જાણો ઘરે કીવીના છોડ ઉગાડવાની એકદમ મફત અને ઘણી સરળ રીત

આ સરળ રીતે તમે પોતાના ઘરે જ કીવીના છોડ ઉગાડી શકો છો, એ પણ એકદમ મફત

મિત્રો આજે અમે તમને જણાવીશું કે, કઈ રીતે તમે કીવીના છોડને પોતાના ઘરે જ ઉગાડી શકો છો. તમને જણાવી દઈએ કે, કીવીનું ફળ તમને ઘણી સરળતાથી માર્કેટમાં મળી જશે, અને તે ફળમાં રહેલા બીજ કાઢીને તમે ઘણી સરળતાથી કીવીનો છોડ ઘરે જ ઉગાડી શકો છો. અમે તમને સંપૂર્ણ જાણકારી આપીશું કે, તેના બીજ કેવી રીતે કાઢવાના છે? અને છોડ ઉગાડવા માટે શું કરવાનું છે?

કીવીનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા કીવીના ફળના ઘણા પાતળા ટુકડા કરી લો. પછી તેના બીજ વાળા ભાગને વચ્ચેથી કાપી લો. બીજ કાઢ્યા પછી એક કુંડામાં 80 ટકા બગીચાની માટી અને 20 ટકા કમ્પોસ્ટ નાખો. હવે ફળમાંથી કાઢેલા બીજોને કુંડામાં નાખી દો.

એક કીવીમાં ઘણા બધા બીજ હોય છે, જેના લીધે તમે એક જ ફળથી ઘણા બધા છોડ ઉગાડી શકો છો. બીજ કાઢવા પહેલા ધ્યાન રાખો કે તે ફળ પાકેલું હોય. બીજ નાખ્યા પછી તેની ઉપર થોડી માટી નાખીને તેને ઢાંકી દો. હવે તેની ઉપર થોડું પાણી નાખી દો, ધ્યાન રહે કે વધારે પાણી ન નાખો નહિ તો બીજ બહાર આવી જશે.

ત્યારબાદ કુંડાને એવી જગ્યાએ મુકો જ્યાં સીધો તડકો ન પડે, પણ બીજને તડકો મળતો રહે. દર બે-ત્રણ દિવસ પછી પાણી છાંટતા રહો. લગભગ 75 દિવસમાં તમે જોશો કે કીવીના છોડ ઉગવાના શરૂ થઈ જશે. ત્યારબાદ તમે આ છોડને અલગ અલગ કુંડામાં લગાવી શકો છો. કીવીનો છોડ તૈયાર કરવા વિષે સંપૂર્ણ જાણકારી માટે નીચેનો વિડીયો જુઓ.

આ માહિતી ઉન્નત ખેતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.