પોષ મહિનાની શું છે ખાસિયત? આ ઉપાય કરવાથી થશે ભાગ્યોદય, જાણો વધુ વિગત

પોષનો મહિનો પંચાંગ અનુસાર દસમો મહિનો કહેવાય છે. પોષ માસની પૂર્ણિમાએ ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં રહે છે અને આ કારણે આ મહિનાને પોષનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચનાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને માન સમ્માનની પ્રાપ્તિ થઇ શકે છે.

આ વર્ષે પોષ માસ શુક્રવાર, 13 ડિસેમ્બર 2019થી શરુ થવા જઈ રહ્યું છે. આ મહિનામાં ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનું અને ઉપવાસ રાખવાનું વિશેષ મહત્વ હોય છે. આવો જાણીએ આ મહિનામાં તમને કયું મોટું વરદાન પ્રાપ્ત થઇ શકે છે.

પોષ માસમાં મળશે રોકાયેલું ધન

સવારે સૂર્ય ઉદય થતા પહેલા ઉઠવું અને સ્નાન કરી હલકા લાલ રંગના કપડાં પહેરો

એક લાલ આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી 108 વખત સૂર્યનો મંત્ર ૐ ધૃણિ સૂર્યાય નમઃ નો પાઠ કરો

તાંબાના લોટામાં પાણી ભરીને રાખો અને ૐ મંત્રનો 27 વખત સ્વરમાં જાપ કરો.

પછી આ પાણીને આખા ઘરમાં છાંટી દો

આવું સતત 27 દિવસ સુધી કરો, તમારા કાર્યમાં ઝડપ આવશે અને રોકાયેલા નાણાં પણ જરૂર મળશે.

પોષ માસમાં સરકારી નોકરી મેળવવાના સરળ ઉપાય

સવારના સમયે જલ્દી ઉઠો અને ઉગતા ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટામાં જળ અને ગોળ મિક્ષ કરી અર્ધ્ય આપવું અને ત્રણ પરિક્રમા કરવી.

નારંગી અને લાલ રંગનો વધુમાં વધુ પ્રયોગ કરો.

રવિવારના દિવસે સવારના સમયે તાંબાના વાસણ , ગોળ અને લાલ કપડાંનું દાન કરો

પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ દરરોજ કરો

ભોજપત્ર પર ત્રણ વખત ગાયત્રી મંત્ર લાલ ચંદનથી લખીને પોતાના પર્સમાં રાખો

લાલ ચંદનની માળાથી ગાયત્રી મંત્રનો સૂર્ય સમક્ષ જાપ કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.