પોસ્ટ ઓફિસની સ્કીમમાં 5776 રૂપિયા મહિનાની આવકની ગેરેન્ટી, ઉઠવો ફાયદો

જો તમારી પાસે થોડા પૈસા છે તો તમે એને સુરક્ષિત રીતે રોકાણ કરીને રેગ્યુલર ઇન્કમ કરી શકો છો. પોસ્ટ ઓફિસની POMIS એટલે કે મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એવો જ એક વિકલ્પ છે. બસ એના માટે તમારે સ્કીમ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવું પડશે. આ સ્કીમ અંતર્ગત 5776 રૂપિયા મહિને ઈન્ક્મની ગેરંટી મેળવી શકો છો. તેમજ તમારા દ્વારા જમાં કરાયેલા દરેક રકમની સુરક્ષાની પણ ગેરંટી છે.

લઘુત્તમ 1500 રૂપિયાથી ખુલશે એકાઉન્ટ :

આ એકાઉન્ટ ઓછા માં ઓછા 1500 રૂપિયા આપીને ખોલી શકાશે. અને એની ખાસ વાત એ છે કે, સ્કીમ પુરી થયા પછી તમને સંપૂર્ણ રકમ પણ પાછી મળી જશે. તેમજ સ્કીમને દર 5 વર્ષ પછી એ જ ખાતા દ્વારા, તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી વધારી શકો છો. એટલે કે આ એકાઉન્ટથી તમારા માટે રેગ્યુલર ઇન્કમની ગેરંટી સુનિશ્ચિત થઇ શકે છે.

શું છે POMIS સ્કીમ :

પોસ્ટ ઓફિસની મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ખાતાધારકને દર મહિને ઇન્કમની તક આપે છે. આ એવી સરકારી યોજના છે, જેમાં એક વાર રોકાણ કરવા પર દર મહિને નિશ્ચિત અવાક થશે.

1. આ સ્કીમને કોઈ પણ શરૂ કરી શકે છે, અને તમારી જમા રકમ હંમેશા સુરક્ષિત રહે છે.

2. બેંક એફડીની તુલનામાં આ સ્કીમમાં તમને સારું રિટર્ન મળે છે.

3. આ સ્કીમ અંતર્ગત દર મહિને એક નિશ્ચિત આવક તમને થતી રહે છે.

4. સ્કીમ પુરી થવા પર તમારી સંપૂર્ણ જમા રકમ પાછી મળી જાય છે. જેનું તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરી મહિને આવકનું સાધન બનાવીને રાખી શકો છો.

કેટલા પૈસા જમા કરાવી શકો છો :

જો તમારું એકાઉન્ટ સિંગલ છે, તો તમે 4.5 લાખ રૂપિયા સુધી વધારે માં વધારે રકમ જમા કરી શકો છો. તેમજ જો તમારું એકાઉન્ટ જોઈન્ટ છે, તો એમાં વધારે માં વધારે 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે. 5 વર્ષ પછી તમારી જમા રકમને તમે ફરીથી યોજનામાં રોકાણ કરી શકો છો.

આવી રીતે થશે દર મહિને આવક :

મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અંતર્ગત 7.7 ટકા વર્ષનું વ્યાજ મળી રહે છે.

વર્ષે મળતા વ્યાજને 12 મહિનામાં વહેંચી દેવામાં આવે તો આ રકમ તમને દર મહિને મળતી રહે છે.

માની લો કે જોઈન્ટ એકાઉન્ટ દ્વારા તમે 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. તો તમને દર મહિને લગભગ 5776 રૂપિયા મળશે.

5776 રૂપિયા તો તમને દર મહિને મળશે જ, અને તમારા 9 લાખ રૂપિયા મેચ્યોરિટી પિરિયડ પછી બોનસ જોડીને પાછા મળી જશે.

જો મહિને પૈસા ન ઉપાડીયે તો?

જો તમે દર મહિને પૈસા નથી ઉપાડતા, તો તે તમારા પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં જ રહેશે, અને મેઈન એકાઉન્ટ બેલેન્સ સાથે એને પણ જોડીને તમને વ્યાજ મળશે.

મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવા હોય તો?

મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવાની જરૂર હોય તો આ સુવિધા એકાઉન્ટ ખુલ્યાના 1 વર્ષ પુરા થયા પછી મળી જાય છે. 1 થી 3 વર્ષ જુનું એકાઉન્ટ થવા પર એમાં જમા રકમ માંથી 2% કાપીને બાકી રકમ તમને પાછી મળે છે. 3 વર્ષથી વધારે જુનું એકાઉન્ટ થવા પર 1% રકમ કાપીને બાકીની રકમ તમને પાછી મળી જાય છે.

કઈ રીતે ખુલશે એકાઉન્ટ :

તમે પોતાની સુવિધા અનુસાર કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો. એના માટે તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટા, આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ માંથી કોઈ એકની ઝેરોક્ષ જમા કરાવવી પડશે. એના સિવાય એડ્રેસ પ્રુફ પણ જમા કરાવવું પડશે.

કોણ ખોલી શકે છે એકાઉન્ટ?

પોસ્ટ ઓફિસની મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે. પછી ભલે તે એડલ્ટ હોય કે માઈનર. પોતાના બાળકોના નામથી પણ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. બાળકોની ઉંમર 10 વર્ષ થવા પર તે જાતે પણ એકાઉન્ટના સંચાલનનો અધિકાર મેળવી શકે છે.

ટેક્સમાં છૂટનો લાભ નથી :

આમાં જમાં કરવામાં આવેલી રકમ પર અને એમાં મળતા વ્યાજ પર કોઈ પણ પ્રકારે ટેક્સમાં રાહત નહિ મળે. જો કે એનાથી તમને થતી કમાણી પર પોસ્ટ ઓફિસ કોઈ પણ પ્રકારનું TDS નથી કાપતું. પરંતુ જે વ્યાજ તમને મહિને મળે છે, એને વર્ષના ટોટલ પર તમારી ટેક્સેબલ ઇન્કમમાં શામેલ કરવામાં આવે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.