મહિલા ને ભિખારી સમજીને પોલીસે પકડી.. જયારે સત્ય સામે આવ્યું તો પોલીસવાળા રડવા લાગ્યા

કોઈપણ માણસની રહેણી-કરણીને જોઇને તેના વિષે ચોક્કસ અંદાજો લગાવી નથી શકાતો. તેના વિષે કાંઈપણ કહેતા પહેલા તેના વિષે જાણકારી મેળવી લેવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે જે આપણે જોઈએ છીએ તે હકીકતમાં હોતું નથી. અને જે હોય છે તે દેખાતું નથી. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં અમુક લોકોએ એક મહિલાને ભિખારી સમજી લીધી. પણ જયારે મહિલાનું સત્ય સામે આવ્યું તો લોકોની આંખમાંથી આંસુ આવી ગયા.

આ ઘટના નોએડાની છે. જ્યાં પોલીસ એક શહેર માંથી ભીખારીઓને દુર કરી રહી હતી. તેમાંથી એક મોટી ઉંમરની મહિલા પણ હતી. પરંતુ જયારે પોલીસે મહિલાનું સત્ય જાણ્યું તો દંગ રહી ગયા. કેમ કે જ્યારે મહિલાનું ચેકિંગ કરવામાં આવ્યું તો તેની પાસે બે લાખ રૂપિયા સહીત ઘરેણા પણ મળી આવ્યા. એટલું બધું મળવાથી તે પોલીસના કબજામાં આવી ગઈ. પોલીસ મહિલાની માહિતી મેળવવામાં લાગી ગઈ. તો મહિલાએ પોલીસને જણાવ્યું કે તેમના દીકરાઓએ ચાલાકીથી સહી કરાવીને તેની જમીન વેચી દીધી છે.

અડધી અડધી વહેંચણી કરીને તેને ઘર માંથી કાઢી મૂકી છે. જયારે તેને કોઈ સહારો ન જોવા મળ્યો તો તે રોડ ઉપર ભીખ માંગવા લાગી. અને પોલીસે જાણકારી મેળવી તો બીજી પણ ચોંકાવનારી માહિતી સામે આવી. કેમ કે મહિલાના નામ ઉપર બીજી પણ ઘણી સંપત્તિઓ હતી.

પરંતુ પોલીસે જયારે મહિલાનું સત્ય જાણ્યું તો દંગ રહી ગયા. કેમ કે જે મહિલાનું ચેકિંગ કરવામાં આવ્યું તો તેમની પાસે બે લાખ રૂપિયા સહીત ઘરેણા પણ મળી આવ્યા હતા. એટલું બધું મળ્યા પછી તે પોલીસે કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે આવા પણ દીકરા હોય છે. જે બધું જ હોવા છતાં પણ પોતાની માં ને રોડ ઉપર ભીખ માંગવા માટે છોડી દે છે. તે મહિલાએ પોલીસની મદદ માંગી છે કે તે તેનું બેંકમાં ખાતું ખોલાવી દે અને તેના પૈસા જમા કરાવી દે. તેમ છતાં પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આજનો કળિયુગનો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે, કે પોતાના સગા પણ પોતાના નથી રહ્યા. અને તે પણ સ્વાર્થ પૂરતા જ સંબંધ રાખતા જોવા મળી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ માહિતી દસ્તક ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.