પોલીસ સ્ટેશનમાં વારંવાર પાણી પી રહી હતી મહિલા, કન્ફ્યુજ પોલીસે કરાવ્યું X-ray પછી ચોંકકી ગયા.

કોતવાલી પોલીસે સોમવારે આંતરરાષ્ટીય ચેન સ્કેનીંગ ગેંગને પકડી ખુલાસો કર્યો. ગેંગની મહિલા સભ્યે એક પછી બે ગુના પાર પડ્યા. તેની વચ્ચે આ ગેંગ પોલીસના ધ્યાનમાં આવી ગઈ અને તેમણે પીછો કરી તેને પકડ્યા. પોતાને પોલીસથી ઘેરાયેલા જોઇને ગેંગમાં રહેલી એક મહિલાએ ચોરેલી ચેન ગળી લીધી.

પોલીસે જયારે તેમની પુછપરછ કરવામાં આવી તો મહિલા અને તેના ત્રણ સાથીદારોએ કોઇપણ પ્રકારની ઘટનાનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. તેવામાં પોલીસ પણ પોતાને નબળા અનુભવવા લાગ્યા, તેની વચ્ચે ચેન ગળવાવાળી મહિલા વારંવાર પાણી પી રહી હતી. તે જોઈને પોલીસ દ્વિધામાં હતી કે આટલું પાણી તો કોઈ પીતું હશે. ત્યારે જમાદારે કહ્યું – એક કામ કરો મહિલાનો એક્સ-રે કરાવો. પોલીસે મહિલાનો એક્સ-રે કરાવ્યો તો રીપોર્ટ જોઇને દરેકે માથું પકડી લીધું.

મહિલાનો એક્સ-રે કરાવ્યો તો ચેન તેના પેટમાં જોવા મળી. આ તે ગેંગ છે, જેણે છેલ્લા છ મહિના પહેલા સપ્ટેમ્બર ૨૦૧૮માં જીલ્લામાં એક જ દિવસમાં ત્રણ સ્થળે ચેન સ્કેનીંગના ગુના કર્યા હતા. મહિલાને દવાખાનામાં જ દાખલ કરી પોલીસની દેખરેખમાં રાખવામાં આવી છે. તે એક મહિલા સહીત તેના બે પુરુષ સાથીઓની ધરપકડ કરી પુછપરછ ચાલુ છે. આ ગેંગ કાર દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મહિલાઓની નજર ચૂકવી ચેન સ્કેનીગના ગુના પાર પડતા હતા. ગુના પછી કાર દ્વારા અડધા કલાકમાં જ જીલ્લાની સરહદ માંથી બહાર નીકળી જતા હતા.

ચેન સામાન્ય રીતે કાઢવી મુશ્કેલ, ઓપરેશન જ કરવું પડશે :-

ગુનાને પાર પડ્યા પછી મહિલાના ચેન ગળવાની પુષ્ટિ રીપોર્ટ પછી સામે આવી ગઈ છે. હવે મોટો પ્રશ્ન એ છે કે તેના પેટમાં પડેલી ચેન કેવી રીતે કાઢવી. આ સંબંધમાં અમે હોસ્પિટલના સર્જન સાથે વાત કરી તો પોલીસ કેસ હોવાથી પોતાનું નામ બહાર ન પાડવાની શરત ઉપર જણાવ્યું કે આ પ્રકારની ઘટનામાં પહેલો પ્રયાસ સામાન્ય પ્રક્રિયાથી મળ દ્વારા ચેનને બહાર કાઢવાનું રહે છે અને હાલમાં એ ચાલી રહ્યું છે. ત્યાર પછી પણ ચેન ન મળે તો ઓપરેશન કરીને ચેન કાઢવાનો જ વિકલ્પ રહેશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે.

આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.