પોતાના પતિના લગ્ન વખતે ફક્ત આટલા જ વર્ષની હતી આ અભિનેત્રીઓ, એકની તો ઉંમર તો બસ 1 વર્ષની જ હતી.

ગજલ સમ્રાટ જગજીત સિંહના યાદગાર ગીતોના એક ગીતની આ પંક્તિ યાદ આવી રહી છે જેમાં લખ્યું હતું ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ ક હો બંધન’, આ પંક્તિને બૉલીવુડ કલાકારો એ સાચું માની લીધું. આજ કાલ કલાકારો પોતાની ઉંમરથી નાના છોકરાઓને પસંદ કરી રહ્યા છે, જ્યારે પહેલા એવું એક્ટર્સ કરતા હતા. જયારે તેને પોતાની ઉંમરની અડધી ઉંમરની હિરોઈનો પસંદ આવી જતી હતી.

પ્રથમ લગ્ન કર્યા પછી તેઓથી સાથે છૂટાછેડા લઇને પોતાની ઉંમરની અડધી ઉંમરની છોકરીઓ સાથે તેઓ બીજા લગ્ન કરી લેતા હતા. આમ છતાં આ યાદીમાં ઘણા બધા ઍક્ટર્સ રહેલા હોઈ શકે છે પરંતુ અમે તમને 4 વિશે જણાવીશું જે પોતાના જ પતિના લગ્નમાં માત્ર એટલા વર્ષની હતી તે હિરોઈનો, તેમાંથી એક હિરોઈન તો એટલી નાની હતી કે તે કાંઈ પણ સમજી રહી ન હતી.

પોતાના જ પતિના લગ્નમાં માત્ર આટલા વર્ષની હતી આ હિરોઈનો :-

કિશોર કુમાર :-

બૉલીવુડના પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારએ પોતાની જીંદગીમાં 4 લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન વર્ષ 1951 માં રુમા ગુહા ઠાકુરતા સાથે કર્યા, ત્યાર પછી વર્ષ 1960 માં મધુબલા સાથે કર્યા, ત્યાર પછી વર્ષ 1976 માં યોગિતા બાલી સાથે કર્યા અને ચોથા લગ્ન લીનાચંદાવરકર સાથે કર્યા.

વર્ષ 1986 માં કિશોર કુમારનું મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે તેમના પ્રથમ લગ્ન થયાં તેના એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 1950 માં લીનાચંદર્વકરનો જન્મ થયો હતો. તેનો અર્થ જ્યારે કિશોર કુમારના પ્રથમ લગ્ન કર્યા ત્યારે લીના એક વર્ષની હતી.

ધર્મેન્દ્ર :-

વર્ષ 1954 માં 19 વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં, તે સમયે હેમા માલિની માત્ર 6 વર્ષની હતી. ત્યાર પછી ધર્મેન્દ્રનું દિલ હેમા ઉપર આવ્યું અને તે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપવા ઇચ્છતા હતા પણ એવું થઇ શક્યું નહિ. પછી ધર્મેન્દ્રને ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને વર્ષ 1979 માં હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.

સેફ અલી ખાન :-

બૉલીવુડ અભિનેતા સેફ અલીના પ્રથમ લગ્ન વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે થયા હતા. તે દરમિયાન તેમની હાલની પત્ની કરીના માત્ર 11 વર્ષ હતી. વર્ષ 2004 માં અમૃતા સાથે છૂટાછેડા લીધા અને વર્ષ 2012 માં કરીના કપુર સાથે લગ્ન કરી લીધા. સેફ અલી ખાન કરીના કપુરથી 12 વર્ષ મોટા છે અને તેમના અફેયર લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો હતો, પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

જાવેદ અખ્તર :-

બોલીવુડના જાણીતા લેખક જાવેદ અખ્તરના પહેલા લગ્ન વર્ષ 1972 માં હની ઈરાની સાથે થયા પરંતુ કોઈ કારણથી તેમના છૂટાછેડા થઈ ગયા. વર્ષ 1984 માં જવેદ અખ્તરએ પોતાની ઉંમરથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા હતા. શબાના આઝમી જાવેદથી 5 વર્ષ નાની છે, આ ઉંમરનો તફાવત વધારે નથી, પરંતુ કહેવામાં આવે છે કે જાવેદના પ્રથમ લગ્ન એટલા માટે તૂટી ગયાં હતા કે જાવેદ શબાનાના પ્રેમમાં પડી ગયા હતા.