસ અને બે રાતનું પેકેજ લઇ શકાય છે. આ ટુર પેજેક 5000 રૂપિયાની અંદર અંદર થઇ શકે છે. જો તમે ઘણી વધારે લક્ઝરી હોટલ નથી ઈચ્છતા તો તમને સરળતાથી 1500 થી 1800 માં એક સારી હોટલમાં રૂમ મળી શકે છે. થઇ શકે છે કે આ હોટલ શિમલાના હાર્ટ માલ રોડ પર ન હોય પણ એની આસપાસ હોય. શિમલાની નજીકની જગ્યા કુફરી છે.

અહીં જવા માટે તમારે સેલ્ફ ટેક્સી કરવાની જરૂર નથી. શેયરિંગ ગાડીથી ઘણા સસ્તા ભાવમાં તમે ત્યાં પહોંચી શકો છો. શિમલાનું ખાવા-પીવાનું પણ તમારા બજેટમાં આવે છે. જો તમે ટ્રેનથી શિમલા જવા માંગો છો, તો તમે સરળતાથી ટ્રેન માર્ગ પસંદ કરી શકો છો. ટ્રેન તમને કાલકા સુધી લઈ જશે. બસથી તમે સીધા શિમલા જઈ શકો છો. દિલ્લીના કશ્મારી ગેટ અને મંડી હાઉસથી શિમલાની બસ મળી શકે છે. હરિયાણા, પંજાબ અને હિમાચલ રોડવેઝ બસો પણ તમને આઈએસબીટીથી શિમલા માટે દર કલાકે ઉપલબ્ધ હશે.

કસોલ : તમે મિત્રો સાથે મજા કરવા ઈચ્છો છો તો હિમાચલ પ્રદેશમાં કસોલથી સારી જગ્યા કોઈ નથી. કસોલ ચંદીગઢ – મનાલીની વચ્ચે આવતું એક હિલ સ્ટેશન છે. બેચલર્સ માટે આ ફેવરેટ ડેસ્ટિનેશન છે. અહીંની હોટલ સસ્તા ભાવોમાં ઉપલબ્ધ છે. જો વધારે પીક સીઝન નથી ચાલી રહી, તો અહીં હોટલ 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધીમાં મળી શકે છે.

કસોલ ખાવા-પીવા માટે સસ્તી જગ્યા છે. 100 થી 150 રૂપિયા સુધીમાં તમે આખો દિવસ પેટ પૂજા કરી શકો છો. કસોલ જવા માટે તમે ચંદીગઢ સુધી ટ્રેનમાં જઈ ત્યારબાદ બસથી જઈ શકો છો. દિલ્લીથી મનાલી જવા વાળી બસોથી પણ કસોલ જઈ શકાય છે. બે દિવસ અને બે રાતનો ટુર પેકેજ તમે 3000 થી 3500 રૂપિયાની વચ્ચે સરળતાથી કરી શકો છો.

નૈનીતાલ : નૈનીતાલ ઉત્તરાખંડનું એક શાનદાર અને તમારા બજેટમાં આવતું પ્રવાસનું સ્થળ છે. વરસાદના અમુક મહિના છોડીને આ જગ્યામાં ક્યારેય પણ રજાનું પ્લાનિંગ કરી શકાય છે. નૈનીતાલની આસપાસ પણ ઘણા બધા નાના નાના ફરવાલાયક સ્થાન છે. નૈનીતાલ એમનું સેન્ટર છે. અહીં સરળતાથી હોટલ અને ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. એમની સંખ્યા એટલી વધારે છે, કે તમે સરળતાથી 1000 રૂપિયામાં એક સ્ટાન્ડર્ડ રૂમ મેળવી શકો છો.

નૈનીતાલ અને એની આસપાસ ફરવા માટે એટલું બધું છે કે તમે અહીં ત્રણ રાત અને ત્રણ દિવસનો પ્લાન કરી શકો છો. ખાવા પીવાની બાબતમાં નૈનીતાલ સારું ટુરિંગ પોઇન્ટ છે. ટ્રેનથી નૈનીતાલ કાઠગોદામ સુધી જોડાયેલું છે. બસ માર્ગથી નૈનીતાલ સુધી જઈ શકાય છે. કાઠગોદામથી નૈનીતાલ શેયરિંગ ટેક્સી ઉપલબ્ધ છે. જે એક કલાકના સમયમાં તમને નૈનીતાલ પહોંચાડી દે છે.

પચમઢી : મધ્યપ્રદેશનું પચમઢી ફરવા માટે સારો વિકલ્પ થઈ શકે છે. પચમઢીમાં બે દિવસ અને બે રાતનું ટુર પ્લાન કરી શકાય છે. પચમઢીમાં 1000 રૂપિયામાં સરળતાથી એક હોટલ રૂમ ઉપલબ્ધ થઈ જાય છે. પચમઢી જવા માટે તમારે ભોપાલ જબલપુર લાઈનની ટ્રેન પકડવાની હોય છે. પિપરીયા રેલવે સ્ટેશનથી પચમઢી માટે શેયરિંગ ટેક્સીઓ અને બસ ઉપલબ્ધ હોય છે. પચમઢીમાં ખાવા પીવાની દુકાનો સસ્તા ભાવે ઉપલબ્ધ છે. બે દિવસ અને બે રાતનો પચમઢીનો આ ટુર તમે 3000 રૂપિયામાં કરી શકો છો.

નોંધ :

આ ટુરિસ્ટ પ્લેસ પર ફરવાની પ્લાનિંગ અને બજેટની જાણકારી દિલ્હીમાં રહેવા વાળા અથવા દિલ્હીથી બીજી જગ્યા ફરવા માટેનો આ બજેટ અને પ્લાનિંગ છે. જણાવેલ ભાડું અને ખર્ચાઓમાં પરિવર્તન પણ થઇ શકે છે. જો તમે જવા માંગો છો તો કોઈ ટ્રાવેલ એજનટ કે કોઈ કંપનીથી પુરી જાણકારી મેળવી લો. આના સિવાય તમે દિલ્હીના બહારથી આવો તો તમને આ બજેટ લાગુ નહિ પડે, કારણ કે અમે તમને દિલ્હીથી નજીકની જગ્યાઓ વિષે જણાવ્યું છે.