પોતાના ખર્ચે ઈલાજ કરાવીને પક્ષીઓને નવી જિંદગી આપે છે આ ભાઈઓ, જાણો કેવી રીતે કરે છે આ કામ.

કુદરત ઉપર જેટલો હક્ક આપણો માણસોનો છે, એટલો જ હક્ક તે મૂંગા પશુ-પક્ષીનો છે. જેને આપણી આધુનિકતાથી બેઘર બનવું પડી રહ્યું છે. આજે શહેરી વિસ્તારોમાં વિકાસની આંધળી દોડમાં આપણે પ્રાણીઓ અને પક્ષીઓની જીવવાની આશાઓ ખલાસ કરી દીધી છે.

એ જ કારણ છે કે શહેરોમાં હવે પશુ પક્ષીઓ માટે કોઈ સ્થળ બાકી નથી રહ્યા. તે જો કોઈ પક્ષી લાચાર થઈ જાય અથવા ઘાયલ થઈ જાય તો તેની કાળજી લેવા માટે કોઈ પાસે સમય પણ નથી. પરંતુ દિલ્હીમાં બે ભાઈ છેલ્લા ૧૫ વર્ષથી ઘાયલ પક્ષીઓનો ઈલાજ કરી માણસાઈનુ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

દિલ્હીના વાજીરાબાદમાં રહેનારા નદીમ શાહજાદ અને મોહમ્મદ સઉદ તેમના ઘરની બેસમેન્ટમાં જ પક્ષીઓની એક હોસ્પિટલ ચલાવે છે. ખાસ વાત એ છે કે તેમની પાસે વેટિરનરીની કોઈ ડિગ્રી નથી અને ન તો તેઓએ ક્યાંયથી ડૉક્ટરની તાલિમ લીધી છે. બસ મૂંગા પક્ષીઓની પીડા તેમનાથી જોવાઈ નહી અને તે ‘બર્ડ સર્જન’ બની ગયા.

જોકે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તેઓ પક્ષીઓની સારવાર કરશે. પરંતુ તેઓ બાળપણથી જ પક્ષીઓને આકાશમાં ઉડતા જોઈને આશ્ચર્યચકિત થતા હતા અને ત્યાંથી તેમનો પક્ષી પ્રેમ આજે અહીંયા પહોંચ્યો છે.

બીજા પ્રાણીઓના દવાખાનાંમાં જ્યાં મોટાભાગના પાળવામાં આવતા પક્ષીઓની કાળજી લેવામાં આવે છે, ત્યાં નદીમ અને મોહમ્મદ શિકાર કરવા વાળા પક્ષીઓની સારવાર કરે છે. ઇન્ડિયાટાઇમ્સના એક અહેવાલ મુજબ, નદીમએ તેની શરૂઆત 2003 માં જ્યારે તેને એક ઈજાગ્રસ્ત સમળી મળી હતી, જેણે લઇને તેઓ હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ માંસ ખાનાર પક્ષીને કારણે હોસ્પિટલના લોકોએ તેની સારવાર કરવાની મનાઈ કરી દીધી.

નદીમ એ જણાવ્યું, ‘સમળી ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેની સંભાળ જરૂરી હતી, પરંતુ હોસ્પિટલની મનાઈ કરવા ઉપર અમે તેને ત્યાં જ છોડી દીધી જ્યાંથી અમે તેને ઉઠાવી હતી. પરંતુ થોડા દિવસો પછી અમને ફરી એક ઇજાગ્રસ્ત પક્ષી મળ્યું, તો અમે તેને લઈને એક પ્રાણીઓના ડોક્ટર પાસે લઇ ગયા. ત્યારથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની પરંપરા ચાલતી રહી જે અત્યાર સુધી ચાલુ છે. અમે આજે પણ વધુ ગંભીર રીતે ઘાયલ પક્ષીઓને લઈને ડોક્ટર પાસે જઈએ છીએ. ‘

પક્ષીઓની સારવાર કરવા વિષે જ્યારે લોકોને જાણ થઇ ત્યારે તેમણે નદીમ અને સઉદની ખૂબ પ્રશંસા કરી ત્યાર પછી જ્યારે પણ કોઈ પક્ષી ઈજાગ્રસ્ત સ્થિતિમાં જોવા મળતા ત્યારે લોકો તેને લઈને નદીમ પાસે આવતા. સઉદ ઉર્ફ હાઇસ્કૂલ પાસે છે અને તેઓ ઇન્ટરનેટથી પક્ષીઓની સારવાર સાથે જોડાયેલી માહિતી એકત્ર કરી.

તેઓ જણાવે છે કે પતંગ ઉડાવવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં વેચાતા ચાઇનીઝ દોરી આ પક્ષીઓને ઈજાગ્રસ્ત થવાનું સૌથી મોટુ કારણ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત કર્યા પછી પણ તેનું મોટા પાયે પતંગબાજી માટે ઉપયોગ કરવામાં આવે છે,

તેઓ કહે છે, આ માંઝા ઉપર કાચનો લેપ ચડેલો હોય છે જે માણસ માટે પણ ખતરનાક છે. સમળી જેવા પક્ષીઓ ઘણીવાર વૃક્ષો સાથે વીંટાયેલા તૂટેલા દોરાની અંદર ફસાઈ જાય છે અથવા ક્યારેક ક્યારેક આકાશમાં ઉડતી વખતે ફસાઈ જાય છે. આ માંઝાથી માંસ અને ત્યાં સુધી કે તેમના હાડકાઓ સુધી કપાઈ જાય છે.

એક નાની એવી ઇજા પણ તેમને અસહાય કરી દે છે કારણ કે તેઓ ઉડવાને લાયક નથી રહી શકતા. ‘ શરૂઆતમાં તેમની સામે સૌથી મોટો પડકાર હતો કે પક્ષીઓની ઈજાઓનો ઉપચાર કેવી રીતે કરવો.

મોહમ્મદ કહે છે, ‘અમે ક્યારેય પક્ષીઓની સર્જરી વિશે સાંભળ્યું ન હતું. ત્યાં સુધી કે પ્રાણીઓના ચિકિત્સકોનું કહેવું હતું કે પક્ષીઓનું માંસ ખૂબ નરમ હોય છે, તેથી તેમની શસ્ત્રક્રિયા નથી કરી શકાતી. પરંતુ અમને લાગ્યું કે જો આપણે તેમને નહીં બચાવીએ તો તે તડપીને મરી જશે. તેથી અમે એકવાર પ્રયત્ન કર્યો અને અમે સફળ પણ થયા. ‘ આજે તેઓ એટલી સફળતાપૂર્વક પક્ષીઓની સારવાર કરે છે કે પ્રાણીઓના ડૉક્ટર પણ તેઓની પાસે શીખવા માટે આવે છે.

આજ સુધી તે 15,000 થી વધુ પક્ષીઓની સારવાર કરી ચુક્યા છે. તેમની પાસે દરેક પક્ષીનો રેકોર્ડ છે. તેઓ પક્ષીઓની ઈજાના પ્રકાર, તારીખ અને સારવારમાં આપવામાં આવેલી દવાઓ સુધીના રેકોર્ડ રાખે છે. સામાન્ય માણસ, દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ જેવી સંસ્થા પણ તેમની મદદ લે છે.

નદીમ કહે છે કે દરરોજ તેમને સરેરાશ 3 થી 4 કેસ મળે છે. તેઓ કહે છે, ‘જો પોલીસ અથવા ફાયર બ્રિગેડ દ્વારા અમને કોલ આવે તો અમને ખબર પડે છે કે તેઓ પક્ષીઓને વેટરનરી ડૉક્ટર પાસે લઇ જશે. જ્યાં તેઓ સામાન્ય પટ્ટી બાંધીને પક્ષીને છોડી દે છે. પરંતુ અમે ઘાયલ પક્ષીઓની સારી રીતે દેખભાળ કરીએ છીએ.

નદીમ ઇજાઓની ઓળખ કરવા માટે પક્ષીઓને પૂરેપૂરી રીતે સ્પર્શને આધારે જુવે છે. ત્યાર પછી ઇજાઓની તપાસ કરી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે પક્ષીઓનું ઓપરેશન થશે કે પછી તે સામાન્ય દવાથી ઠીક થઈ જશે. એક બીજો પડકાર હોય છે, પક્ષીઓની ઠીક થવાની પ્રોસેસ.

તેમને બરાબર થવામાં ઘણો સમય લાગે છે. ઘણી વાર તો મહિના લાગી જાય છે. આ સ્થિતિમાં નદીમ પક્ષીઓ પોતાના ધાબા ઉપર બનાવેલા એક શેલ્ટરમાં છોડી દે છે. આ પક્ષીઓ ત્યાં સુધી ત્યાં જ રહે છે. જ્યાં સુધી તેઓ ઉડવાને લાયક ન થઇ જાય.

સૌથી વિશેષ વાત એ છે કે આ પક્ષીઓની સારવારમાં થતો ખર્ચ બંને ભાઈઓ પોતે જ ભોગવે છે. તેઓ કહે છે કે પક્ષીઓને ફરી વખત આકાશમાં ઉડવાની ખુશીની કોઈ કિંમત નથી હોઈ શકતી. પક્ષીઓની દવાઓથી લઇને ખાવા પીવા સુધી દર મહિને લગભગ 50,000 રૂપિયા ખર્ચ થાય છે. એક વ્યવસાય પરિવાર સાથે સંબંધ રાખવાને નાતે તેઓ આ ખર્ચને ભોગવી લે છે.