PM મોદીએ કરી ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાની અપીલ, કોરોના સામે લડવા માટે જણાવ્યું મહત્વનું પગલું

કોરોના સામે યુદ્ધના ભાગ રૂપે PM મોદીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કહ્યું, ગણાવ્યું મહત્વનું પગલું

દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના સામે લડવા માટે નવી નવી રણનીતિઓ બનાવવા સિવાય તમામ પ્રકારના અન્ય પ્રયત્ન પણ કરી રહ્યા છે. ગુરુવારે પીએમ મોદીએ એકવાર ફરી ટ્વીટર હેન્ડલ પર આરોગ્ય સેતુ સાથે જોડાયેલી ઘણી બધી ટ્વીટ કરી. પીએમ મોદી ઈચ્છે છે કે, દેશમાં વધારેમાં વધારે લોકો આ એપનો ઉપયોગ કરે જેથી કોરોના સામે લડવામાં મદદ મળે અને તેને ફેલાતા અટકાવી શકાય.

ગુરુવારે પીએમ મોદીએ આરોગ્ય સેતુ સાથે જોડાયેલી ઘણી ટ્વીટ કરી. પોતાની પહેલી ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું, ‘ફક્ત કોવિડ-19 થી ડર લાગવાથી મદદ નહિ મળે. આપણે સાવચેતી રાખવી પડશે અને આ મહામારી સામે લડવું પડશે. આરોગ્ય સેતુ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. શું તમે બધાએ તેને ડાઉનલોડ કરી છે?’

પોતાની આગળની ટ્વીટમાં આરોગ્ય સેતુની ખાસિયત જણાવતા પ્રધાનમંત્રીએ લખ્યું, ‘તે કોવિડ-19 ના પ્રસારને ટ્રેક કરે છે અને તમને જણાવે છે કે, તમારી આસપાસનું કોઈ વ્યક્તિ તેનાથી પીડિત છે. અલગ અલગ રાજ્યોના હેલ્પ-ડેસ્ક નંબરોને પણ સૂચિબદ્ધ કરે છે. કોરોના વાયરસ સામે લડવા માટે ટેક્નોલોજીનો આ શાનદાર ઉપયોગ છે.’

પોતાની આગળની ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું, ‘આવું કરવું ઘણું જરૂરી છે. યાદ રાખો, જયારે તમારી આસપાસના વધારે લોકો આને ડાઉનલોડ કરે છે, તો આરોગ્ય સેતુ વધારે પ્રભાવી થાય છે. મને આશા છે કે તમે બધા પોતાના પરિવારના સભ્યો અને મિત્રોને આ એપને ડાઉનલોડ કરવાનો આગ્રહ કરશો.’

બુધવારે કરી હતી એપ ડાઉનલોડ કરવાની અપીલ :

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે, તે પોતાના મોબાઈલમાં ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઈમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

પીએમ મોદીએ બુધવારે ટ્વીટર પર લખ્યું હતું, ‘ટેક્નોલોજીની મદદથી તે આપણને મહત્વની જાણકારી ઉપલબ્ધ કરાવશે. આ એપનો જેટલા વધારે લોકો ઉપયોગ કરશે, તે એટલી જ પ્રભાવી બનશે. હું તમને બધાને આને ડાઉનલોડ કરવાનો આગ્રહ કરું છું.’ પ્રધાનમંત્રીએ પોતાની ટ્વીટમાં આ એપની લિંક પણ શેયર કરી હતી, જેથી લોકો તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.