છેલ્લા 97 વર્ષોથી નથી વધી મધ્ય પ્રદેશના આ ગામની વસ્તી, કારણ ખુબ રસપ્રદ છે

મધ્ય પ્રદેશના બેતુલ જીલ્લા પાસે એક એવું ગામ આવેલું છે, જેમાં રહેતા લોકોએ ૯૭ વર્ષોથી પોતાની વસ્તીને નિયંત્રણમાં રાખી છે. તમને પણ આ વાંચીને આશ્ચર્ય થયું હશે કે, જ્યાં એક તરફ સતત દેશની વસ્તી વધતી જાય છે, તેમાં એક ગામ એવું પણ છે જ્યાં છેલ્લા ૯૭ વર્ષોથી વસ્તી એક સરખી જ છે. તમારા માટે પણ આ વાત પર વિશ્વાસ કરવો સરળ નહિ હોય, પરંતુ આ સત્ય છે. મધ્ય પ્રદેશના વેતુલ જીલ્લા પાસે આવેલા ધનોરા ગામમાં છેલ્લા ૯૭ વર્ષોથી વસ્તી ૧૭૦૦ જ છે.

જેવી રીતે આ ગામના લોકોએ વસ્તીને નિયંત્રણમાં રાખી છે તેની ઉપર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. પરંતુ તેની પાછળ એક સ્ટોરી છે. સ્થાનિક રહેવાસી એસ. કે. મહોબયાએ જણાવ્યું કે, ૧૯૨૨ માં કોંગ્રેસે ગામમાં બેઠક કરી હતી. ઘણા અધિકારી આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં કસ્તુરબા ગાંધી પણ હાજર હતા.

નાનું કુટુંબ સુખી કુટુંબનું સુત્ર :

તેમણે જ નાનું કુટુંબ સુખી કુટુંબનું સુત્ર આપ્યું હતું. તેમના આ સુત્રથી ગામ વાળા ઘણા પ્રભાવિત થયા. તેમણે આ સુત્રને તરત અપનાવી લીધું. ગામના વડીલોના જણાવ્યા મુજબ, તેમના આ સંદેશને ગામના તમામ લોકોએ એટલી સારી રીતે અપનાવી લીધો કે, દરેક કુટુંબે કુટુંબ નિયોજનની યોજનાને અપનાવી. તેમાં પણ સૌથી સારી વાત એ છે કે, ગામ વાળાએ એ વાતને સમજી કે છોકરી અને છોકરામાં કોઈ અંતર નથી હોતું.

કોઈ પણ કુટુંબને બે કે વધુ બાળકો નથી :

સ્થાનિક પત્રકાર મયંક ભારજવાએ જણાવ્યું કે, અહિયા કોઈ પણ કુટુંબને બે થી વધુ બાળકો નથી અને તેમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, બાળક છોકરી છે કે છોકરો. આ ગામ કુટુંબ નિયોજનનું એક મોડલ છે. આ ગામમાં કોઈ લિંગ ભેદભાવ નથી અને કુટુંબ એક કે બે બાળકો હોવાની વાત ઉપર મક્કમ છે. ભલે બાળક માત્ર છોકરી કે છોકરો હોય. અહિયાના લોકો છોકરા અને છોકરીઓમાં ભેદભાવ નથી રાખતા.

છેલ્લા ઘણા વર્ષોથી જાળવી રાખી છે વસ્તી :

ધનોરાએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની વસ્તી જાળવી રાખી છે, પરંતુ તેની આજુબાજુના ઘણા ગામોમાં છેલ્લા ૯૭ વર્ષોમાં લગભગ ચાર ગણી વસ્તી વધારો થયો છે. આરોગ્ય કાર્યકર્તા જગદીશ સિંહ પરિહારે જણાવ્યું કે, ગ્રામીણને જરાપણ મજબુર કરવાની જરૂર નથી. તે કુટુંબ નિયોજનની યોજના અને લાભ વિષે ઘણા જાગૃત છે. ધનોરા એક નાનું એવું ગામ છે, પરંતુ આ ગામ માત્ર દેશ માટે જ નહિ પરંતુ આખા વિશ્વ માટે પણ કુટુંબ નિયોજનનું એક ઉદાહરણ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.