પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થવા પર ડાયટમાં ઉમેરો આ 7 સુપરફૂડ્સ, 99 મિનિટમાં દેખાશે અસર.

ડેન્ગ્યું એક જીવલેણ બીમારી છે. જે એડીજ મચ્છર કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યું થવા ઉપર પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા લાગે છે. માણસના શરીરમાં લોહી ઘણું જ મહત્વનું છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિમાં ઓછામાં ઓછું ૫-૬ લીટર લોહી હોય છે. આ લોહીમાં કેટલાય પદાર્થ ઉપરાંત ઘણા પ્રકારના કણો રહેલા હોય છે.

પ્લેટલેટ્સ ખાસ કરીને લોહીના ગઠ્ઠા બનાવવા વાળી કોશિકાઓ કે સેલ્સ છે. જે સતત નાશ થઇને બનતા રહે છે. તે લોહીમા ઘણી જ નાની નાની કોશિકાઓ હોય છે. તે કોશિકાઓ લોહીમાં લગભગ ૧ લાખ થી ૩ લાખ સુધી મળી આવે છે. આ પ્લેટલેટ્સનું કામ તૂટેલી ફૂટેલી રક્ત વાહિનીઓને ઠીક કરવાનું છે.

ડેન્ગ્યું તાવ સાથે સંક્રમિત વ્યક્તિની પ્લેટલેટ્સ સમય સમયે ચેક કરવી જોઈએ. પ્લેટલેટ્સની તપાસ બ્લડ ટેસ્ટના માધ્યમથી કરી શકાય છે. આવો અમે તમને જણાવીએ કે ડેન્ગ્યું ઉપર પ્લેટલેટ્સની સંખ્યા કેમ ઘટી જાય છે.

પ્લેટપેટ્સ ઓછી થવાના નુકશાન :

ડેન્ગ્યું તાવમાં પ્લેટલેટ્સ ઓછી થવાથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. ખાસ કરીને પ્લેટલેટ્સનું કામ ફ્લોટિંગ છે એટલે વહેતા લોહી ઉપર ગઠ્ઠા જામવા, જેથી લોહી વધુ ન વહે. એટલે તે શરીર માંથી લોહી વહેવાના વેગને અટકાવે છે. જો તેની સંખ્યા લોહીમાં ૩૦ હજારથી ઓછી થઇ જાય, તો શરીરની અંદર જ લોહી અન્ય માર્ગો તરફ વહેવા લાગે છે અને શરીરમાં વહેતા વહેતા આ લોહી નાક, યુરીન, અને મળ વગેરે દ્વારા બહાર આવવા લાગે છે.

ઘણી વખત તે બ્લીડીંગ શરીરના અંદરના ભાગમાં થવા લાગે છે. ઘણી વખત તમારા શરીર ઉપર વાદળી ધબ્બા પડી જાય છે, પરંતુ તમને તેના વિષે ખબર નથી હોતી, તે નિશાન પણ પ્લેટલેટ્સની ખામીને કારણે થાય છે. તે સ્થિતિ ઘણી વખત જીવલેણ પણ હોઈ શકે છે. ડેન્ગ્યું તાવમાં જો પ્લેટલેટ્સના ઘટવાથી બ્લડ પ્લેટલેટ્સ ન ચડાવવામાં આવે તો ડેન્ગ્યું સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.

આમ તો પ્લેટલેટ્સ ઓછું થવાનો અર્થ એ નથી કે તમને ડેન્ગ્યું થઇ ગયો છે, બીજા કારણોથી પણ પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે.

પ્લેટલેટ્સ ઘટવાના કારણ :

ડેન્ગ્યું મચ્છરના કરડવાથી ફેલાતી બીમારી છે. જયારે આ મચ્છર આપણા શરીરમાં કરડે છે, તો શરીરમાં વાયરસ ફેલાઈ જાય છે. તે વાયરસ પ્લેટલેટ્સના નિર્માણને અસર કરે છે. સામાન્ય રીતે આપણા શરીરમાં એક વખત પ્લેટલેટ્સનું નિર્માણ થયા પછી ૫-૧૦ દિવસ સુધી રહે છે, જયારે તેની સંખ્યા ઘટવા લાગે છે ત્યારે શરીર જરૂરીયાત મુજબ તેનું ફરી વખત નિર્માણ કરી દે છે. પરંતુ ડેન્ગ્યુંના વાયરસ પ્લેટલેટ્સ નિર્માણની ક્ષમતા ઓછી કરી દે છે.

તે ઉપરાંત ડેન્ગ્યું દરમિયાન જો લોહીમાં રહેલી પ્લેટલેટ્સ સતત નીચે જવા લાગે છે, તો તેની પૂર્તતા પણ પ્લેટલેટ્સ ચડાવીને કરવામાં આવે છે. ડેન્ગ્યું તાવ વધવાથી પ્લેટલેટ્સ ઝડપથી નીચે જાય છે, આ સ્થિતિમાં બ્લીડીંગ શરુ થઇ જાય છે અને શરીર ઉપર લાલ ચકતા પડવાના શરુ થઇ જાય છે. જો લોહીમાં પ્લેટલેટ્સનું પ્રમાણ ચાલીસ હજાર થાય છે, તો દર્દીને પ્લેટલેટ્સ ચડાવવું પડે છે. એવી સ્થિતિમાં એક દર્દીને ઓછામાં ઓછું બે યુનિટ પ્લેટલેટ્સની જરૂર પડે છે.

નીચે જતા આ બ્લડ પ્લેટલેટ્સને વધારવા માટે ડાયટમાં આ વસ્તુનો ઉમેરો કરીને તમે ફરી વખત સંપૂર્ણ સ્વસ્થ થઇ શકો છો.

લાલ ફળ અને શાકભાજી :-

ટમેટા, પ્લમ, તરબૂચ, ચેરી, વગેરે ફળ અને શાકભાજીમાં વિટામીન અને મિનરલ્સ સાથે એન્ટી ઓક્સીડેંટસ સારા પ્રમાણમાં હોય છે. તે શરીરમાં લોહી પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.

બીટ અને ગાજર :-

બીટના રસમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટસ હોય છે, જે શરીરની પ્રતિકારક શકતી વધારે છે. જો બે થી ત્રણ ચમચી બીટના રસને એક ગ્લાસ ગાજરના રસમાં ભેળવીને પીવો તો લોહી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

પપૈયું અને તેના પાંદડાનો રસ :-

શરીરમાં પ્રતિકારક શકતી વધારવા અને બ્લડ પ્લેટલેટ્સની રીકવરી માટે કે તેના પાંદડાનું જ્યુસ પણ ઘણું ફાયદાકારક છે. તમે ઈચ્છો તો પપૈયાના પાંદડાને ચાની જેમ પણ પાણીમાં ઉકાળીને પી શકો છો, તેનો સ્વાદ ગ્રીન ટી જેવો લાગશે.

નારીયેલ પાણી :

નારીયેલ પાણીમાં ઇલેકટ્રોલાઈટ્સ સારા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત તે મિનરલ્સનો પણ સારો સ્ત્રોત છે, જે શરીરમાં લોહી પ્લેટલેટ્સની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.

કોળાનો રસ :-

કોળાના અડધા ગ્લાસ જ્યુસમાં એકથી બે ચમચી મધ નાખીને દિવસમાં બે વખત લેવાથી લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા વધે છે.

ગળો :-

ગળોના જ્યુસમાં સફેદ બ્લડ સેલ્સ વધારવામાં મદદરૂપ છે. ડેન્ગ્યું દરમિયાન નિયમિત રીતે તેના સેવનથી બ્લડ પ્લેટસ વધે છે અને પ્રતિકારક શકતી મજબુત થાય છે.