પોલીસ ઓફિસરે મહિલા સાથે કર્યો ગોવિંદાના ગીત પર ડાન્સ, સોશિયલ મીડિયા પર થઈ બબાલ

પાકિસ્તાનના પંજાબમાં કંઈક એવું થયું જેણે દરેક વ્યક્તિને ચકિત કરી દીધા. એક પોલીસ ઓફિસરને છોકરી સાથે ડાંસ કરતા જોવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો હતો. આ પોલીસ ઓફિસરનું નામ અરશદ જણાવવામાં આવી રહ્યું છે. અહીં સુધી કે સમાચાર પત્ર ‘ધ ટ્રીબ્યુન (The Tribune)’ ની વેબસાઈટે જણાવ્યું, કે તે પાકપટનના કલયાના પોલીસ સ્ટેશનના એસએચઓ છે, જે મહિલા સાથે બોલીવુડના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે પોલીસ યુનિફોર્મમાં છે અને મહિલાએ લાલ ટ્રાઉઝર સાથે ગ્રે ટોપ પહેર્યુ છે. બંને જણા ગોવિંદાની ફિલ્મના ગીત ‘કિસી ડિસ્કો મેં જાયે’ પર ડાન્સ કરી રહ્યા છે.

વિડીયો વાયરલ થતા જ એના સમાચાર લોકલ ન્યુઝ ચેનલ પર આવી ગયા. ત્યારબાદ એ પોલીસ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, અને તપાસના આદેશ આપવામાં આવ્યા. પણ આ વિડીયો પાછળની વાર્તા અલગ છે. ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સમયે પોલીસ ઓફિસરનો યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ શહજાદે જણાવ્યું કે તે કોઈ પોલીસ ઓફિસર નથી પણ સ્ટેજ આર્ટિસ્ટ છે અને તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

પાકિસ્તાન ટૂડે સાથે વાત કરતા શહજાદે જણાવ્યું, હું કોઈ પોલીસ ઈન્સપેકર નથી પણ સ્ટેજ આર્ટિસ્ટ છું. મારુ નામ અરશદ નહિ પણ શહજાદ છે. પોલીસ યુનિફોર્મમાં ગીત પર રિહર્સલ કરી રહ્યો હતો. આ વિડીયો મારા મોબાઈલ ફોનમાં સેવ હતો. આ વીડિયોને મારા ભત્રીજાએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.

ઘણી ન્યુઝ ચેનલ વાળા કહી રહ્યા છે કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ હકીકતમાં પાકપટનના કલયાના પોલીસ સ્ટેશનના ડીપીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’ નો અનિલ કપૂરનો ડાયલોગ બોલતા જોવા મળ્યા હતા. પરંતુ એ દરમ્યાન આ વિડીયો વાયરલ થઈ ગયો. જેને આ મુદ્દા સાથે જોડીને ઘણો વાયરલ કરી દેવામાં આવ્યો.