વિમાન યાત્રાની 8 ‘ગંદી વાતો’, જે વિમાન વાળા તમને ક્યારેય નહિ જણાવે જાણી લો આ વાતો

દિલ્હીથી મુંબઈ જનારી ફલાણા ઢીકણાની એયરલાઈન્સમાં તમારું સ્વાગત છે. હવે આ વિમાન ૫૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી ૩૫,૦૦૦ ફૂટની ઉંચાઈ ઉપર સફર કરી રહ્યું છે. ગભરાવાની કોઈ જરૂર નથી. તમારા વિમાનના લેફટીનેંટ જાવેદ ચોરસિયા અને લલ્લુખાન તમને કોઈ તકલીફ નહિ પડવા દે.

આ લાઈનો સાંભળીને જો તમે પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા હોવ, તો બની શકે છે તમે ભૂલથી કોઈ ભૂલ કરી રહ્યા છો. કેમ કે આ મુશ્કેલ મુસાફરીમાં સારું હોવાનો અનુભવ કરાવવામાં આવી રહ્યો હોય છે. તે પણ એટલા માટે કેમ કે, ફ્લાઈટમાં મુસાફરી કરવાના તમે ઘણા પૈસા ખર્ચ્યા છે. જો આ આઠ સત્ય તમે જાણી લીધા અને વિમાન વાળાએ તમને એ જણાવ્યું, તો કદાચ જ તમે ફ્લાઈટમાં બેસવાનું રિસ્ક લો. તો સિલ્ટ બેલ્ટ બાંધો અને હકીકતની દુનિયાથી માહિતગાર થઇ જાવ.

૧. તમારા વિમાનના પાયલોટ ઘણી રાત્રીઓથી સારી રીતે સુતા પણ નથી હોતા :

ફ્લાઈટના નિયમાનુસાર, પાયલોટ ૨૪ કલાકમાં ૮ કલાકથી વધુ પ્લેન નથી ઉડાડી શકતા. પરંતુ જરા ધ્યાનથી વિચારો, ફ્લાઈટ લેંડ થયા પછીની માથાકૂટ હોટલ સુધી જવું, ભોજન કરવું, પ્રી-ફ્લાઈટનું ચેકિંગ. શરીર જવાબ આપી દે છે. તે બધું દરેક વખતે યોગ્ય સમયે કરવું સરળ કામ નથી. એટલા માટે પાયલટને આ તમામ કામ યોગ્ય સમયે કરવા માટે આપવું પડે છે બલીદાન, પોતાની ઊંઘનું બલિદાન. જેથી તમે શાંતિથી સફર કરી શકો.

૨. સેફટીના નામ ઉપર જ ખરું, નજર રાખવામાં આવી રહ્યું છે તમારી દરેક હલચલ ઉપર :

તમે ફ્લાઈટમાં બેસો. આગળની સીટ ઉપર એક વિદેશી કન્યા 13 B ઉપર બેઠી છે. 13 C ની સીટ ખાલી છે. એક ભારતીય હોવાને નાતે તમને ઈચ્છા થાય કે, તમે 13 C ઉપર બેસીને ભારતના વિદેશ સાથે સંબંધ સુધારો. પરંતુ એમ કરવાની સુવિધા ફ્લાઈટ વાળાએ તમને નથી આપી. પોતાની સીટ બદલતા જો તમે જોવા મળો તો તમારી ઉપર મોટો દંડ લાગી શકે છે. અને તે બધું જોવામાં આવી રહું છે, છુપાયેલા સીસીટીવી કેમેરા દ્વારા. એવી જ દરેક હલચલને ફ્લાઈટ કેબીનમાં રેકોર્ડ કરવામાં આવી રહી છે.

૩. તમારા સ્વાગતમાં રાખવામાં આવેલી હાથકડી અને બંધુકધારી સિક્યોરીટી ગાર્ડ :

દરેક ફ્લાઈટમાં આમ તો ઘણા બધા લોકો અને વસ્તુ હોય છે, જેની ખબર દરેક પ્રવાસીઓને નથી હોતી. પરંતુ શું તમને ખબર છે? કે ફ્લાઈટમાં જો તમે કાંઈ ગડબડ કરવા માગી તો પ્લેનમાં છુપાવીને રાખવામાં આવેલી હાથકડીને તમારા હાથ સુધી પહોચવામાં વાર નહિ લાગે. બીજું તો ઠીક ફ્લાઈટમાં શાંતિથી બેઠેલા ટ્રેન્ડ સ્કાઈ માર્શલ પણ હાજર રહે છે.

તેઓ મુસાફરીમાં કાંઈ શંકાસ્પદ જોઈને તરફ એક્શનમાં આવી જાય છે. તેવા ગાર્ડ હવે દરેક ફ્લાઈટમાં મુસાફરી કરવા લાગ્યા છે, જેની જાણ બસ ફ્લાઈટ પાયલટને હોય છે કે, પછી એયર હોસ્ટેસને. ક્યારે ક્યારે તો તેને પણ નહિ. એટલા માટે થોડા ધ્યાનથી રહેજો.

૪. આ લાઈટો તમને સારું ફિલ કરાવવા માટે ડીમ નથી કરવામાં આવતી :

તમે સાંજના સમયે મુસાફરી કરી રહ્યા છો. ટેક ઓફ પછી ધીમેથી લાઈટ ડીમ થઇ, વાદળા ઉપર ઉડતા ઉડતા તમારું મન રોમાંટિક થઇ ગયું. જો તમે વિચારી રહ્યા છો કે, આ તમને શાંતિ પહોચાડવા માટે કરવામાં આવે છે તો મોટામાં મોટી ગેરસમજણ થાય છે તમારી સાથે. એક ફ્લાઈટ લેફટીનેંટના જણાવ્યા મુજબ, બહારના પ્રકાશની તમારી આંખો અંજાઈ શકે છે, તેનાથી દુર રાખવા માટે ફ્લાઈટમાં લાઈટ ડીમ કરી દેવામાં આવે છે. તેની સાથે લાઈટ ડીમ કરવાથી ઇંધણની બચત થાય છે, તે અલગ.

૫. ફ્લાઈટ વાળાની ભાષા ઘણી મીઠી હોય છે :

તમે આઈઆઈટી ગયા છો. ત્યાં લોકોનું ઘણું અપમાન કરાવવા માટે નીચે જણાવેલા શબ્દો બનાવવામાં આવ્યા છે. જેમ કે એમ ટેક વાળા કહે છે માટલું, વધુ ભણવા વાળા ભગ્ગુ, નાના લોકોને માચીસ બીજું પણ ઘણું બધું. હેતુ હોય છે અજાણ્યા વ્યક્તિને ખબર પણ ન પડે અને તમારી વાત પણ સામે વાળા સાથે થઇ જાય.

બસ એવી રીતે ફ્લાઈટ વાળાની ભાષા હોય છે. તેમની દરેક મુશ્કેલી કે ફ્લાઈટમાં ચાલી રહેલી દરેક ખરાબ થતી વસ્તુને તે તેવી રીતે જોઈ લે છે કે બીજા પ્રવાસીને ખબર પણ નથી પડતી. વિચારો ફ્લાઈટમાં ઇંધણ ખરાબ થઇ ગયું છે અને તે વાત કોઈ પ્રવાસીને ખબર પડી ગઈ તો સીધા ભગવાનના જ દર્શન થશે. જે દિવસે તમને તે ભાષા સમજાઈ ગઈ, તે દિવસે કદાચ જ તમે ફ્લાઈટમાં પ્રવાસ કરવા માટે તૈયાર થાવ.

૬. ફ્લાઈટનું તે ‘ટેસ્ટી અને સ્વાદિષ્ટ’ ખાવાનું :

તે વાત તો તમે બધા જાણતા હશો કે ફ્લાઈટનું ખાવાનું કેટલું મોંઘુ હોય છે. બીસલેરીની બોટલ પણ તમને રૂપિયા ૫૦ ની મળશે, જેની સાચી કિંમત રૂપિયા ૨૦ પણ નથી હોતી. ખાવા ઉપર તો હું હજુ આવ્યો જ નથી માલિક. એક નિવૃત્ત ફ્લાઈટ લેફટીનેંટે પોતાના ઓનલાઈન બ્લોગમાં લખ્યું છે કે, એયરલાઈન્સે અમને પોતાને ફ્લાઈટનું ખાવાની ના કહી દીધી છે, કેમ કે તેમાં ફૂડ પોયઝનીંગનો ભય છે. જે પીણા વેચવામાં આવે છે ફ્લાઈટમાં, એક શોધમાં તેમાં જ સૌથી વધુ બેક્ટેરિયા મળી આવ્યા છે.

૭. વિમાનના ઈંટીરીયરનું સત્ય :

તમે જયારે પણ વિમાનમાં મુસાફરી કરો છો, તો લાગે છે કેટલું સ્વચ્છ છે ફ્લાઈટનું ઈંટીરીયર. બધું જ કેટલું વ્યવસ્થિત. એકદમ એવું જેમ કે આપણે કોઈ સરસ હોટલમાં આવી ગયા હોઈએ. આમ તો સત્ય જાણવું જરૂરી છે તો જણાવી દઈએ. તમને ખબર પડે કે ખાવા માટે રાખવામાં આવતી પ્લેટી જ વોશરૂમ પછીની સૌથી ગંદી જગ્યાએ હોય છે.

જે કામળાને તમે ઠંડીથી બચવા માટે ઓઢ્યો છે, તે આજથી ત્રણ વર્ષ પહેલા સાફ કરવામાં આવ્યો હતો. તેનાથી પહેલા તો એક એન્જીનીયર પોતાનો કામળો ધોઈ લે છે ભાઈ. જે વોશરૂમની ઉપર ચર્ચા કરવામાં આવી છે, તે પણ નાના પ્રવાસના વિમાન માટે કદાચ ક્યારેક ધોવામાં આવે છે.

૮. છેલ્લો પોઈન્ટ, કેમ કે આ તમારી આબરૂનો પ્રશ્ન છે :

દુનિયામાં બે વસ્તુ સૌથી ખરાબ છે, તમારા મોબાઈલની સ્ક્રીન અને વિમાનનું વોશરૂમ. પરંતુ સૌથી ખરાબ વાત એ છે કે એયર હોસ્ટેસ તમારું બાથરૂમ તમારી ઈચ્છા વગર ખોલી શકે છે, તે પણ ત્યારે જયારે તમે અંદરથી બાથરૂમ બંધ કરી દીધું હોય. દરેક કર્મચારીને અંદરથી બંધ બાથરૂમને બહારથી ખોલવાની ટ્રીકની ખબર હોય છે.

તે તેમના માટે સારું છે જેનું બાથરૂમ ભૂલથી લોક થઇ ગયું હોય અને તેનાથી ખુલતું ન હોય, પરંતુ આ તોફાની લોકો માટે પણ તેના મગજમાં ૩૦,૦૦૦ ફૂટ ઉપર પણ કાંઈક આવું ચાલતું રહે છે.

આ માહિતી ટ્રીપઓટો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.