પ્લાસ્ટિક વિરોધી : પત્ની બનાવે છે કપડાંની થેલી, પોતે બાળકો સાથે મળીને થેલી વહેંચે છે આ પતિ

મોદી સરકારે હંમેશા માટે જ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેના માટે ઘણી બધી જગ્યા ઉપર લોકો સતર્ક થઇ ગયા છે. તે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા પરંતુ મોટાભાગની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. લોકો પાસે પોતાની થેલી ન હોવાને કારણે પ્લાસ્ટિકની થેલીમાં વસ્તુ લઈને આવે જાય છે. પરંતુ એક એવું કુટુંબ છે જે પ્લાસ્ટિકની થેલોનો સખ્ત વિરોધ કરે છે અને તેને રોકવા માટે એક અભિયાન પણ ચલાવી રહ્યા છે. પોતે બાળકો સાથે મળીને થેલી વહેચે છે આ માણસનું આખું કુટુંબ આ કામમાં લાગેલું રહે છે.

પોતે બાળકો સાથે મળીને થેલી વહેચે છે આ માણસ

કદાચ આપણે બધા ક્યારેય પણ ધ્યાન નથી આપતા કે ટુથબ્રશથી સવારે બ્રશ કરવું હોય કે ઓફીસમાં દિવસ આખો કમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય, બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય કે ટીફીન અને પાણીની બોટલમાં ખાવા પીવાનું લઈને જવાનું હોય. પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક જગ્યાએ અને દરેક સમયે થાય છે. પોલીથીન અને પ્લાસ્ટિક ગામથી લઈને શહેર સુધી લોકોનું આરોગ્ય બગાડવાનું કામ કરી રહ્યું છે. શહેરની ડ્રેનેજ સીસ્ટમ હંમેશા પોલીથીનથી ભરેલી રહે છે અને તેના કારણે જ નાલીઓ અને નાળામાં પણ તે જામી જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકથી ઉભી થતી સમસ્યાઓ ઘણી ગંભીર છે અને પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે બંધ થવામાં ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી લાગી જાય છે પરંતુ આ સમયે બંધ કરવા માટે આપણે બધા શું કરી રહ્યા છીએ? પ્લાસ્ટિક કે પોલીથીનથી થતા નુકશાનને જોઇને છત્તીસગઢના રાયપુરમાં રહેતા એક કુટુંબે પ્લાસ્ટિક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રાયપુરમાં રહેતા સુરેન્દ્ર બેરાગી અને તેના કુટુંબે શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન શરુ કર્યું છે  જેના માટે તેણે કુટુંબ સહીત એક સારું કામ શરુ કર્યું છે.

સુરેન્દ્રની પત્ની આશા જુના કપડા, ચાદર કે પછી યુઝલેસ કપડા માંથી થેલી સીવવાનું કામ કરે છે તો તે સુરેન્દ્ર પોતાના દોસ્તો અને બાળકો સાથે આ થેલીઓ બજારમાં વહેચી આવે છે. પોતાના કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે રોજ સાંજે બજારે જઈને કપડામાંથી બનેલી થેલીનો ઉપયોગ કરે છે. તેની સાથે જ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે વિનંતી કરે છે. આમ કરવા પાછળનું કારણ સુરેન્દ્ર જણાવે છે કે, પીએમે ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લોકોને અપીલ કરી હતી કે પોલીથીનનો ઉપયોગ ન કરો અને દુકાનવાળાને પણ એમ ન કરવા માટે કહો. પીએમે કહ્યું કે તમારે કપડા માંથી થેલી બનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ તો અમે લોકો તે કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીની આ વાત સાંભળીને સુરેન્દ્ર અને તેની પત્ની આશાએ નિર્ણય કર્યો કે તે હવે શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કામ શરુ કરવાના છે. તે દિવસે આશાએ ૬૦ કપડાની થેલી બનાવી અને પાસેની શાક માર્કેટમાં વહેચી આવી. સુરેન્દ્રજી એ હાથ જોડીને લોકોને વિનંતી કરી છે કે મહેરબાની કરીને કપડાની થેલીનો ઉપયોગ કરો. આ કુટુંબે આ અભિયાન શરુ કર્યું ત્યારે તે બંને જ હતા પરંતુ આજે તેની સાથે ૩૦ બીજા લોકો જોડાઈ ગયા છે જે કોઈ સ્વાર્થ વગર આ કામ કરી રહ્યા છે. સુરેન્દ્ર એક સળીયા બનાવવાની કંપનીમાં કામ કરે છે અને તેમને આડોસ પાડોશ માંથી, દોસ્તારો તેમજ સંબંધીઓ પાસેથી જુના કપડા મળી જાય છે.