ઈન્ટરનેટ વગર સ્માર્ટફોનમાં રમી શકો છો આ પ્રખ્યાત ગેમ્સ જાણી લો થોડી ટેકનોલોજી

આ ડિજિટલ વર્લ્ડમાં ઈન્ટરનેટ વગર આપણને બધું અધૂરું લાગે છે. આ દિવસોમાં જે રીતે દેશમાં ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સર્વિસને ટેમ્પરરી બેન કરી દેવામાં આવી છે, લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેટ વગર યુઝર્સ ન તો સોશિયલ મીડિયાને એક્સેસ કરી શકે છે અને ન તો પોતાના મિત્રો અને ઓળખીતા સાથે વાત કરી શકે છે.

એટલું જ નહિ, ઇન્ટરનેટ વગર કોઈ પણ પ્રકારની ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસનો આનંદ નથી લઈ શકતા. એવામાં યુઝર્સને મનોરંજનનું કોઈ પણ સાધન નથી મળી રહ્યું. આજે અમે તમને એવી લોકપ્રિય ગેમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઓફલાઈન મોડમાં રમી શકો છો અને પોતાનું મનોરંજન કરી શકો છો.

Temple Run :

લગભગ 7 વર્ષ પહેલા લોન્ચ થયેલી આ ગેમ ઘણી લોકપ્રિય રહી છે. આ ગેમને 2012-13 દરમિયાન સ્માર્ટફોન યુઝર્સ રમતા હતા. આ ગેમની ખાસ વાત એ છે કે યુઝર્સ ઓનલાઇનની સાથે સાથે ઓફલાઈન મોડમાં પણ આને રમી શકે છે. હજી પણ આ ગેમ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જો તમે પણ ઈન્ટરનેટ વગર પોતાનું મનોરંજન કરવા માંગો છો, તો પોતાના સ્માર્ટફોનમાં આ ગેમને રમી શકો છો. જો કે, ગેમને ડાઉનલોડ કરવા માટે તમારે ઇન્ટરનેટની જરૂર પડશે.

Angry Birds :

Rovio દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી લોકપ્રિય ગેમને પણ તમે ઓફલાઈન મોડમાં રમી શકો છો. આ ગેમ પણ 2012-13 દરમિયાન ઘણી લોકપ્રિય રહી છે. હાલમાં જ આ ગેમનું નવું વર્ઝન લોન્ચ થયું હતું. આ ગેમને રમવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્ટ કરવાની જરૂર નથી પડતી. તમે ગેમને ઓફલાઈન પણ રમી શકો છો. જો કે, રેન્કિંગ અપડેટ કરવા માટે તમે એને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કનેક્ટ કરી શકો છો. આ ગેમને ડાઉનલોડ કરવા માટે ઈન્ટનેટ જોઈશે પછી ઓફલાઈન રમી શકાશે.

Candy Crush Saga :

આ ગેમ પણ 2013-14 દરમિયાન ઘણી લોકપ્રિય રહી છે. આ ગેમને પણ યુઝર્સ ઓફલાઈન રમી શકે છે. આ ગેમને રમવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર નથી પડતી. જો કે, એંગ્રી બર્ડની જેમ ગેમની રેંકિંગ સોશિયલ મીડિયા પર અપડેટ કરવા માટે તમારે એને ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા સાથે લિંક કરવી પડે છે. અને આ ગેમને ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટ કરવાની જરૂર પડે છે. બાકી રમવા માટે ઇન્ટરનેટની જરૂર નથી પડતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.