ગાયત્રી મંત્રને સૌથી સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે અને આ મંત્રના જાપ કરવાથી મન શાંત થઇ જાય છે. રોજ ત્રણ વખત ગાયત્રી મંત્રના જાપ કરવા શુભ માનવામાં આવે છે અને આ મંત્રના જાપ કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે આ મંત્રના જાપ કરવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને વસ્તુ યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે. તે ઉપરાંત આ મંત્રના જાપ કરવાથી ઇષ્ટદેવ પણ ખુશ થઇ જાય છે અને તમારું રક્ષણ કરે છે.
ક્યારે કરવા ગાયત્રી મંત્રના જાપ :-
ગાયત્રી મંત્રના જાપ કરવાથી સૌથી ઉત્તમ સમય સૂર્યોદયના બે કલાક પહેલાથી લઈને સુર્યાસ્તના એક કલાક પછી સુધીનો માનવામાં આવે છે અને તે દરમિયાન ગાયત્રી મંત્રના જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે તે દરમિયાન જ આ મંત્રના જાપ કરો.
દરેક દેવી દેવતાઓ સાથે જોડાયેલા છે અલગ મંત્ર
દરેક દેવી દેવતાઓ સાથે અલગ પ્રકારના ગાયત્રી મંત્ર જોડાયેલા છે અને તમારા જે પણ ઇષ્ટદેવ છે. તમે તેના હિસાબે જ ગાયત્રી મંત્રના જાપ કરો. પોતાના ઇષ્ટદેવ સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર વાચવાથી તમને વધુ લાભ મળશે અને ઇષ્ટદેવ પ્રસન્ન થઇ જશે.
દેવી દેવતા સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ગણેશજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ एकदन्ताय विद्महे, वक्रतुण्डाय धीमहि।
तन्नो दन्ती प्रचोदयात्।।
શ્રીકૃષ્ણજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ देवकीनन्दनाय विद्महे, वासुदेवाय धीमहि।
तन्नो कृष्ण: प्रचोदयात्।।
સરસ્વતીજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि।
तन्नो देवी प्रचोदयात्।।
વિષ્ણુજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ नारायणाय विद्महे, वासुदेवाय धीमहि।
तन्नो विष्णु प्रचोदयात।।
લક્ષ્મીજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ श्री महालक्ष्म्यै च विद्महे, विष्णु पत्न्यै च धीमहि।
तन्नो लक्ष्मी प्रचोदयात् ।।
શિવજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि।
तन्नो रुद्र: प्रचोदयात्।।
શનીજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ भगभवाय विद्महे, मृत्युरूपाय धीमहि।
तन्नो सौरी: प्रचोदयात।।
દુર્ગાજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ गिरिजायै विद्महे शिवप्रियायै धीमहि।
तन्नो दुर्गा प्रचोदयात्।
હનુમાનજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि।
तन्नो मारुति: प्रचोदयात्।।
સૂર્યજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ आदित्याय विद्महे, सहस्त्रकिरणाय धीमहि।
तन्नो सूर्य: प्रचोदयात्।।
તુલસીજી સાથે જોડાયેલા ગાયત્રી મંત્ર
ऊँ श्रीतुलस्यै विद्महे विष्णुप्रियायै धीमहि।
तन्नो वृन्दा प्रचोदयात्।
તમે ગાયત્રી મંત્રના જાપ ૧૦૮ વખત કરો અને આ મંત્રના જાપ તમે માળા ઉપર કરો. આ મંત્રના જાપ તમે દિવસમાં ત્રણ વખત કરો એટલે કે સવારે, બપોરે અને સાંજના સમયે કરો. ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.
ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે તમે અવાજ ન કાઢો અને મનમાં જ આ મંત્રના જાપ કરો.
ગાયત્રી મંત્રના જાપ તમે મંદિરમાં બેસીને કરો અને આ મંત્રના જાપ કરતી વખતે તમે એક ઘી નો દીવો પણ જરૂર પ્રગટાવી લો.
ગાયત્રી મંત્રના જાપ ભૂલથી પણ રાતના સમયે ન કરો. રાતના સમયે આ મંત્રના જાપ કરવા શુભ નથી માનવામાં આવતું અને રાત્રી દરમિયાન આ મંત્ર વાચવાથી તમને કોઈ પણ પ્રકારના લાભ નથી મળતા. સાથે જ તમારા ઇષ્ટદેવ પણ નારાજ થઇ જાય છે. એટલા માટે તમે આ મંત્રના જાપ સાંજના સાત વાગ્યા પછી ન કરો.