બોલીવુડમાં કલાકારોની કમી નથી. અહિયાં એકથી એક ટેલેંટેડ કલાકારો છે. થોડા કલાકારો એવા છે જેની પોપ્યુલારીટી જેવી પહેલા હતી તેવી જ આજે પણ જળવાયેલી છે. જેમ કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમીર ખાન આ બોલીવુડના એવા ખાન છે, જેમની ફિલ્મો જોવા માટે પહેલા પણ દર્શકોની ભીડ લાગતી હતી અને આજે પણ લાગે છે. આજે અમે એમાંથી એક ખાનની વાત કરવા જઈ રહ્યા છીએ. આજના આ આર્ટીકલમાં અમે વાત કરીશું બોલીવુડના દબંગ ખાન એટલે સલમાન ખાનની. સલમાન ખાન બોલીવુડમાં એકમાત્ર એવા અભિનેતા છે જે આજના સમયમાં કોઈ ને કોઈ કારણોથી મીડિયાના સમાચારોમાં જળવાયેલા રહે છે.
મદદ માટે રહે છે આગળ :
જેમ કે આપણે બધા જાણીએ છીએ સલમાનને ગુસ્સો ઘણો જલ્દી આવે છે. તેવામાં મોટા ભાગે તે પોતાના ગુસ્સાને કારણે મીડિયાના સમાચારોમાં રહે છે. તેમનો ગુસ્સો કોઈનાથી છુપાયેલો નથી. સલમાનના ગુસ્સાથી દરેક માહિતગાર છે. ક્યારે તેનો ગુસ્સો કોની ઉપર તૂટી પડે કાંઈ કહી નથી શકાતું. સલમાન ખાન પોતાનો ગુસ્સો બોલીવુડના જાણીતા કલાકારો ઉપર પણ ઉતારી ચુક્યા છે.
તેમના ગુસ્સાનો શિકાર અનુરાગ કશ્યપ, અરિજિત સિંહ, વિવેક ઓબેરોય, ઋષિ કપૂર અને રેણુકા શહાણે જેવા કલાકારો રહી ચુક્યા છે. પરંતુ એ વાતને પણ નકારી નથી શકાતી કે સલમાન બોલીવુડના એકમાત્ર એવા કલાકાર છે જે લોકોની મદદ માટે હંમેશા સૌથી આગળ રહે છે. તે હંમેશા જુરુરિયાતમંદ લોકોની મદદ કરે છે. પણ દરેકની મદદ કરવી તો શક્ય નથી. પરંતુ છતાંપણ પ્રયત્ન એવા રહે છે કે કોઈ તેના દરવાજાથી ખાલી હાથે પાછા ન ફરે.
ઘણાના અટકેલા કામ પાર પાડ્યા :
સલમાનને કારણે જ આજે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ કામ કરી રહી છે, અને ઘણા તો સુપરસ્ટાર બની ગયા છે. સલમાનની ઉદારતાનું સૌથી મોટુ ઉદાહરણ છે અભિનેત્રી કેટરીના કેફ. કેટરીનાને સલમાને પોતાની ફિલ્મમાં બ્રેક આપીને રાતો રાત ફેમસ બનાવી દીધી હતી, અને આજે આ ઇન્ડસ્ટ્રીની નંબર ૧ હિરોઈન છે.
આ લીસ્ટમાં એક બીજી અભિનેત્રી આવે છે જે ઘણી ગરીબ પરિવાર માંથી હતી, અને એક સમયમાં તે સલમાનના ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર પણ રહી ચુકી છે. પરંતુ સલમાનની નજર જયારે આ છોકરી ઉપર પડી તો તેમણે તેને રાતો રાત ઓળખાણ અપાવી દીધી. શું તમે જાણો છો અમે કોની વાત કરી રહ્યા છીએ?
ઘણી જ ગરીબ પરિવાર માંથી આવી હતી ડેઝી :
અમે વાત કરી થયા છીએ બોલીવુડની જાણીતી અભિનેત્રી ડેઝી શાહની. ખાસ કરીને ફિલ્મ ‘તેરે નામ’ નામના ગીત ‘લગન લગી’ માં ડેઝી બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. પરંતુ જેવી સલમાનની નજર તેની ઉપર પડી કે ડેઝીનું જીવન બદલાઈ ગયું. સલમાનએ તેને પોતાની સાથે ફિલ્મ ‘જય હો’ માં ખાસ કરીને મુખ્ય કલાકાર તરીકે કાસ્ટ કરી.
ઘણા લોકોને ખબર નહિ હોય કે ડેઝી શાહ ઘણા જ ગરીબ પિરવાર માંથી આવતી હતી, અને તેના પિતા ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. હાલમાં જ ડેઝી સલમાન સાથે ફિલ્મ ‘રેસ ૩’ માં જોવા મળી હતી. ડેઝી આજે પણ સલમાનનો એ ઉપકાર નથી ભૂલી અને કદાચ જ ક્યારેય ભૂલી શકશે. તે મીડિયામાં ઘણી વખત કહી ચુકી છે કે જો સલમાન ન હોત તો તે આ ઇન્ડસ્ટ્રીમાં ન હોત. સલમાનએ ડેઝી શાહ, કેટરીના કેફ, સ્નેહા ઉલ્લાલ અને ઝરીન ખાન જેવી ઘણી અભિનેત્રીઓને લોન્ચ કરી છે.