મણીપુર સરકારએ વર્ષ ૨૦૧૯ માં રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીઓ ઉપર ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકશાનને જોઈને એ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પ્લાસ્ટિક પ્રતિબંધ સાથે એક તકલીફ એ પણ છે કે તે જુના પ્લાસ્ટિકને રીસાયકલ કરવું ઘણું જરૂરી બની જાય છે. મણીપુરના પાટનગર ઈંફાલ સાથે જોડાયેલા વિસ્તાર ચીંગખુ અવાંગ ના રહેવાસી ૫૮ વર્ષના ઉષમ કૃષ્ણા સિંહ એ પ્લાસ્ટિક ની બોટલો ને રીસાયકલ કરવાની એક નવી રીત શોધી કાઢી છે.
ઉષમ પ્લાસ્ટિકની નકામી બોટલો માંથી સાવરણી બનાવવાના કામ માં લાગેલા છે. તેમણે પોતાના દીકરા સાથે મળી ને આ કામ શરુ કર્યું છે. તેના માટે તેમણે માત્ર ૨૦,૦૦૦ રૂપિયા નું રોકાણ કર્યું હતું અને અત્યાર સુધી માં તે ૫૦૦ થી વધુ સાવરણી બનાવી ચુક્યા છે. એનડીટીવી ના આપેલા ઈન્ટરવ્યું માં તેમણે જણાવ્યું, મણીપુર માં લોકતક તળાવ અહિયાં ની જીવાદોરીનું તળાવ માનવામાં આવે છે. જેમાં હવે બધો કચરો ફેંકવામાં આવે છે. આ કચરા માંથી જળચર જીવો અને વનસ્પતિ ને ઘણું નુકશાન પહોચે છે. જેની સીધી અસર તળાવની પરિસ્થિતિ ની તંત્ર ઉપર પડે છે.
તળાવ ને બચાવવા માટે જ ઉષમના મગજમાં પ્લાસ્ટિકની બોટલો માંથી સાવરણીનો આઈડિયા આવ્યો. આમ તો ઉષમ જળ આપૂર્તિ વિભાગમાં પંપ ઓપરેટર તરીકે કામ કરે છે. તે વિભાગ સરકાર ના લોક આરોગ્ય વિભાગ નીચે આવે છે. તેમનો દીકરો દુકાન ઉપર ઇલેક્ટ્રિક સાધનો રીપેરીંગ કરતો હતો. જેની મદદ વડે ઉષમ એ ખરાબ અને નકામી પડેલી બોટલો નો ઉપયોગ કરવાનો આઈડિયા શોધ્યો.
ઉષમ જણાવે છે કે એક સાવરણી બનાવવામાં લગભગ ૩૦ ખાલી બોટલોની જરૂર પડે છે. તે એક લીટરની પ્લાસ્ટિકની બોટલને પહેલા પાતળા આકારમાં કાપી લે છે અને પછી મોબાઈલ રીપેરીંગમાં ઉપયોગમાં લેવાતા હોટ એયર ગન ની મદદથી બોટલો માં વાંસ ફીટ કરી દે છે. આવી રીતે સાવરણી તૈયાર કરવામાં આવે છે. એએનઆઈ ના રીપોર્ટ મુજબ શરુઆત માં તે એક દિવસ માં માત્ર બે સાવરણી જ બનાવી શકતો હતો, પરંતુ ઇલેક્ટ્રોનિક મોટરની મદદથી તે આજે દરરોજ ૨૦ થી ૩૦ સાવરણી તૈયાર કરી લે છે.
પ્લાસ્ટિક ને રીસાયકલ કરી ને પર્યાવરણ નું રક્ષણ કરવા વાળા ઉષમ આ કામ સાથે સાથે ગામ વાળા ને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. તેમણે પોતે સહાયતા સંસ્થા ની સ્થાપના કરી છે જેનું નામ ‘ઉષમ બિહારી એંડ મેપક પ્લાસ્ટિક રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રી’ રાખ્યું. તેની સાથે સાથે ગામના બીજા ૧૦ માણસો કામ કરે છે. આ કામમાંથી તેને સારી એવી આવક થઇ જાય છે. ઉષમ જણાવે છે, આમ તો રોજગારી ની સ્થાપના કરવું કે પૈસા કમાવા મારું ધ્યેય ન હતું. હું પ્લાસ્ટિક થી થતા નુકશાન ને અટકાવવા માંગતો હતો, પરંતુ હવે જયારે તેના ગામ વાળા ને આવક પણ થઇ રહી છે તો તેનાથી મને ઘણો આનંદ થઇ રહ્યો છે. હવે આ પ્લાસ્ટિક ની મદદથી કપ અને બીજી વસ્તુ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છું.
આ લેખ “સ્વચ્છ ભારત, પ્રદુષણ મુક્ત ભારત” અંતર્ગત છે, તો ખાસ આ મેસેજ ને વધુમાં વધુ લોકો સુધી પહોચાડવા અમારા પ્રયત્નમાં સહભાગી થશો. એ માટે તમારે આ મેસેજને લાઇક કરી શેયર વધુમાં વધુ કરવાનો છે. અને સાથે સાથે કોમેન્ટમાં આ કાર્યની સરાહના કરવાની છે. તમારા વિચાર કોમેન્ટમાં લખી શકો. જય હિન્દ…