પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં 5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, 100 રૂપિયાથી શરુ કરો રોકાણ.

5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, જાણો પોસ્ટ ઓફિસની નવી સ્કીમ વિષે સંપૂર્ણ માહિતી. નાની નાની બચત જ ભવિષ્યમાં ખુબ કામ આવે છે. એવામાં કોઈ પણ પ્રકારે બચત કરવી જોઈએ. બચત માટે રોકાણ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જેમાં તમને રોકાણ પર સારું રિટર્ન મળે છે. નેશનલ સેવિંગસ સર્ટિફિકેટ પણ પોસ્ટ ઓફિસની જ એક શાનદાર સ્કીમ છે. આ સ્કીમમાં તમે કેટલાક વર્ષોમાં જ મોટા પ્રમાણમાં ધન ભેગું કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે, એવામાં તમે જોખમ વિના રોકાણ કરી શકો છો.

નેશનલ સેવિંગસ સર્ટિફિકેટના ફાયદા : નેશનલ સેવિંગસ સર્ટિફિકેટ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે. તેની ખાસ વાત એ છે કે, કેટલીક શરતો સાથે તમે 1 વર્ષના પરિપક્વતા સમયગાળા પછી ખાતાની રાશિને ઉપાડી શકો છો.

નેશનલ સેવિંગસ સર્ટિફિકેટમાં વ્યાજ દર સરકાર દ્વારા નાણાકીય વર્ષના દર ત્રિમાસિકની શરૂઆતમાં નક્કી કરવામાં આવે છે. તેમાં તમે 100 રૂપિયાથી રોકાણ શરુ કરી શકો છો. આ યોજનામાં આ સમયે 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં આવક વેરા ધારા 80C પ્રમાણે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની ટેક્સની છૂટ પણ મેળવી શકો છો.

કેટલું કરી શકો છો રોકાણ? નેશનલ સેવિંગસ સર્ટિફિકેટ હમણાં 100, 500, 1000, 5000, 10,000 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. અલગ અલગ વેલ્યુના કેટલા પણ સર્ટિફિકેટ ખરીદીને એનએસસીમાં રોકાણ કરી શકાય છે. તેમાં ઓછામાં ઓછા 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. મહત્તમ રોકાણની કોઈ સીમા નથી.

5 વર્ષમાં મળશે 21 લાખ રૂપિયા : ઉદાહરણ તરીકે જો તમે શરૂઆતમાં 15 લાખનું રોકાણ કરો છો, તો તમને હાલના વ્યાજ દર 6.8 ટકા પ્રમાણે 5 વર્ષ પછી 20.85 લાખ રૂપિયાની રકમ મળશે. તેમાં તમારું રોકાણ 15 લાખનું હશે, પરંતુ વ્યાજના રૂપમાં લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો થશે. તમે ઈચ્છો તો આને આગળ પણ વધારી શકો છો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.