8 વર્ષની ઉંમરમાં શરુ કર્યું હતું વૃક્ષ ઉગાડવાનું , 96ની ઉંમરમાં “ટ્રી-મૈન”નું નિધન

વૃક્ષ આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. નવા યુગની શરૂઆત અને વિકાસ માટે માનવી સતત જંગલો માંથી વૃક્ષ કાપતા આવી રહ્યા છે. પરિણામે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરો પડી રહ્યો છે. એવામાં આપણા ભારતમાં એક એવા વ્યક્તિ હતા જેમણે છોડ રોપીને એને ઉછેરીને એક મોટું જંગલ તૈયાર કરી લીધું હતું. પણ દુર્ભાગ્ય વશ હવે તે આપણી વચ્ચે નથી રહ્યા. આજે અમે તમને એવા જ એક રિયલ લાઈફ હીરો વિષે જણાવીશું જેમણે 50 લાખ ઝાડ ઉગાડ્યા હતા. તો આવો જાણીએ ટ્રી મેન – વિશ્વેશ્વર દત્ત સકલાની વિષે થોડી રસપ્રદ વાતો.

વિશ્વેશ્વર દત્ત સકલાની 8 વર્ષના હતા, ત્યારે એમણે પહેલો છોડ રોપ્યો હતો. પાછળથી તે પોતાના ભાઈ, અને એમના પછી પોતાની પત્નીના મૃત્યુનું દુઃખ સહન કરવાં માટે છોડ રોપવા લાગ્યા. શુક્રવાર 18 જાન્યુઆરીના રોજ 96 વર્ષના ટ્રી મેન એટલે કે વ્રુક્ષ માનવ તરીકે ઓળખાતા સકલાનીનું નિધન થઈ ગયું. એમના પરિવારનું અનુમાન છે, કે પોતાના જીવનકાળમાં સકલાનીએ ટિહરી – ગઢવાલમાં લગભગ 50 લાખ ઝાડ ઉગાડ્યા હતા. સકલાનીની બીજી પત્નીએ એમની આ ઝુંબેશમાં એમનો સાથ આપ્યો હતો. હંમેશા આ પતિ પત્ની લોકોને પર્યાવરણ સંરક્ષણને લઈને ઘણું બધું સમજાવતા હતા. 1986 માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ સકલાનીને “ઇન્દિરા પ્રિયદર્શની અવોર્ડ” થી સમ્માનિત કર્યા હતા.

રાજ ભવનમાં રાજ્યપાલના પ્રોટોકોલ અધિકારીના રૂપમાં રહેલા એમના દીકરા સંતોષ સ્વરૂપ સકલાનીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ”એમના પિતા લગભગ 10 વર્ષ પહેલા પોતાની જોવાની દૃષ્ટિ ખોઈ ચુક્યા હતા. છોડ રોપવાથી ધૂળ અને કીચડ આંખોમાં જતું હતું, જેનાથી એમને મુશ્કેલી થવા લાગી હતી. જયારે તે નાના બાળક હતા ત્યારથી એમણે છોડ રોપવાનું શરુ કરી દીધું હતું. કલમ તૈયાર કરવાની કળા એમણે પોતાના કાકા પાસેથી શીખી હતી.

સકલાની પોતાની પાછળ ચાર દીકરા અને પાંચ દીકરીઓનું પરિવાર છોડી ગયા છે. જયારે એમના ભાઈનું નિધન થયું હતું, તો તે કલાકો સુધી ગાયબ રહેવા લાગ્યા. આ દરમ્યાન તે આખા દિવસમાં છોડ રોપવામાં વધુ સમય પસાર કરતા હતા. સંતોષના જણાવ્યા અનુસાર, “1958 માં જયારે અમારી માં ગુજરી ગઈ, તો આ બીજી એવી ઘટના હતી જેના પછી અમે એમને ઝાડ અને છોડની નજીક મેળવ્યા.” સકલાનીનું કામ ભલે એમના જિલ્લા સુધી જ સીમિત રહ્યું હોય, પણ જે સૂરજગામની આસ-પાસ એમણે એક ગાઢ જંગલ તૈયાર કર્યુ, તે ઝડપથી ગાયબ થતું જઈ રહ્યું છે.

સંતોષના જણાવ્યા અનુસાર, “દુર્ભાગ્યથી, જંગલનો મોટો ભાગ છેલ્લા થોડા વર્ષોથી નાશ પામી રહ્યો છે, કારણ કે લોકોને બીજા કામો માટે જગ્યા જોઈએ છે.” સકલાનીના અંતિમ સંસ્કાર માટે એમના દીકરા અને દીકરીઓ ઋષિકેશમાં ભેગા થઇ રહ્યા છે. સંતોષના જણાવ્યા અનુસાર એમના પિતાની આત્મા એ જ જંગલોમાં રહે છે, જેને મોટું કરવામાં એમણે મદદ કરી હતી. સંતોષે જણાવ્યું કે, એમના પિતા હંમેશા કહેતા હતા કે એમના 9 નહિ, 50 બાળકો છે. હું હવે એમને જંગલોમાં શોધીશ. મિત્રો આવા હોય છે આપણા અસલ જીવનના હીરો જેમને આપણે ઓળખતા જ નથી. આ હીરો માટે એવી પ્રાથના કે ભગવાન એમની આત્માને શાંતિ આપે. પસંદ આવ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો.