માતા કહેવાતી ગંગા નદીમાંથી રોજ 2 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો કચરો કાઢે છે આ વ્યક્તિ, જાણો કેમ?

ગંગા નદીને આપણે બધા માતા માનીએ છીએ, અને તેની સાથે આપણી ઘણી લાગણીઓ જોડાયેલી છે. જો તે ધાર્મિક બાબતને થોડી વાર દુર કરી દઈએ, તો પણ તે ગંગા નદી ઘણા લોકોને જીવન પૂરું પાડે છે. આ નદી ઉપર લગભગ ૪૦ ટકા વસ્તી નિર્ભર છે. તે ઉપરાંત તેમાં રહેલા જીવ જંતુ પણ તેના સહારે જીવતા રહે છે. આમ તો આપણે ગંગાને ગંગા મૈયા કહીને બોલાવીએ છીએ, પરંતુ જયારે વાત ગંગા મૈયાની સાફ સફાઈની આવે છે તો બધા ભાગી જાય છે.

હંમેશા લોકો આ ગંગા નદીમાં કચરો ફેકતા પહેલા થોડું પણ નથી વિચારતા. માતા સમાન આ નદીને અમુક લોકોએ કચરા ખાનું બનાવી દીધું છે. જયારે ઈચ્છા થાય ત્યારે કચરો ફેંકી દેવો, ગમે તેમ પાણીને દુષિત કરી દેવું, આમ તો સરકાર ગંગાને સાફ રાખવા માટે ‘નમામી ગંગે’ પરિયોજના ચલાવી રહી છે, પરંતુ સાચી જવાબદારી તો આપણી સામાન્ય લોકોની જ છે.

તેવામાં આજે અમે તમને પશ્ચિમ બંગાળના એક એવા માણસનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે આ પરિયોજનાનું નામ પણ નથી સાંભળ્યું, છતાં પણ તે પોતે પોતાની ઈચ્છાથી ગંગા મૈયાની સફાઈમાં લાગેલા છે. ગંગા મૈયા મેલી ન થઈ જાય એટલા માટે આ વ્યક્તિ રોજ આ નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો વીણી તેને નદીમાંથી બહાર લઈ જાય છે. આ ઉત્તમ કામ કરવા વાળા વ્યક્તિનું નામ કલીપડા દાસ છે.

૪૮ વર્ષના કલીપડા પહેલા એક માછીમાર હતો, પરંતુ હવે છેલ્લા ત્રણ વર્ષથી તેમને એ કામ છોડી દીધું છે અને ગંગામાંથી પ્લાસ્ટિક ઉપાડવા લાગ્યા છે. તે રોજ પોતાની સફર બેલ્દાંગાના કાલાબીરીયાથી શરુ કરે છે. તે પોતાની હોડીમાં બેસીને ઘણા ઘાટ ફરે છે, અને ત્યાંથી પ્લાસ્ટિક ઉપાડી લે છે. ત્યાર પછી તેના કામનો અંત બેહરામપૂરીના ભગીરથ બ્રીજ કે પછી ફર્શદંગા ઘાટ ઉપર થઈ જાય છે.

એક માછીમારમાંથી પ્લાસ્ટિક વીણવા વાળો બની તે પોતાના કામ ઉપર ગર્વ કરે છે. તેનું કહેવું છે કે ન તો સરકાર અને ન તો કોઈ ખાનગી સંસ્થાને ગંગાની ચિંતા છે. એટલા માટે હું જ ઘણા ઘાટોમાંથી પ્લાસ્ટિક ઉપાડવાનું કામ કરું છું. ગંગામાંથી તે જે પ્લાસ્ટિક ઉપાડે છે ત્યાર પછી રિસાયકલ માટે વેચી દે છે.

તમને જાણીને નવાઈ થશે કે કલીપડા રોજ ૫ થી ૬ કલાક કામ કરે છે, અને તે દરમિયાન તેને ગંગામાંથી બે ક્વિન્ટલ પ્લાસ્ટિકનો કચરો મળી જાય છે. તેનાથી તમે અંદાઝો લગાવી શકો છો કે, ગંગામાં રોજ કેટલો કચરો આવે છે. કલીપડા આ બે ક્વિન્ટલ કચરો વેચી ૨૪૦૦ થી ૨૬૦૦ રૂપિયા કમાઈ લે છે. તે જણાવે છે કે, હું પોતે તો ભણ્યો નથી પરંતુ હંમેશા ભણેલા ગણેલા લોકોને ગંગામાં કચરો નાખતા જરૂર જોઉં છું.

હવે કલીપડા દાસ તો પોતાની તરફથી ગંગાને સાફ કરવાનો પુરતો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તે આપણી પણ ફરજ બને છે કે આપણે ગંગા કે કોઈ બીજી નદીમાં કોઈ કચરો ન ફેંકીએ. કચરો ફેંકવા માટે કચરા પેટીનો ઉપયોગ કરીએ. નદીઓ આપણને શુદ્ધ પાણી પૂરું પાડે છે તેવામાં તેને ગંદી કરવાનો કોઈ હક્ક નથી બનતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.