આ 15 વર્ષના બાળકના ફેન છે પીએમ મોદી, મળ્યો વીરતા પુરસ્કાર અને હવે બનશે તેની ઉપર ડોકયુમેંટ્રી ફિલ્મ

આજે અમે ૧૫ વર્ષના ઇશાન શર્મા સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. આ બાળકની સૌથી ખાસ વાત એ છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના ફેન છે. ઇશાન શર્માને થોડા દિવસો પહેલા જ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે, અને હવે ઇશાન ઉપર એક ડોકયુમેંટ્રી પણ બનાવવામાં આવશે. ઇશાન શર્મા હરિયાણાના યમુના નગરના રહેવાસી છે.

થોડા દિવસો પહેલા માસ્ટર ઇશાન શર્માએ એક વિદેશી મહિલાની મદદ કરીને આખા દેશનું ગૌરવ વધાર્યું છે. ઇશાન શર્માના આ કામ માટે તેને રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. હવે રશિયાના ઘણા બધા પ્રોડ્યુસર ઇશાનની આ બહાદુરી ઉપર એક ડોકયુમેન્ટરી બનાવીને પોતાના દેશમાં રહેતા લોકોને તેની ગૌરવગાથા બતાવશે. ઈંટરનેશનલ ડીપ્લોમેટીક ક્લબના પ્રેસીડેંટ સરજે ડવેરયાનોવે સોમવારના દિવસે ઇશાનને દિલ્હીથી ઘરે પાછા આવતા પહેલા જ ફોન કર્યો અને તેની સાથે વાતચીત કરી.

ઇશાન શર્માએ ઠેક ઠેકાણે ભટકી રહેલી મહિલાની મદદ કરી અને હવે તે એક ઇન્ટરનેશનલ સેલીબ્રેટી બની ચુક્યો છે. ઇશાન શર્માએ ૨૬ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લામાં થનારા ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો, અને તે પહેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇશાન સાથે મુલાકાત કરી.

૧૫ વર્ષના ઇશાન શર્માએ દગા અને લુંટનો ભોગ બનેલી રૂસી મહિલાની મદદ કરીને અતિથી દેવો ભવઃ ને સાર્થક કર્યું છે, જેના કારણે જ આખા દેશવાસીઓને તેની ઉપર ગર્વ છે. ઇશાન શર્માએ દગાનો ભોગ બનેલી રશિયન મહિલાને પોલીસની મદદ અપાવી. પોલીસમાં ફરિયાદ કર્યા પછી પોલીસે તરત જ જરૂરી પગલા લીધા, અને ફટાફટ દગો અને લુંટ કરવા વાળા આરોપીને પકડી લીધા.

ત્યાર પછી રશિયન મહિલા કુશળતા પૂર્વક પોતાના દેશ પાછી ફરી. ઇશાનની આ બહાદુરી માટે છ દિવસ માટે રાષ્ટ્રપતિના મહેમાન બનાવીને રાખવામાં આવ્યા. ઇશાન સાથે તેમની માં રેણુકા શર્મા અને પિતા સંજીવ શર્માને પણ આ તક મળી. એક ઈન્ટરવ્યુંમાં ઇશાન શર્માએ પોતાના આ અનુભવ વિષે જણાવ્યું. ઈન્ટરવ્યું દરમિયાન ઇશાન શર્માએ જણાવ્યું કે, તેને છ દિવસ સુધી દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ દ અશોકામાં રહેવાની તક મળી. પ્રાઈમ સેરેગમીને લઈને ૨૬ જાન્યુઆરી સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ પહેલાથી નક્કી કરવામાં આવ્યો હતો.

આ એક ઘણો જ પ્રોફેશનલ શેડ્યુલ હતો. આ પહેલા ઈશાને ક્યારે પણ ન તો તેના વિષે સાંભળ્યું હતું, અને ન તો ક્યારેય જોયું હતું. આ શેડ્યુલને ફોલો કરવામાં તેને થોડી તકલીફ પણ પડી. પણ તેની સાથે બીજા પણ ૪૮ બાળકો હતા એટલા માટે બધી વસ્તુ સરળતાથી થઇ ગઈ. ઈન્ટરવ્યુંમાં ઈશાને જણાવ્યું કે, દેશની મોટી મોટી વ્યક્તિઓ સાથે મુલાકાત કરવું એક સપના જેવું હતું.

તેમણે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે, તે આ બધાને મળી પણ શકે છે. પણ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીને તેને એ શીખવા મળ્યું કે, ભલે માણસ કેટલી પણ ઉંચાઈ ઉપર કેમ ન પહોંચી જાય પણ તેના પગ જમીન ઉપર જ રહેવા જોઈએ.

ઈશાને જણાવ્યું કે, તેણે આ રશિયન મહિલાની મદદ માણસાઈ તરીકે કરી હતી. મહિલાની મદદ કરતી વખતે ઈશાને કોઈ ઇનામ અને સન્માનની ઈચ્છા રાખી ન હતી. પરંતુ તેમના આ પ્રયાસે તેને ઘણા મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. ઇશાનનું કહેવું છે કે તે ભવિષ્યમાં પણ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.