પોલીસે પોપટને ગિરફ્તાર કર્યો, જાણો કેમ?

પોલીસ જયારે ડ્રગ હેરાફેરી કરવા વાળા વિસ્તારમાં પહોચતી હતી, તે પોલીસ-પોલીસની બુમો પાડવા લાગતો હતો
બ્રાઝીલીયા, ઉત્તર બ્રાઝીલમાં પોલીસે એક એવો પોપટ પકડ્યો છે, જે હેરાફેરી કરવા વાળાને એલર્ટ કરી દેતો હતો. પોલીસ જયારે તે વિસ્તારમાં પહોચતી હતી, તે પોલીસ-પીલીસ કહી બુમો પાડવા લાગતો હતો. બધા લોકો ચકિત ત્યારે રહી ગયા, જયારે પોલીસની ટીમ અથાગ પ્રયાસ કરવા છતાં પણ પોતાનું મોઢું પણ ન ખોલ્યુ.

આ વખતે પોપટનો પ્રયાસ સફળ ન થયો :-

૧. પોલીસની એક ટીમે બે દિવસ પહેલા પિયાઉ સ્ટેટમાં ડ્રગ હેરાફેરીના સ્થળ ઉપર દરોડો પડ્યો હતો. આ વખતે પણ પોપટ પોતાના માલિકને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સફળ ન થયો. પોલીસે બે વ્યક્તિઓ સાથે તેની પણ ધરપકડ કરી લીધી.

૨. લોકોએ કહ્યું – ઘણો જ આજ્ઞાકારી છે

પોલીસના એક ઓફિસરે જણાવ્યું કે જેવી પોલીસ નજીક પહોચી, પોપટે બુમો પાડવાનું શરુ કરી દીધું. અમે સમજી ગયા કે તે એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે સફળ ન થઇ શક્યો.

બ્રાઝીલના એક પત્રકારે જણાવ્યું કે હું તેના વર્તનથી ચકિત થયો. તે ઘણો આજ્ઞાકારી છે. માત્ર પોતાના માલિકનું સાંભળે છે. પોલીસે દરેક રીતે તેને બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચુપચાપ બેઠો રહે છે. પશુ પક્ષીઓના એક સ્થાનિક ડોક્ટર એલેકઝાન્ડર ક્લાર્ક એ પણ એ વાતની પુષ્ટિ કરી કે પોપટ તપાસમાં સહયોગ નહોતો આપી રહ્યો.

પોપટને ઝૂ મોકલ્યો

બ્રાઝીલ ટીવી ચેનલ ગ્લોબોએ જણાવ્યું કે પોપટને એક સ્થાનિક પ્રાણીસંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યાં તે ૩ મહિના સુધી રહેશે, જ્યાંથી તેને ઉડતા શીખવવામાં આવશે. ત્યાર પછી પોપટને મુક્ત કરી દેવામાં આવશે.

બ્રાઝીલમાં આ કોઈ પહેલો બનાવ નથી જયારે ડ્રગ હેરાફેરીમાં જાનવરોનો ઉપયોગ કર્યો છે. આમ તો ડ્રગ હેરાફેરીમાં મોટાભાગે સરીસૃપોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે કેટલીક વાર પક્ષીનો ઉપયોગ થાય છે,

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.