પોતાના જુના મિત્રોના ફોટા શેર કરીને ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું – ‘તમે લોકો ઘણા યાદ આવો છો’

બોલીવુડના મહાન કલાકાર ધર્મેન્દ્ર આ દિવસોમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ઘણા ચર્ચામાં છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા દ્વરા પોતાના મિત્રો ફિરોઝખાન, વિનોદ ખન્ના અને અમજદ ખાનને યાદ કર્યા હતા. ધર્મેન્દ્ર એ ફિરોજ ખાનની પુણ્યતિથી ઉપર ટ્વીટર ઉપર એક ભાવુક પોસ્ટ લખી. જે આજે અમે તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ.

ધર્મેદ્ર જ એક એવા કલાકાર છે જે કોઈ પણ જાતના વિવાદોમાં ફસાયા નથી. એમાં પણ એમના સિદ્ધાતો ને કારણે એ બધાજ બોલીવુડ કલાકારોના આદર પાત્ર બન્યા છે. એમાં કોઈ પણ કલાકાર ભલે એ હિંદુ હોય કે મુસ્લિમ પણ બધા લોકો એમને આદર આપે છે. એમની શેરો શાયરી સાંભળવાની ખુબ જ મજા આવે છે.

આ પોસ્ટમાં તેમણે બોલીવુડના મહાન કલાકાર અને અભિનેતા ફિરોજ ખાન, વિનોદ ખન્ના, અમજદ ખાનને યાદ કરતા લખ્યું છે કે, ‘તમે લોકો ઘણા યાદ આવો છો, તમારા વગર બધું ખાલી એવું લાગે છે.’ આ ટ્વીટમાં તેમણે આ ત્રણ કલાકારોના ફોટાની ઝલક આપી છે. તેમાં તેમના અવસાનની તારીખ જોવા મળી રહી છે.

ધર્મેન્દ્રના ફેંસ તેમના આ ટ્વીટ અને કલાકારોના ફોટાને ઘણા પસંદ કરી રહ્યા છે. ધર્મેન્દ્રની આ ત્રણ મહાન કલાકારો સાથે ઘણી સારી દોસ્તી હતી. તેમણે ફિરોજ ખાન સાથે આદમી ઓર ઇન્સાન, ઇન્ટરનેશનલ ક્રૂક અને ચેલન્જ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

તે મોટાભાગે જૂની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતા અમજદ ખાન અને ધર્મેન્દ્રના રામ બલરામ, ચરસ, સમ્રાટ સહીત બગાવત અને શોલે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અમજદ ખાનને આજે પણ બોલીવુડના ગબ્બરના નામથી ઓળખવામાં આવે છે. શોલે ફિલ્મનું આ પાત્ર સિનેમા પ્રેમીઓના દિલ દિમાગમાં આજે પણ છે.

અભિનેતા વિનોદ ખન્ના સાથે પણ ધર્મેન્દ્ર એ ઘણી ફિલ્મો કરી. તે બન્ને સાથે મેરા ગાંવ મેરા દેશ, રખવાલા, પથ્થર ઓર પાયલ, બટવારા અને ફરિશ્તે જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો દિલો જીત્યા. નવાઈની વાત એ છે કે ફિરોજ ખાન અને વિનોદ ખન્નાની પુણ્યતિથી ૨૭ એપ્રિલ હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.