શ્રાવણ મહિનામાં રાશિ મુજબ આ છોડ ઉગાડવા, તમારી દરેક સમસ્યાનું થશે સમાધાન.

શ્રાવણ મહિનામાં પુણ્ય કમાવવા માંગો છો, તો પોતાની રાશિ અનુસાર કરો વૃક્ષારોપણ, જાણો કઈ રાશિવાળાએ શું રોપવું?

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ઝાડ છોડને પૂજનીય માનવામાં આવે છે. સાથે જ તેને ઉગાડવા ઘણું પુણ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે જો વ્યક્તિ એક છોડ ઉગાડીને તેની સેવા કરીને મોટો કરે તો તેના તમામ કષ્ટ દુર થાય છે અને દુર્ભાગ્ય દુર થાય છે. શ્રાવણ મહિનો આ ગણતરીએ ઘણો સારો માનવામાં આવે છે કેમ કે આ મહિનામાં વર્ષા ઋતુ પોતાનું સંપૂર્ણ જોર દેખાડે છે.

સાથે જ ચારે તરફ હરિયાળી હોય છે. તેથી જો તમે કોઈ છોડ ઉગાડો છો તો તે સરળતાથી ઉગી જાય છે. જો તમે પણ આ શ્રાવણ મહિનામાં તમારું ભાગ્ય ઉજવળ કરવા માંગો છો, તો તમારી રાશિ અનુસાર છોડ ઉગાડો. તમારી તમામ સમસ્યાઓનું સમાધાન આપોઆપ થઇ જશે.

મેષ અને વૃશ્ચિક રાશિ : મેષ કે પછી વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના સુતેલા ભાગ્યને જગાડવા માટે શ્રાવણ મહિનામાં ખેરના છોડ ઉગાડવા જોઈએ. સાથે જ તેની જાળવણી પણ કરો જેથી છોડ સારી રીતે ઉછરી શકે.

વૃષભ અને તુલા રાશિ : વૃષભ અને તુલા રાશિ વાળાએ પોતાના જીવનમાં સુખ શાંતિ લાવવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં ગુલરના છોડ ઉગાડવા. ગુલરને ખુબ ચમત્કારી છોડ માનવામાં આવે છે.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના લોકો જો આર્થિક સંકટ ભોગવી રહ્યા છે કે કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે, તો અપામાર્ગ-અઘેડાનો છોડ ઉગાડો. તેનાથી તમારા કામમાં આવી રહેલી અડચણો દુર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવશે.

કર્ક રાશિ અને સિંહ રાશિ : જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યા ભોગવી રહ્યા છો અને તેમાંથી મુક્ત થવા માંગો છો તો કર્ક રાશિના લોકો કેસુડાનો છોડ અને સિંહ રાશિના લોકો મદારનો છોડ રોપો. તેનાથી તમારા તમામ સંકટ દુર થશે.

મકર અને કુંભ રાશિ : મકર અને કુંભ રાશિના લોકો માટે શમીનો છોડ ઉગાડવો શુભ છે. તે તમારા અસંતુલિત જીવનને સંતુલિત કરશે અને તમામ સમસ્યાઓનો અંત લાવશે.

ધનુ અને મીન રાશિ : ધનુ અને મીન રાશિના લોકો આ શ્રાવણ મહિનામાં પીપળાનો છોડ ઉગાડે. આ છોડ ઉગાડવાથી તમારા પિતૃને પણ શાંતિ મળશે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેનાથી ઘરમાં આનંદમય વાતાવરણ ઉભું થશે અને કામમાં આવી રહેલી અડચણ દુર થશે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.