પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ : 1,000 રૂપિયા જમા કરાવો, મળશે 72,505 રૂપિયા.

પૈસાથી પૈસા બનાવવા માટે ઘણા પ્રકારની સ્કીમો બજારમાં મોજુદ રહેલી છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એક સ્કીમ એવી છે. જેમાં તમને બેંક કરતા વધારે વ્યાજ મળે છે. જો તમે અહીં પોતાનું ખાતું ખોલાવો છો, તો તમને 7.3 % ના દરે વ્યાજ મળે છે. આ હિસાબે જો તમે રોજના 33 રૂપિયા અથવા મહિનાના 1,000 રૂપિયા એમાં જમા કરાવો છો, તમને રિટર્ન તરીકે 72,000 રુપિયા જેટલી રકમ મળે છે. આવો જાણીએ કે કેવી રીતે ખુલશે ખાતું અને શું છે એની સંપૂર્ણ પ્રક્રિયા.

ક્યાંય પણ ખોલાવી શકાય છે આ ખાતું :

પોસ્ટ ઓફિસના આ ખાતાને તમે દેશની કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકો છો. એટલું જ તમે ઈચ્છો તો એક કરતા વધારે ખાતા પણ ખોલાવી શકો છો. એના સિવાય 2 લોકો મળીને પણ આ ખાતાને ઓપરેટ કરી શકે છે.

33 રૂપિયાની બચત આ રીતે બનાવશે માલામાલ :

પોસ્ટ ઓફિસની આ રેન્કિંગ ડિપોઝીટ સ્કીમમાં તમે 33 રૂપિયા રોજ અથવા મહિને 1,000 રૂપિયા જમા કરાવી શકો છો. હાલના 7.3 % વ્યાજદરના હિસાબે ગણતરી કરવામાં આવે, તો જો તમે 33 રૂપિયા રોજના બચાવીને મહિને 1,000 રૂપિયા આરડીમાં જમા કરાવો છો, તો 5 વર્ષમાં તમારી રકમ 72,505 રૂપિયા થઇ જશે. અને આ દરમ્યાન તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ લગભગ 60,000 રૂપિયા હશે.

આવી રીતે ઉઠાવી શકો છો લાભ :

પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમારે નક્કી કરેલી તારીખે દર મહિને પૈસા જમા કરાવવાના રહેશે. તમે એકથી પંદર તારીખ સુધી પોતાના પૈસા જમા કરાવી શકો છો. મહિનાની પહેલી તારીખે ખુલેલા ખાતામાં તમે 15 તારીખ સુધી ડિપોઝીટ કરી શકો છો. 16 તારીખે ખુલેલા ખાતામાં ડિપોઝીટની અંતિમ તક તમને દર મહિનાની છેલ્લી તારીખ સુધી મળશે.

72,000 રૂપિયા બનાવવાના ફોર્મ્યુલાને તમે આવી રીતે સમજી શકો છો :

જો તમે 1,000 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે જમા કરાવો છો, તો એક વર્ષમાં તમે પોતાના 12,000 રૂપિયા જમા કરાવશો. 7.3 % ના વ્યાજ દરના હિસાબે તમને એક વર્ષમાં 12,482 રૂપિયા રિટર્ન મળશે. આ રીતે તમે પાંચ વર્ષ સુધી પૈસા જમા કરાવશો તો તમને 72,505 રૂપિયા રિટર્ન મળશે.

પોસ્ટ ઓફિસમાં આવી નવી નવી સ્કીમો આવતી રહે છે. અને તમે આનો લાભ ગભરાયા વિના લઈ શકો છો. કારણ કે આ સ્કીમોમાં રોકાણ કરવાથી તમારા પૈસા પર કોઈ જોખમ રહેતું નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.