વેકેશન પડી ગયું છે, અને કળ કળતો તાપ અને જીવ ગભરાય તેવી ગરમીમાં જો શરીરને શાંતિ મળી શકે છે, તો તે માત્ર પંખાની હવા કે એસીની ઠંડક થી જ, હવે દરેકની હેસિયતની વાત તો નથી કે તે એસી ખરીદે અને ટેબલ પંખો ખરીદવા માટે પણ તમારી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ, તો તેવા સમયે શું કરવું?
તમે ઘરની બહાર તરસ લાગે તો પ્લાસ્ટીકની બોટલમાંથી પાણી પીવો જ છો. ત્યાર પછી બોટલનું શું કરીએ છીએ? તમે વિચારી રહ્યા હશો બોટલનું શું કરવું. ભંગારીયાને વેચી દેતા હોઈએ છીએ કે પછી ફેંકી દેતા હોઈએ છીએ. પણ જો અમે જણાવીએ કે તમારી આ પ્લાસ્ટીકની બોટલ તમને હજારો રૂપિયા બચાવીને એક ઇલેક્ટ્રિક પંખો બની શકે છે, તો તમે વિશ્વાસ નહી કરો.
હે ને, પણ એકદમ સાચું છે. તમે જે પ્લાસ્ટીકની બોટલમાંથી પાણી કે કોલ્ડ ડ્રીંક પીવો છો તેને માત્ર પાંચ મીનીટમાં ઇલેક્ટ્રિક પંખો બનાવી શકો છો. આજે તમને આ ટ્રીક જણાવીએ છીએ. જેને તમે સૌથી નીચેની વિડીયો પણ જોઈ શકો છો.
કઈ વસ્તુની પડશે જરૂર :
૧. ખાલી પ્લાસ્ટીકની બોટલ (તેના માટે કોલ્ડ ડ્રીંકની મોટી બોટલ પણ કામ આવી શકે છે)
૨. ૧૨ વોલ્ટની મોટર
૩. ૯ વોલ્ટની બેટરી
૪. ચોંટાડવા માટે ગ્લુ
૫. સ્ટેંડ માટે થર્મોકોલ અને લાકડીના ટુકડા
૬. બેટરીથી ચાલુ કરવા માટે સ્વીચ
નોંધ : અલગ અલગ લોકોને આ પ્રક્રિયા પૂરી કરવા માટે સમય વધુ કે ઓછો લાગી શકે છે. નીચે સ્ટેપ લખેલા છે તે સિવાય તમે વિડીયો જોઇને પણ બનાવી શકો છો
સ્ટેપ ૧ – બ્લેડસ માટે બનાવો નિશાન.
સૌથી પહેલા બોટલને અડધી કાપી લો. ત્યાર પછી ઢાંકણને સાઈડ તરફના ભાગ ઉપર સરખા અંતરે બ્લેડસથી કાપવા માટે નિશાન બનાવી લો.
સ્ટેપ ૨ – બ્લેડસ બનાવો.
હવે વચ્ચેનો ભાગ છોડીને બોટલને એવી રીતે કાપી લો કે ત્રણ બ્લેડસ બની જાય. જેવું કે ફોટામાં દર્શાવેલ છે. બ્લેડસને નાના કાણા કરવા માટે મીણબત્તીનો ઉપયોગ કરો. ધ્યાન રાખશો બ્લેડસના ખૂણા ગોળ કરી લો.
સ્ટેપ ૩ – બોટલના ઢાંકણામાં લગાવો મોટર.
બોટલના ઢાંકણામાં મોટર લગાવવા માટે તમારે બોટલના ઢાંકણામાં વચ્ચે નાના કાણા કરવા પડશે. ત્યાર પછી તે કાણામાં મોટર લગાવો. ગ્લુની મદદથી મોટરને પેસ્ટ કરો.
સ્ટેપ ૪ – સ્ટેંડ બનાવવા માટે.
હવે સ્ટેંડ બનાવવા માટે થર્મોકોલના ટુકડા કાપી લો. એક પ્લેટફોર્મ જેવું અને સ્ટેંડ જેવું (જેવું ફોટામાં આપવામાં આવેલ છે). તેના માટે થર્મોકોલની જગ્યાએ લાકડાનું સ્ટેંડ પણ લગાવી શકો છો. આમ કરવાથી પંખો થોડો મજબુત રહેશે.
સ્ટેપ ૫ – બેટરી લગાવો.
સૌથી પહેલા મોટર અને ઢાંકણાને સ્ટેંડ ઉપર પેસ્ટ કરો. ત્યાર પછી તમારે બેટરી અને સ્વીચ લગાવવાની છે. તેને ગ્લુથી ચોંટાડી લો. ત્યાર પછી મોટરનો એક વાયર બેટરીમાંથી અને એક વાયર સ્વીચ ચાલુ કરવા લેવો. આવી રીતે, મોટર અને સ્વીચને વધેલા વાયરથી ચાલુ કરો.
સ્ટેપ ૬ – ફાઈનલ પ્રક્રિયા.
હવે છેલ્લા સ્ટેપમાં બોટલ માંથી બનાવેલ પ્લેટસને ઢાંકણા દ્વારા જોડી દો. ત્યાર પછી માત્ર તમારે તમારા પંખાની સ્વીચ ચાલુ કરવાની રહેશે.
વિડીયો