ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

કુબેર જે ધનના દેવતા છે એ ઘરના આ સ્થાનમાં રહે છે, જાણો તેનાથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ.

કુબેર ધનના દેવ છે. કુબેરને ઉત્તર દિશાના સ્વામી માનવામાં આવે છે, તેથી ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા કહેવામાં આવે છે. તેથી, ઘર બનાવતી વખતે લોકો તે વાતની ખૂબ કાળજી લે છે કે ઘર ઉત્તર તરફના મોઢા વાળું હોવું જોઈએ. ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષ મુક્ત હોય, તો સંપત્તિ અને ખ્યાતિમાં વધારો થાય છે. જો કે, ઉત્તર તરફના મોઢા વાળા મકાનમાં રહેવા છતાં પણ કોઈ સમસ્યાઓ ઉભી થઇ રહી છે તો આ લેખ તમારા માટે છે. વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઉત્તર તરફના મોઢા વાળા મકાનમાં પણ લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે.

વાસ્તુ મુજબ જો ઉત્તર તરફના મોઢા વાળા મકાનનો મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં હોય તો લોકો આવા મકાનમાં વધુ સમય સુધી રહી શકતા નથી. આને કારણે ઘરના વડીલો મોટે ભાગે પૈસા કમાવા માટે ઘરની બહાર જ રહે છે. અને કેટલાક લોકો એવા પણ હોય છે જે ઉત્તર-પશ્ચિમ દિશામાં મુખ્ય દરવાજા નજીક જ ભૂગર્ભ જળની ટાંકી અને બોર બનાવતા હોય છે. આમ કરવાથી ઘરમાં ચોરી થવાની સંભાવના વધી જાય છે. આવા ઘરમાં રહેતી મહિલાઓ ખૂબ ચંચળ રહે છે. તે થોડા સમય માટે જ ઘરમાં રહી શકે છે.

આ સિવાય કેટલાક લોકો એવા પણ હોય છે જે ઉત્તર તરફના મોઢા વાળી જમીનમાં પશ્ચિમ દિશામાં વધુ ખાલી જગ્યા હોવાથી તેને એમ જ છોડી દે છે. આવા પ્રકારના ઘરોમાં રહેતા પુરુષોએ શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

ઉપરાંત, જો ગંદા પાણીની ગટર અને સેપ્ટિક ટાંકી ઉત્તર દિશાના મોઢા વાળા ઘરમાં દક્ષીણ દિશામાં મૂકવામાં આવે છે, તો વાસ્તુ અનુસાર તે પણ અનુકૂળ માનવામાં આવતું નથી. આમ કરવાથી, કુટુંબની મહિલાઓ હંમેશા મુશ્કેલીમાં રહે છે. આજે અમે તમને ઉત્તર તરફ મોઢા વાળા ઘર સાથે સંબંધિત કેટલીક વિશેષ બાબતો જણાવીશું.

ધ્યાન રાખો ઉત્તર તરફના મોઢા વાળા ઘર સાથે જોડાયેલી આ વિશેષ બાબતો.

ઘરની શાંતિ જાળવવા માટે ઉત્તર દિશા વાળા ઘરનો મધ્ય ભાગ અન્ય ભાગો કરતા હંમેશા નીચો હોવો જોઈએ.

ઘરની ઉત્તર દિશામાં કોઈ મહેમાન ખંડ અથવા પૂજા ઘર બનાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે.

ઉત્તર દિશામાં રસોડું બનાવવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

જો તમે ઈચ્છો છો કે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે, તો ઉત્તર દિશામાં કોઈ તૂટેલી દીવાલ હોવી જોઈએ નહીં. દિવાલમાં તિરાડો પણ અશુભ માનવામાં આવે છે.

હંમેશાં ઉત્તર-પૂર્વ દિશામાં ભૂગર્ભ જળની ટાંકી બનાવો. તેનાથી ઘરમાં રહેતા હોય તેમને સંપત્તિ એકઠી કરવામાં મદદ મળે છે.

ઉત્તર દિશામાં શૌચાલય અથવા બાથરૂમ બનાવવાનું ટાળો.

પ્રયત્ન કરો કે ઉત્તર દિશા તરફ ટેરેસને ખુલ્લુ રાખો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.