અહીં ગરીબો માટે ભરાય છે વરવધૂનું બજાર, 150 રૂપિયા આપો અને મનપસંદ કન્યા સાથે લઇ જાવ

આજના સમયમાં સામાન્ય લોકોને પોતાના દીકરાઓ માટે કન્યા પસંદ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. તો આજે અમે તમને તેની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવવાના છીએ. એને જાણીને તમે નવાઈ પામી જશો કે આવું પણ હોય છે દુનિયામાં. તો આવો જાણીએ એના વિષે.

તમે દુનિયાભરમાં જાત જાતના બજાર જોયા હશે અને તેના વિષે સાભળ્યું હશે. પરંતુ ક્યારેય તમે એવા બજાર વિષે સાંભળ્યું છે, કે જ્યાં માત્ર વરવધુ વેચવામાં આવે છે. જો નથી સાંભળ્યું તો આજે અમે એવા જ એક માર્કેટ વિષે જણાવીશું. જ્યાં લોકો પોતાની પસંદગીની વરવધુ ખરીદવા માટે આવે છે. એ કોઈ ગેરકાયદેસર કામ નથી પરંતુ બધું જ કાયદેસર રીતે જ થાય છે.

કદાચ તમને વિશ્વાસ ન થતો હોય, પરંતુ યુરોપીય દેશ બુલ્ગારિયામાં એક માર્કેટ માત્ર વરવધુના વેચાણ માટે પ્રસિદ્ધ છે. જ્યાં વરવધુનું વેચાણ કાયદેસર માનવામાં આવે છે. બુલ્ગારિયાની સ્ટારા જાગોર નામની જગ્યા ઉપર ત્રણ વર્ષમાં એક વખત વરવધુનું બજાર ભરાય છે.

અહિયાં આવીને વરરાજા પોતાની પસંદગીની વરવધુ ખરીદીને તેને પોતાની પત્ની બનાવી શકે છે. ખાસ કરીને આ માર્કેટ એવા ગરીબ પરિવારો દ્વારા લગાવવામાં આવે છે, જેમની આર્થિક સ્થિતિ એવી નથી કે દીકરીના લગ્નનો ખર્ચ ઉપાડી શકે. આ માર્કેટમાં છોકરીઓને વરવધુના પોશાકમાં શણગારીને લઇ જવામાં આવે છે. વેચાતી વરવધુમાં લગભગ દરેક ઉંમરની છોકરીઓ અને મહિલાઓ રહેલી હોય છે.

વરવધુ ખરીદવા માટે હંમેશા છોકરા સાથે તેના પરિવાર વાળા પણ આ માર્કેટમાં આવે છે. વરરાજા પહેલા પોતાની મનપસંદ છોકરી પસંદ કરે છે, અને પછી તેને તેની સાથે વાત કરવાની તક આપવામાં આવે છે. છોકરી પસંદ આવે એટલે છોકરો તેને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. ત્યાર પછી છોકરો, છોકરીના પરિવાર વાળાને નક્કી કરેલી રકમ આપે છે. આ રકમ ૧૦૦ કે ૧૫૦ રૂપિયા જ હોય છે.

જો કે આ રીતના કોઈ બજાર ભારતમાં નથી. પણ જો ભારતમાં એવું થાય તો ઘણા બધા કુંવારા છોકરાઓ જેમને પ્રયત્નો કરવા છતાં પણ લગ્ન માટે છોકરી નથી મળતી, તેઓના અધૂરા સપના પુરા થઇ જશે. આ દેશની સરકાર ફક્ત ગરીબ ઘરની દીકરીઓ માટે જ આ રીતની પરવાનગી આપે છે.

આ માહિતી પત્રિકા, અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.