પોતાના જે બાળકને બચાવતા કોમામાં ગઈ હતી માતા, તેને 27 વર્ષ પછી હોશ આવતા સૌથી પહેલા બોલી.

દીકરાને બચવવા માટે ઘાયલ થઇ હતી સંયુક્ત અરબ અમીરાતની મુનીરા, ઘણા કલાકો સુધી ન મળી શકી સારવાર પછી શું થયું વાંચો આ લેખ.

આ લેખ પૂરે પૂરો વાંચશો તો 100% કે તમે શેયર કરી પોતાની માતાને મનોમન એક નમસ્કાર જરૂર કરશો.

૨૭ વર્ષ પહેલા રોડ અકસ્માત પછી કોમામાં જાતી રહેલી મહિલા ભાનમાં આવી છે. કિસ્સો સંયુક્ત અરબ અમીરાતની મુનીરા અબ્દુલ્લાનો છે. ૧૯૯૧ માં તે દીકરા ઉમર વેબરને સ્કુલ લેવા ગઈ હતી. ત્યારે મુનીરાની ઉંમર ૩૨ વર્ષ હતી અને કારની પાછળની સીટ ઉપર દીકરા સાથે બેઠી હતી. બસે કારને ટક્કર મારી તો મુનીરાએ દીકરાને છાતી સાથે ચાંપી દીધો. અકસ્માતને કારણે દીકરાને સામાન્ય ઈજા થઇ પરંતુ મુનીરા ઘાયલ થયા પછી કોમામાં જતી રહી.

ન છોડી આશા, વિશ્વાસ હતો ભાનમાં આવશે માં :-

1. ઘટનાના ૨૭ વર્ષ પછી મુનીરા ભાનમાં આવી છે. દીકરા ઉમરે એક સમાચાર પત્રને આ ઘટનાક્રમની સંપૂર્ણ કહાની જણાવી છે. ઉમરના જણાવ્યા મુજબ અકસ્માત થતો જોઈ તેમણે મને ગળે લગાવી લીધો હતો. તેને કારણે મને માથા ઉપર સામાન્ય ઈજા થઇ હતી પરંતુ માં ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી.

2. ઘણા કલાકો સુધી તેને સારવાર ન મળી શકી. ઘણા કલાકો પછી મુનીરાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાંથી તેને સીધા લંડન મોકલી દેવામાં આવી. ડોકટરે જણાવ્યું આ માત્ર દુ:ખાવાનો અનુભવ કરી શકે છે પરંતુ કોઈ પ્રતિક્રિયા નથી આપી શકતી. ઉમર કહે છે હું આ કહાની એટલા માટે તાજી કરું છે. “જેથી લોકો ક્યારેય આવી ઘટના પછી આશા છોડી ન દે”. લોકોને જણાવવા માગું છું કે કોઈ સ્નેહીના કોમામાં જવાથી તેને મરી ગયેલા છે એવું ન સમજો.”

3. પછી સારવાર માટે તેને ઘણા શહેરો અલ-રેન લાવવામાં આવ્યા અને વર્ષોથી સારવાર કરવામાં આવી રહી છે. ઘણા વર્ષો સુધી તેને નળીની મદદથી ખાવાનું ખવડાવવામાં આવતું હતું. સતત પથારી ઉપર પડ્યા રહેવાથી માંસપેશી નબળી ન પડી જાય એટલા માટે ફીઝીયોથેરાપી પણ આપવામાં આવતી હતી.

અબુ ધાનીની ક્રાઉન પ્રિંસ કોર્ટએ ૨૦૧૭ માં તેને સરકારી મદદ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી મુનીરાને સારવાર માટે જર્મની લઇ જવામાં આવી.

4. જર્મનીમાં હાથ પગની માંસપેશીઓને સુધારવા માટે ઘણા પ્રકારની સર્જરી કરવામાં આવી. કોમા માંથી બહાર લાવવા માટે દવાઓ આપવામાં આવી. ઉમર જણાવે છે લગભગ ૧ વર્ષ પછી હોસ્પિટલમાં તેમની કોઈ સાથે ગુસ્સામાં બોલાચાલી થઇ ગઈ. જેના અવાજે માંને હલચલ માટે અંદરથી પ્રેરિત કરી. તેને લાગ્યું કે હું કોઈ મુશ્કેલીમાં છું, વિચિત્ર એવો અવાજ કરી રહી હતી. ડોકટરોએ તપાસ કરી તો જણાવ્યું કે બધું ઠીક છે.

5. ઉમર જણાવે છે લગભગ ત્રણ દિવસ પછી હું બાજુમાં સુઈ રહ્યો હતો ત્યારે તેમણે મારું નામ લીધું. મુનીરા હવે વાતચીત કરવામાં સમર્થ છે અને અબુ ધામી પાછી ફરી ગઈ છે. તેમને ફીઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. માંસપેશીઓ સંકોચાઈ ન જાય તેના માટે સારવાર આપવામાં આવી રહી છે.

હિન્દુ હોઈએ કે મુસ્લિમ બધી માં તેના દીકરા માટે સમાન જ હોય. એક માં જે પોતાના દીકરા માટે કોમમાં ગઈ અને એના માટે પાછી ફરી. એ પણ ૨૭ વર્ષ પછી “માં તે માં, બીજા બધા વગડાના વા”, બીજી પણ આવી પંક્તિ જો તમને યાદ આવતી હોય, જે “માં વિષે” હોય તો કોમેન્ટ અવશ્ય કરો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.