છોકરો બનીને વર્ષો સુધી રમતી રહી ક્રિકેટ, હવે બની ટીમ ઈન્ડિયાની સ્ટાર તમે પણ કરો સપોર્ટ

દક્ષીણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ ભારતની મહિલા ટીમને ૫૧ રનની જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનારી, હરિયાણાના રોહતકની શેફાલી વર્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. એના જીવનમાં એક સમય એવો પણ હતો જયારે શૈફાલીએ છોકરો બનીને રમવું પડ્યું હતું.

ખાસ કરીને મીડિયા અહેવાલ મુજબ તેમના હોમ ટાઉનમાં છોકરીઓ માટે કોઈ રમતનું કેન્દ્ર ન હતું, અને છોકરાના કેન્દ્રમાં તેને રમવા માટે મનાઈ કરી દેવામાં આવી હતી. ત્યાર પછી તેના પિતાએ એ નિર્ણય લીધો કે, શૈફાલી વાળ નાના કરાવીને છોકરાઓની સંસ્થામાં ક્રિકેટ રમશે. અને પછી ઘણા વર્ષો સુધી શૈફાલી છોકરો બનીને ક્રિકેટ રમતી રહી.

અને શૈફાલી અને તેના પિતા સંજીવ વર્માની મહેનત કામ લાગી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી ઓછી ઉંમર (૧૫ વર્ષ) માં ટી-૨૦ ઇન્ટરનેશનલ ડેબ્યુ કરનારી શૈફાલીએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. તેણે ૪૬ રનોની પાળી રમીને સૌને પ્રભાવિત કર્યા.

શૈફાલીના પિતા સંજીવ વર્માની રોહતકમાં જ્વેલરીની દુકાન છે. તેમણે જણાવ્યું કે, તે સફર સરળ રહી ન હતી. ઘણી વખત લોકો તેને મહેણાં પણ મારતા હતા, પરંતુ હવે લાગી રહ્યું છે કે અમારું સપનું પૂરું થઇ ગયું છે.

શૈફાલીની આ સફળતા ઉપર ટીમ ઇન્ડિયાની તેની સાથી ખેલાડીઓએ પણ અભિનંદન આપ્યા છે. મેચ દરમિયાન શૈફાલી સહુની સાથે હાથ મિલાવી રહી હતી. એટલું જ નહિ હવે તે લોકો પણ ખુશ છે, જે એક સમયે શૈફાલીને એટલા માટે મહેણાં મારતા હતા કારણ કે તે છોકરો બનીને ક્રિકેટ રમતી હતી.

રસપ્રદ વાત એ છે કે, શૈફાલીને ક્રિકેટ રમવાનો શોખ તે સમયે લાગ્યો જયારે ૨૦૧૩ માં હરિયાણામાં સચિન તેંદુલકર પોતાની છેલ્લી રણજી મેચ રમવા આવ્યા હતા. ત્યારે શૈફાલી માત્ર ૯ વર્ષની હતી. અને તે તેના પિતા સંજીવ વર્મા સાથે હરિયાણાના ચોધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડીયમમાં મેચ જોવા ગઈ હતી.

સુરતમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની જીતની પરંપરા ચાલુ રાખતા મંગળવારે ચોથી ટી-૨૦ મેચમાં દક્ષીણ આફ્રિકાને ૫૧ રનથી હરાવ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.