પોતાના શત્રુઓ પર વિજય મેળવવા માટે કરો આ 4 સરળ ઉપાય.

દરેકના જીવનમાં કોઈને કોઈ દુશ્મન જરૂર હોય છે અને દુશ્મનોને કારણે જ જીવનમાં ઘણા પ્રકારની તકલીફો આવતી રહે છે. જો તમારા જીવનમાં કોઈ દુશ્મન છે. જેના કારણે તમારી સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. તો તમે નીચે જણાવેલા ઉપાયો જરૂર કરો. આ ઉપાયો કરવાથી તમારા દુશ્મનો તમારું કાંઈ બગાડી નહિ શકે અને દુશ્મનો ઉપર હંમેશા તમારો જ વિજય થશે.

દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે કરો આ સરળ ઉપાય

પહેલો ઉપાય – કરો ભગવાન શિવની પૂજા

દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે શિવજીની પૂજા કરો. શિવજીની પૂજા કરતી વખતે તેમને સૌ પહેલા જળ અર્પણ કરો. ત્યાર પછી તેમનો દુધથી અભિષેક કરો અને તેની ઉપર દહીં, મધ અને ઘી પણ ચડાવો. આ કર્યા પછી જ શિવલિંગ ઉપર જળ ચડાવો અને શિવલિંગને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી શિવલિંગને ચંદનનું તિલક લગાવો અને ફૂલ – ફળ અર્પણ કરો. શિવલિંગ પાસે એક ઘી નો દીવો પ્રગટાવી શિવના નામના જાપ કરો. સતત ૨૧ દિવસ સુધી આ ઉપાય કરવાથી શિવજી પ્રસન્ન થઇ જશે અને તમારું રક્ષણ તમારા દુશ્મનોથી થશે.

બીજો ઉપાય – હનુમાનજીની ઉપાસના કરો

દુશ્મનોને શાંત રાખવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની ઉપાસના કરો. મધ્ય રાત્રીમાં હનુમાનજીના ફોટા સામે એક સરસીયાના તેલનો દીવો પ્રગટાવી દો. ત્યાર પછી હનુમાનજીના ફોટાને લાલ રંગના ફૂલ ચડાવો. આ કર્યા પછી બજરંગ બલીના પાઠ કરો. પાઠ પુરા થયા પછી હનુમાનજીની આરતી કરો અને આરતી કરતી વખતે ઘી નો દીવો પણ પ્રગટાવી દો. સતત ૧૧ મંગળવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી દુશ્મનો એકદમ શાંત થઇ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહેશે.

ત્રીજો ઉપાય – શ્રી નૃસિંહની ઉપાસના કરો

ત્રીજા ઉપાયમાં ભગવાન નૃસિંહની પૂજા કરો અને તમારા ઘરમાં તેનું એક ચિત્ર સ્થાપિત કરો. પૂજા કરતી વખતે ભગવાન નૃસિંહની સામે ધૂપ પ્રગટાવો અને તેને લાલ રંગના ફૂલ અર્પણ કરો. ત્યાર પછી ભગવાન નૃસિંહને સિંદુર ચડાવો અને આ સિંદુરનું તિલક તમારા માથા ઉપર લગાવી લો. ત્યાર પછી “ॐ नृ नृसिंहाय शत्रु भुज बल विदीर्णाय स्वाहा” મંત્રના જાપ કરો. આ મંત્ર ૧૦૧ વખત બોલો. આ ઉપાય કરવાથી દુશ્મનો અને વિરોધીઓ ઉપર વિજય થાય છે.

ચોથો ઉપાય – માં બગલામુખી ઉપાસના

એક ચોકી ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેની ઉપર માં બગલામુખીનો ફોટો સ્થાપિત કરી દો. ચોકી ઉપર એક ઘીનો દીવો પ્રગટાવી દો અને માં ને પીળા રંગના ફૂલ અને વસ્ત્ર અર્પણ કરો. ત્યાર પછી “ऊँ ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय, जिह्ववां कीलय, बुद्धि विनाशय, ह्रीं ॐ स्वाहा” મંત્રના જાપ કરો. આ મંત્ર ૧૦૮ વખત બોલો. આ મંત્રના જાપ સતત ૨૧ દિવસ સુધી કરો. આ મંત્ર વાચવાથી દુશ્મનો તમારાથી નબળા રહેશે અને ક્યારે પણ તમારી સામે જીતી નહિ શકે.

ઉપર જણાવવામાં આવેલા ઉપાયો જરૂર કરી જુવો. આ ઉપાયોની મદદથી તમારા દુશ્મનો હંમેશા તમારાથી નબળા જ રહેશે અને તમને કોઈ પ્રકારનું નુકશાન નહિ પહોચાડી શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.