પોસ્ટ ઓફિસની આ ધમાકેદાર સ્કીમમાં રૂપિયા થશે ડબલ, 50 હજાર આપસો તો મળશે 1 લાખ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રોકાણ કરવા વિષે જરૂર વિચારે છે. જો તમે પણ રોકાણ કરવા વિષે વિચારી રહ્યા છો તો આ સમાચાર માત્ર તમારા માટે છે. રોકાણ કરવા વિષે તમે એક સારા પ્લાનની શોધ કરી રહ્યા હશો, તો અમે તમને જણાવીએ કે પોસ્ટ ઓફીસથી સારૂ રોકાણ તમને ક્યાય બીજે નહિ મળી શકે. તેના માટે તમારા માટે પોસ્ટ ઓફીસ એક જોરદાર યોજના લઇ ને આવે છે. આ યોજના હેઠળ પૈસા ડબલ થઇ જાય છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

પોસ્ટ ઓફીસમાં આવનારા દિવસોમાં રોકાણ માટે ઘણી યોજનાઓ આવતી જતી રહે છે, પરંતુ અમે તમને એકદમ મસ્ત યોજના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજનાનું નામ છે વિકાસ પત્ર. વિકાસ પત્ર ઉપર વ્યાજ વધારી દીધું છે. એટલે હવે આ ૭.૭% વ્યાજ મળશે. જો કે બેંકોથી પણ વધુ છે. આ સ્કીમ ની વિશેષ વાત એ છે કે તમે માત્ર હજાર રૂપિયાથી પણ તેને લઇ શકો છો અને તમારા પૈસા ડબલ કરી શકો છો. તો આવો હવે આ યોજના વિષે વિસ્તારથી જાણીએ.

શું છે પોસ્ટ ઓફીસના વિકાસ પત્ર યોજના? :-

વિકાસ પત્ર યોજના હેઠળ તમે માત્ર ૧૦૦૦, ૨૦૦૦ અને ૩૦૦૦ ના ગુણાંક માં જ રોકાણ કરી શકો છો. એટલે તમારા રોકાણની રકમ માત્ર હજારના ગુણાંકમાં હોવી જોઈએ. જો તમે ૫૦ હજાર જમાં કરો છો, તો તમને મેચ્યોરીટી પૂરી થવા ઉપર ૧ લાખ રૂપિયા મળશે. એટલે જેટલા તમે રોકાણ કરશો, એટલા ડબલ પૈસા જ તમને મળશે. આ યોજના હેઠળ તમારે દર વર્ષે કે દર મહીને પૈસા જમા કરવાની જરૂર નથી, પરંતુ એક જ વખતમાં તમે રોકાણ કરી શકો છો.

મેચ્યોરેટી પહેલા ઉપાડી શકો છો પૈસા :-

જો તમારી મેચ્યોરેટી થતા પહેલા જ પૈસાની જરૂર પડી ગઈ તો તમે વગર કોઈ તકલીફે વચ્ચે તમારા પૈસા લઇ શકો છો. એટલે કે જરૂર પડે તો તમારા પૈસા તમને મળી જશે, પરંતુ ત્યારે ડબલ નહિ મળે. પરંતુ તમે વચ્ચે તમારા પૈસા લો છો, તો તમને નક્કી વ્યાજના બે ટકા કાપીને પૈસા આપવામાં આવશે. તમે આ પૈસા ત્યારે લઇ શકો છો જયારે તમારા રોકાણના ૨.૫ વર્ષથી વધુ થયા હોય.

શું છે વિકાસ પત્ર યોજનાના ફાયદા? :-

હવે આ રોકાણ કરતા પહેલા તેના ફાયદા વિષે જાણવું ઘણું જરૂરી છે, એટલે અને તમને વિકાસ પત્રના ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

૧. આ સ્કીમ તમે ભારતની કોઈ પણ પોસ્ટ ઓફીસ માંથી ખરીદી શકો છો.

૨. રોકાણ તમે પોસ્ટ ઓફીસમાં કર્યું છે, તો અહિયાં પૈસા ડૂબવાની શક્યતા નથી.

૩. તેમાં તમે ૧૦૦૦ રૂપિયાથી જ રોકાણ કરી શકો છો, જો કે તમારા માટે જ એક મોટો ફાયદો.

૪. આ યોજનાનું વ્યાજ ૭.૭ % છે, જો કે બેંક એફડીથી ઘણું વધુ છે.

૫. આ યોજનાથી પૈસા ડબલ થઇ જાય છે. જો કે બીજા રોકાણમાં નથી થઇ શકતું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.