PM મોદીને ધમકી આપનારી આ ગાયિકાને જવું પડશે જેલ, વોરંટ જાહેર થયું જાણો બધી જ વિગત.

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ દુર કર્યા પછી અનેક પ્રકારના સમાચારો મીડિયા ઉપર દેશ વિદેશના આવતા રહે છે, અને ઘણા લોકો તેને સારું પગલું ગણી રહ્યા છે, તો ઘણા લોકો તેનો વિરોધ કરી રહા છે, આવો જ એક કિસ્સો હાલમાં જ મીડિયા ઉપર સામે આવ્યો છે, જેમાં પણ એક પાકિસ્તાની પોપ ગાયિકાએ પણ આ વાતનો વિરોધ વ્યક્ત કર્યો છે.

જમ્મુ-કાશ્મીર માંથી આર્ટીકલ ૩૭૦ દુર કર્યા પછી સાંપ અને મગરમચ્છ હાથમાં લઈને પીએમ મોદીને ધમકી આપીને સમાચારોમાં આવી પાકિસ્તાનની પોપ ગાયિકા રબી પીરજાદાની વિરુદ્ધ લાહોરની એક કોર્ટે શુક્રવારના રોજ ધરપકડ વોરંટ જાહેર કરી દીધું છે.

રબી પીરજાદા ઉપર જંગલી જાનવરોને પાળીને રાખવાનો આરોપ છે. દ ન્યુઝ ઈંટરનેશનલના રીપોર્ટ મુજબ, આ બાબતમાં સુનાવણી શુક્રવારના રોજ મોડલ ટાઉન કોર્ટમાં કરવામાં આવી. જે દરમિયાન ન્યાયધીશે ગાયકને કોર્ટના સમન્સની અવગણના કરવા માટે ઠપકો આપ્યો.

રવી પીરજાદા ઉપર ચાર અજગર, એક મગરમચ્છ અને પાર્લરમાં પાળેલા જાનવરો તરીકે સાંપો સહીત બીજા જંગલી જાનવરોને રાખવાનો આરોપ છે. પંજાબ વન્યજીવ સંરક્ષણ અને ઉદ્યાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં પીરજાદાનો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી હતી.

વન્યજીવ સંરક્ષણ વિભાગે ગાયક પીરજાદા વિરુદ્ધ વન્યજીવ અધિનિયમનું ઉલંધન કરવા માટે કાર્યવાહી કરી છે. તે મુજબ મગરમચ્છ, સાંપ, અજગર અને બીજા સરીસૃપોને પોતાની પાસે રાખવો પ્રતિબંધ છે.

આ ઘટના તે સમયે સામે આવી, જયારે સોશિયલ મીડિયા ઉપર પ્રકાશમાં લાવવામાં આવેલી પીરજાદાની તસ્વીરો અને વિડીયોની એક ટીવી ચેનલને પ્રસારિત કરી. ત્યાર પછી અધિકારીઓએ પીરજાદા ઉપર કાયદાની કાર્યવાહીની યોજના બનાવી, હવે કોર્ટે પીરજાદા વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે.

વિડીયોમાં ગાઈકા રબી પીરજાદા સાંપ, અજગર અને મગરમચ્છ સાથે પીએમ મોદીને ધમકી આપતા કહ્યું હતું કે હું કાશ્મીરી છોકરી મારા સાંપો સાથે એકદમ તૈયાર છું. આ બધા નરેન્દ્ર મોદી માટે છે. તમે કાશ્મીરીઓને તો હેરાન કરી રહ્યા છો ને, તો હવે નરકમાં મરવા માટે તૈયાર થઇ જાવ, મારા બધા મિત્રો શાંતિ ઈચ્છે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.