એયરપોર્ટ કર્મચારીના આ કારનામાને જોઈને લોકોને ટ્રક ડ્રાઈવરની યાદ આવી ગઈ, જુઓ મજેદાર વીડિયો.

પ્લેટ માટે વપરાયેલા આ જુગાડને જોઈને તમે કહેશો અરે આવું તો ટ્રક અને ટેક્સી ડ્રાઈવર કરે છે.

બસ ડ્રાઈવર હોય કે ટ્રક ડ્રાઈવર હોય, દરેક વ્યક્તિ પોતાના વાહનની વિન્ડશિલ્ડને સાફ રાખે છે જેથી તે આગળનો રસ્તો અને અન્ય તમામ વસ્તુઓ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાઇલોટ પ્લેનની વિન્ડશિલ્ડ કેવી રીતે સાફ કરે છે? અન્ય વાહનોની જેમ પ્લેનની વિન્ડશિલ્ડ પણ સાફ હોવી જરૂરી છે.

આમ તો પ્લેનની વિન્ડશિલ્ડ સાફ કરવાની એક યોગ્ય રીત હોય છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેને લાગતો એક વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે જે લોકોને હસાવી રહ્યો છે. વીડિયોમાં પ્લેનની કોકપીટમાં બેઠેલી એક વ્યક્તિ પ્લેનની વિન્ડશિલ્ડ સાફ કરવા માટે જુગાડ અજમાવે છે જેને જોઈને લોકોને હસવું આવી રહ્યું છે.

વીડિયોમાં જોવા મળે છે કે, પહેલા તે વ્યક્તિ પ્લેનની વિન્ડશિલ્ડ પર બોટલમાંથી પાણી રેડે છે અને પછી તેના વાઇપર ચલાવીને કાચ સાફ કરે છે. આ નજારો લોકો માટે એકદમ અનોખો હતો. આ વિડીયો જોયા પછી ભારતીય લોકો તેની તુલના ભારતના ટ્રક અને ટેક્સી ડ્રાઈવર સાથે કરી રહ્યા છે. કારણ કે તેઓ પણ આવો જુગાડ અજમાવે છે.

આ વીડિયો ટ્વિટર યુઝર @officeofdnj દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે મજાકિયા અંદાજમાં કેપ્શન લખ્યું – મને ખાતરી છે કે આ ભારતમાં ટ્રક અથવા કાળી પીળી ટેક્સી ચલાવતો હશે! જણાવી દઈએ કે આ વીડિયોને 11 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 400 લાઈક્સ મળ્યા છે. આ વિડીયો પર લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

30 સેકન્ડની આ ક્લિપ એરપોર્ટ પર પાર્ક કરેલા કેટલાક પ્લેન દેખાડવાથી શરૂ થાય છે. પછી અચાનક વીડિયો બનાવનાર વ્યક્તિ ‘કેન્યા એયરવેઝ’ ના એક પ્લેન પર કેમેરો ફોકસ કરે છે જેની કોકપીટમાં બેઠેલી સ્ટાફની વ્યક્તિ પ્લેનની બારીમાંથી એક હાથ બહાર કાઢે છે. તે હાથમાં પકડેલી બોટલમાંથી થોડું પાણી વિન્ડશિલ્ડ પર રેડે છે અને પછી વાઇપર વડે કાચ સાફ કરે છે. તે વ્યક્તિએ પહેરેલા યુનિફોર્મ પરથી એવું જણાય છે કે તે એયરપોર્ટના સાફસફાઈ કરનાર સ્ટાફનો સભ્ય છે.

આ માહિતી નવભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.