પોતાના સમયથી ઘણી આગળ હતી જુના જમાનાની આ 5 અભિનેત્રીઓ, ગ્લેમરથી પડદા ઉપર મચાવી હતી ધમાલ

‘સારા જમાના હસીનો કા દીવાના…’ જમાનો કોઈપણ હોય બોલીવુડની હિરોઈનોએ પડદા ઉપર હંમેશા પોતાની અદાઓથી જ લોકોના દિલ જીતી લીધા છે. આપણે આજના સમયની હિરોઈનની બોલ્ડનેસ જોઇને દંગ રહી જઈએ છીએ, પરંતુ તેનાથી પણ આશ્ચર્યની વાત એ છે કે બોલીવુડમાં સુંદરીઓનું પ્રદર્શન ૭૦-૮૦ ના દશકથી જ શરુ થઇ ગયું હતું.

તે સમયમાં જયારે હિરોઈન હંમેશા સતી સાવિત્રી જેવા રોલ જ વધુ કરતી હતી ત્યારે થોડી એવી હિરોઈનો પણ હતી જેમણે મોટા પડદા ઉપર જોરદાર બોલ્ડનેસ દેખાડ્યું હતું. આવો જાણીએ થોડી એવી જુના જમાનાની અભિનેત્રીઓ વિષે જેમણે પોતાની બોલ્ડ અદાઓ અને સુંદરતાથી પડદા ઉપર ધમાલ મચાવી દીધી હતી.

રેખા

બોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખા હંમેશા સાડી અને ચાંદલામાં દેખાય છે. પરંતુ એક જમાનો એવો હતો જયારે પડદા ઉપર તેમણે પોતાના બોલ્ડનેસથી ઘણી ધમાલ મચાવી હતી. રેખા એક કમાલની અભિનેત્રી તો છે જ, પરંતુ પોતાની કારકિર્દીની શરુઆતમાં તેમણે પણ ઘણા બોલ્ડ પાત્ર નિભાવ્યા છે. માત્ર મોટા પડદા ઉપર જ નહિ પરંતુ હોટ ફોટોશૂટથી પણ તેમણે બોલીવુડ અને દર્શકોને ચોંકાવી દીધા હતા.

હેલન

આજના સમયમાં અભિનેત્રીઓ કોઈ ખાસ ગીત માટે બોલ્ડ ડાંસ કરે છે. પરંતુ હેલન એક એવી અભિનેત્રી હતી જેમણે પોતાની ઓળખ જ કેબ્રે ડાંસર તરીકે બનાવી હતી. તે સમયે જયારે મુખ્ય હિરોઈન સાદી સાડી પહેરે, આંખમાં આંસુ લઈને નિરાધાર બનીને રહેતી હતી ત્યારે હેલન પોતાની અદાઓ અને કાતિલ નજરોથી સૌને દીવાના બનાવી દેતી હતી. હેલને ૭૦૦થી વધુ ફિલ્મોમાં ડાંસ કર્યો છે, જેમાંથી મોટાભાગના ગીતો ઘણા બોલ્ડ હતા.

શર્મિલા ટાગોર

આજના સમયમાં શર્મિલાની પૌત્રિ સારા અલી ખાન મોટા પડદા ઉપર આવી ચુકી છે, પરંતુ એક સમય એવો હતો જયારે પડદા ઉપર શર્મિલાનો જાદુ હતો. શર્મિલા ટાગોર પોતાના સમયની પ્રસિદ્ધ અભિનેત્રી હતી અને તેને સુંદરતા માટે પણ ઘણી પસંદ કરવામાં આવતી હતી. તેમણે તે સમયે સૌથી વધુ ધમાલ મચાવી દીધી હતી, જયારે તે મોટા પડદા ઉપર બીકીની પહેરીને જોવા મળી હતી.

ડીમ્પલ કપાડિયા

જો તમે બોબી ફિલ્મ જોઈ છે તો ખરેખર તમે ડીમ્પલ કપાડિયાને નહિ ભૂલી શકો. માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં બીકીની પહેરીને બોલ્ડ સીન આપવા વાળી ડીમ્પલે તે ફિલ્મને ઘણી રીતે યાદગાર બનાવી દીધી હતી. ડીમ્પલની અદાઓનો જાદુ હતો જે જોઈ બોલીવુડના કાકા રાજેશ ખન્ના તેના દીવાના થઇ ગયા હતા. આમતો લગ્ન પછી ડીમ્પલ ફિલ્મ જગતથી દુર થઇ ગઈ હતી અને થોડી પસંદગીની ફિલ્મો જ કરી, પરંતુ પોતાની બોલ્ડનેસને કારણે તે હંમેશા જ પ્રસિદ્ધ રહી.

મધુબાલા

હિન્દી સિનેમામાં લાખો ચહેરા આવ્યા, પરંતુ એક ચહેરો હતો મધુબાલાનો જેને કોઈ નથી ભૂલી શક્યું. મધુબાલા ન માત્ર અભિનયમાં પરંતુ પોતાની સુંદરતાથી પણ બીજી હિરોઈનોને પાછળ છોડી દેતી હતી. મધુબાલાએ પડદા ઉપર વધુ બોલ્ડનેસતો નથી દેખાડી, પરંતુ તે પોતાના સમયમાં ઘણો આગળનો પહેરવેશ ધરાવતી હતી. તેની તસ્વીરો જોઈને ખબર પડે છે કે તે ઘણી મોર્ડન અને બોલ્ડ અંદાજની અભિનેત્રી હતી. તેમણે અભિનય અને સુંદરતાથી સૌના દિલ જીત્યા અને ઘણી નાની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય લીધી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.