શિવજી સિવાય આ દેવતાઓને પણ પ્રસન્ન કરવાથી મળશે મનગમતો પ્રેમ, આવી રીતે કરો તેમને પ્રસન્ન.

ફક્ત શિવજી જ નહિ પણ આ દેવતાઓને પ્રસન્ન કરીને પણ મેળવી શકો છો મનપસંદ જીવનસાથી, જાણો કઈ રીતે. આ સંસારમાં દરેકને એક સારા જીવનસાથીની શોધ રહે છે. દરેક એવું ઈચ્છે છે કે તેને પોતાનો મનપસંદ પ્રેમ મળે. સામાન્ય રીતે જોવામાં આવે તો છોકરો કે છોકરીના લગ્ન માટે ગ્રહ-નક્ષત્ર જવાબદાર હોય છે. ઘણી વખત માણસને પોતાના મનપસંદ જીવનસાથી કે પ્રેમની પ્રાપ્તિ થઇ શકતી નથી.

જો તમે પ્રેમ સંબંધિત દેવોને પ્રસન્ન કરો છો, તો તેનાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. આજે અમે તમને થોડા એવા દેવો વિષે જાણકારી આપવાના છીએ, જેમને પ્રેમના દેવ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવાથી મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થશે. તો મનપસંદ પ્રેમ મેળવવા માટે આ દેવોને પ્રસન્ન કરો.

mahadev
mahadev shiv bholenath

ભગવાન શિવ : દેવોના દેવ મહાદેવને સૌથી ઉત્તમ દેવ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તે કોઈ વ્યક્તિ ઉપર પસન્ન થઇ જાય છે, તો તે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની જોડી સૃષ્ટિની સૌની પ્રેમાળ જોડી છે. સૌથી પહેલા પ્રેમ લગ્ન પણ શિવ અને પાર્વતીના થયા છે. જો મહિલાઓને તેમના મનપસંદ જીવનસાથીની કામના છે, તો એવી સ્થિતિમાં ભગવાન શિવજીની આરાધના જરૂર કરો. મહાશિવરાત્રી અને સોમવારના દિવસે છોકરીઓ મનપસંદ જીવનસાથી માટે ભગવાન શિવજીની પૂજા કરી શકે છે.

ભગવાન કૃષ્ણ : હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ જોવામાં આવે, તો ભગવાન શ્રીકૃષ્ણ રાસ અને રોમાન્સના દેવતા માનવામાં આવે છે. જો તમે સાચા પ્રેમની શોધમાં છો, તો તમે ભગવાન કૃષ્ણજીની આરાધના જરૂર કરો. તમે ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાધાજીની પૂજા કરો. એમ કરવાથી તમને મનપસંદ જીવનસાથી મળશે, અને તમારા લોકો વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેશે.

કામદેવ : તમે બધા લોકોએ કામદેવ વિષે તો સાંભળ્યું જ હશે. પૌરાણીક કાળની ઘણી કથાઓમાં કામદેવનો ઉલ્લેખ મળે છે. કામદેવને પ્રેમના દેવ માનવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ કામદેવ પ્રેમ અને આકર્ષણના દેવ માનવામાં આવે છે. કામદેવના લગ્ન રતી નામની દેવી સાથે થયા હતા, જે પ્રેમ અને આકર્ષણની દેવી માનવામાં આવે છે. કામદેવની સરખામણી હંમેશા ગ્રીક દેવ ઈરોજ સાથે કરવામાં આવે છે. ક્યારેક તેમને પશ્ચિમી દેશોમાં પ્રચલિત કયુપીડના રૂપમાં પણ દર્શાવવામાં આવે છે.

કામદેવને એવા દેવ માનવામાં આવે છે, જે આપણી તમામ ઇચ્છાઓ, પ્રેમ અને વાસનાના જવાબદાર હોય છે. યુવાન અને સુંદર કામદેવ ભગવાન બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે. જો તમે તેમને પ્રસન્ન કરી લો છો તો તેનાથી તમને મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થશે.

kamdev
kamdev

શુક્ર : જો જીવનમાં પ્રેમનું પુષ્પ ખીલવવું છે તો તેના માટે શુક્ર ગ્રહનું સારું હોવું ઘણું જ જરૂરી છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબુત છે, તો તમને પ્રેમમાં સફળતા મળે છે. પતિ-પત્ની, પ્રેમ સંબંધ, ભોગ વિલાસ, આનંદ વગેરેના કારક શુક્ર ગ્રહ માનવામાં આવે છે. જો શુક્ર તમારી ઉપર કુપાયમાન છે તો તેનાથી તમારું જીવન પ્રેમથી પરિપૂર્ણ રહેશે. જો તમે શુક્ર દેવની પૂજા કરો છો તો તેનાથી તમને મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થશે.

રતી : તમને જણાવી દઈએ કે રતીને પ્રજાપતિ દક્ષની દીકરી માનવામાં આવે છે. તે ભગવાન કામદેવની સહાયક છે. રતી પ્રેમ, ઈચ્છાઓ, વાસનાની દેવી માનવામાં આવે છે. જો તમારે મનપસંદ પ્રેમની કામના છે તો તમે રતીની પૂજા કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.