ટ્રેનમાં ક્યાં હોય છે બ્રેક અને ડ્રાયવર બ્રેક કેવી રીતે લગાવે છે.. 90 ટકા લોકો આજ સુધી જાણતા નથી

તમે ક્યારેય વિચાર્યુ છે ટ્રેનમાં બ્રેક કેવી રીતે લાગે છે. આજે અમે તમને જણાવીશું કેવી રીતે ટ્રેનમાં બ્રેક લાગે છે. ટ્રેનમાં પણ તે ‘એયર બ્રેક’ હોય છે જે રોડ ઉપર ચાલવા વાળા કોઈ કોમર્શીયલ વાહન જેવા કે બસ કે ટ્રકમાં હોય છે. ટ્રેનની બ્રેકમાં એક પાઈપ હોય છે, જેમાં હવા ભરેલી હોય છે. એ હવા બ્રેક-શુને આગળ પાછળ કરે છે અને જ્યારે બ્રેક-શુ પૈડા ઉપર ઘસાઈ જાય છે તો બ્રેક લાગવા લાગે છે. પરંતુ બ્રેક ક્યારે અને કઈ સ્થિતિમાં લગાવવી છે તે સંપૂર્ણ ટ્રેનના ડ્રાઈવર એટલે કે લોકો પાયલોટ અને તેના સહયોગી ગાર્ડની સુઝબુઝ ઉપર આધાર રાખે છે.

કઈ સ્થિતિમાં ટ્રેનને બ્રેક લગાવવી જરૂરી છે? એ પ્રશ્ન પણ મહત્વનો છે કે લોકો પાયલોટ બ્રેક ક્યારે લગાવી શકે છે. બ્રેક લગાવવા માટે તેને કેવા પ્રકારના સિગ્નલ મળે છે. જેમ કે કોઈ રોડ ઉપર ટ્રાફિક સંચાલન માટે ત્રણ સિગ્નલ હોય છે એવી રીતે રેલ્વેમાં પણ ત્રણ સિગ્નલ હોય છે. લીલો, પીળો અને લાલ. લીલો સિગ્નલ હોય ત્યારે ટ્રેન પોતાની સ્પીડથી ચાલતી રહે છે, પરંતુ જયારે પીળો સિગ્નલ મળે છે તો તે લોકોપાયલોટને ટ્રેનની સ્પીડ ઓછી કરવાની જરૂર રહે છે. તે જો લાલ સિગ્નલ મળે છે, તો લોકોપાયલોટની એ જવાબદારી હોય છે કે તે સિગ્નલ પહેલા ટ્રેન રોકી દે. જો કોઈપણ સ્થિતિમાં ટ્રેન લાલ સિગ્નલને પાર કરી જાય છે તો એવા લોકોપાયલોટને પુછપરછ કરવામાં આવે છે અને તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ બેસાડી શકાય છે.

શું ટ્રેનમાં ઈમરજન્સી જેવી બ્રેક પણ હોય છે? ખાસ કરીને ઈમરજન્સી બ્રેક લગાવવા માટે ટ્રેનમાં કોઈપણ પ્રકારની સ્પેશ્યલ બ્રેક નથી હોતી. જે બ્રેક દરેક સમયે ટ્રેન રોકવા માટે ઉપયોગ કરવામાં આવે છે તે બ્રેક ઈમરજન્સીની સ્થિતિમાં લોકોપાયલોટને ઉપયોગ કરવાની હોય છે. તમને જણાવી દઈએ કે લોકોપાયલોટની બાજુમાં જ બ્રેક હોય છે, તેનો ઉપયોગ ઈમરજન્સી બ્રેક તરીકે પણ કરવામાં આવે છે. બસ ફરક એ હોય છે કે ઈમરજન્સી બ્રેક લગાવવા માટે લોકોપાયલોટે બ્રેક લીવરને થોડું વધુ ઝડપથી ખેંચવું પડે છે.

ક્યારે લગાવી શકાય છે ઈમરજન્સી બ્રેક? કોઈપણ સામાન્ય પરિસ્થિતિમાં લોકોપાયલોટને ઈમરજન્સી બ્રેક લગાવવાની પરવાનગી નથી હોતી. લોકોપાયલોટને સ્પષ્ટ આદેશ હોય છે કે જો ટ્રેન સામે કોઈ જાનવર કે વ્યક્તિ આવી જાય, પાટો ખરાબ હોય કે ઉખડી ગયો હોય, ટ્રેનમાં કોઈ ખરાબી આવી જાય ત્યારે તે ઈમરજન્સી બ્રેક લગાવી શકે છે. પરંતુ છતાંપણ મગજમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે, કે પંજાબમાં અમૃતસરમાં લોકપાયલોટએ ભીડ જોઈને ઈમરજન્સી બ્રેક કેમ ન લગાવી. આ પ્રશ્નનો જવાબ નીચેના પ્રશ્નમાં છે.

શું ઈમરજન્સી બ્રેક લગાવવાથી ટ્રેન એકદમથી રોકાઈ જાય છે? ઘણા લોકો એવું વિચારે છે કે જયારે ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક હોય છે તો ટ્રેન પણ ગાંડીઓની જેમ એકદમ રોકાઈ જવી જોઈએ, પરંતુ એવું નથી. ખાસ કરીને ઈમરજન્સી બ્રેક લગાવ્યા પછી પણ ટ્રેનને રોકાતા લગભગ ૮૦૦-૯૦૦ મીટરનું અંતર નક્કી કરવાનું હોય છે. તેની વચ્ચે આગળ કોઈ જાનવર કે વ્યક્તિ પાટા ઉપર આવી જાય છે તો તેનો જીવ જવાની શક્યતા ઘણી વધુ હોય છે.

કેમ કે બ્રેક લગાવ્યા પછી ટ્રેનની ગતીમાં તો ઘટાડો આવી જાય છે પરંતુ તે એકદમથી રોકાઈ નથી શકતી. જો કોઈ ટ્રેન ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી છે તો ઈમરજન્સી બ્રેક લગાવવા છતાંપણ ટ્રેન ૮૦૦-૯૦૦ મિટરનું અંતર નક્કી કર્યા પછી જ રોકાશે. પરંતુ જો કોઈ માલગાડી છે અને તેમાં માલ ભરેલો છે તો ઈમરજન્સી બ્રેક લગાવ્યા પછી તે ૧૧૦૦-૧૨૦૦ મીટર જઈને રોકાશે. એટલે કે સ્પષ્ટ છે કે ટ્રેનને રોકવાની સ્થિતિ તેની સ્પીડ ઉપર જ આધાર હોય છે.