આ પોલીસવાળા રેસ્ટોરેન્ટમાં જમવા ગયા, પછી બિલ ચુકવણી વખતે જે થયું એ જાણવા જેવું છે

થોડા દિવસ પહેલા કોઈએ પોસ્ટ લખી હતી…

તમે પોલીસ પર પથ્થર વરસાવીને જીતી નહિ શકો,

અમે ફૂલોનો વરસાદ કરીને જંગ જીતી લેશું.

અને આજે Shiv Pahal ની વોલ પર આ વાંચી….

CAA ના પ્રદર્શનો વચ્ચે મુરાદાબાદ શહેરની શાંતિ વ્યવસ્થા ભંગ ન થઈ શકે, એના માટે અમે બધા પોલીસવાળા સવારથી જ દરેક સર્કલ પર હાજર હતા. સવારથી સતત ડ્યુટી કરતા કરતા ધીરે ધીરે દિવસ ઢળવા લાગ્યો. સાંજ થતા થતા મને અને મારા સાથીઓને થોડી ભૂખ પણ લાગી હતી, તો મેં સુશીલ સિંહ રાઠૌર અને મારા બે સાથી (SI ગૌરવ શુક્લ અને SI વિજય પાન્ડેય) ડ્યુટી પોઇન્ટની સામે એક રેસ્ટોરન્ટમાં ગયા અને ભૂખના હિસાબે થોડું હળવું ખાવાનું ઓર્ડર કર્યું.

અમારી પાસેના ટેબલ પર એક ફેમેલી બેઠી હતી. અમારું ઓર્ડર કરેલું ખાવાનું આવ્યું અને હું મારા સાથીઓ સાથે ખાવા લાગ્યો. એ દરમિયાન અમારી બાજુ વાળા ટેબલ પર બેસેલું ફેમેલી પોતાનું ખાવાનું પૂરું કરીને બિલ ચૂકવીને ચાલ્યું ગયું અને અમે લોકોએ એમના પર ધ્યાન પણ ન આપ્યું અને ન તો એમની સાથે કોઈ હાઈ હેલો થઈ.

અમે લોકોએ અમારું ખાવાનું પૂરું કર્યું અને વેટર પાસે બિલ મંગાવ્યું. વેટર જયારે બિલ લેવા ગયો તો ત્યાંથી એની સાથે રેસ્ટોરેંટના મેનેજર પોતે ચાલીને આવ્યા અને અમને લોકોને કહ્યું ,’સર તમારું બિલ પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે.’ આ સાંભળીને અમે લોકો ઘણા આશ્ચર્ય ચકિત થયા, અમે કહ્યું, ‘ભાઈ હજી અમે પેમેન્ટ કર્યું જ નથી તો આ કઈ રીતે થઈ ગયું?’ સાથે જ મિત્ર ગૌરવ શુક્લ અને વિજય પાન્ડેયે નારાજગી ભરેલા ભાવથી કહ્યું, ‘એમ કઈ રીતે કોઈ પણ અજાણ્યું અમારું પેમેન્ટ આપીને જતું રહ્યું? તમારે અમને તો પૂછવું જોઈતું હતું.”

તો મેનેજર બોલ્યા, ‘સર, તમારી પાસે જે ફેમેલી બેઠું હતું એમણે તમારું બિલ પેમેન્ટ કરી દીધું છે, અને સાથે જ તમારા માટે એક મેસેજ છોડ્યો છે, જે જયારે આ લોકો અમારી સુરક્ષા માટે પોતાનો ઘર પરિવાર છોડીને દિવસ રાત અમારા માટે ઉભા રહે છે, તો એમના પ્રત્યે આપણું પણ કોઈ કર્તવ્ય બને છે.’ આ સાંભળીને આખા શરીરના રુંવાટા ઉભા થઈ ગયા અને મનમાં અલગ પ્રકારની ભાવના જાગવા લાગી.

યાર, કોઈ અજાણ્યાથી આજે પહેલી વાર આટલું સમ્માન મળ્યું. અમે લોકો તરત ભાગીને રેસ્ટોરંટની બહાર આવ્યા કે કદાચ તે ફેમેલી અમને મળી જાય અને અમે એમના આ પ્રેમ માટે આભાર માની શકીએ, પણ અફસોસ કે તે ફેમેલી ત્યાંથી જઈ ચૂક્યું હતું અને અમે એમને મળી પણ ન શકયા.

પોલીસ પ્રત્યે જનતાના આવા વિશ્વાસ અને પ્રેમને કારણે અમે પોલીસવાળા પોષની ઠંડી રાતોમાં, જેઠની તપતી બપોરમાં અને મુસળધાર વરસાદમાં પણ એમની સુરક્ષામાં પોતાનું બધું છોડીને હંમેશા તત્પર રહીએ છીએ.

એ ફેમેલીને તો નહિ મળી શક્યા પણ જયારે અમે લોકો પોતાનો ફોટો પાડી રહ્યા હતા, તો એ પરિવારના એક સભ્ય પણ એ ફોટામાં આવી ગયા, જે આ લેખમાં મુક્યો છે.

– સુશીલ સિંહ રાઠૌર (સબ ઈન્સ્પેકટર) મુરાદાબાદ

દિવસ : 21-12-2019

સમય : લગભગ 5 વાગ્યે

સ્થાન : પીળી કોઠી, સિવિલ લાઈન્સ (મુરાદાબાદ)

Shiv Pahal ની વોલ પરની પોસ્ટનું સંપાદન.