પોતાનાથી ઓછા સુંદર વ્યક્તિ સાથે લગ્ન કરવાથી થાય છે આ ખાસ ફાયદા, જીવન રહે છે ઘણું સુખી

લગ્ન જીવનનો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય હોય છે. આ તબક્કા પછી તમારું જીવન એકદમ બદલાઈ જાય છે. એટલા માટે તે જરૂરી બની જાય છે કે, તમે પોતાના માટે એક યોગ્ય અને સારા પાર્ટનરની જ પસંદગી કરો. સામાન્ય રીતે લોકો લગ્ન માટે દેખાવની રીતે સુંદર પાર્ટનરની શોધ કરે છે. તેના શરીરની સુંદરતા જોઇને આ નિર્ણય લઇ લે છે કે, આની સાથે લગ્ન કરવા છે કે નહિ.

મનની સુંદરતા અને સ્વભાવ ઉપર કોઈ ધ્યાન નથી આપતા. આમ તો તમારી એ વિચારસરણી તમને નુકશાન કરાવી શકે છે. જો તમે પોતાના કરતા વધુ સુંદર પાર્ટનર પસંદ છે તો ઘણા નુકશાન છે. અને ઓછા સુદંર જીવનસાથી પસંદ કરવાના ઘણા ફાયદા છે.

૧. જયારે તમારા જીવનસાથી તમારાથી ઓછા સુંદર હોય છે તો તે તમારી સાથે સાચો પ્રેમ કરે છે. તે તમને રાણી કે રાજા બનાવીને રાખે છે. તેના વર્તનમાં એક મીઠાશ હોય છે. તે તમને ક્યારે પણ અકડ નહિ જોવા મળે. એવામાં પોતાના કરતા વધારે સુંદર પાર્ટનર હોવાથી તે તમારી કદર નથી કરતા અને પોતાને હંમેશા ઊંચા આંકે છે.

૨. ઓછા સુંદર પતિ કે પત્ની હોવાથી તમને લગ્ન પછી દગો નથી મળતો. તેને ખબર છે કે તમારા જેવા છોકરા કે છોકરી તેને ફરી નહિ મળે. એટલા માટે તે તમને દગો દેવા વિષે વિચારતા પણ નથી. અને આમ પણ તે વધુ સુંદર નથી હોતા એટલા માટે કોઈ બીજા પણ તેની ઉપર લાઈન નહિ મારે. તેનાથી વિપરીત પાર્ટનર વધુ સુંદર હોય તો તેને એ વાતનો ગર્વ રહે છે કે, આ લગ્ન તૂટી પણ જાય તો તેને કોઈ બીજા પાર્ટનર સરળતાથી મળી જશે.

3. ઓછા સુંદર લાઈફ પાર્ટનર હોય તો માણસ વધુ પઝેસીવ કે શંકાશીલ સ્વભાવના પણ નથી હોતા. તેમજ પાર્ટનર હદથી વધુ સારા હોય તો તેને હંમેશા એ ચિંતા રહે છે કે, લોકો મારા પતિ કે પત્નીને ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે કે ફલર્ટ કરી રહ્યા છે. તેનું સંપૂર્ણ ધ્યાન હંમેશા પાર્ટનરમાં પણ રહે છે. એવી સ્થિતિમાં શંકા પણ વધુ રહે છે. એટલા માટે ઓછા સુંદર પાર્ટનર બેસ્ટ રહે છે.

આ હતા 3 મુખ્ય કારણ કે લાભ જેના કારણે જ તમારે હંમેશા તમારાથી ઓછા સુંદર પતિ કે પત્ની પસંદ કરવા જોઈએ. સાચું માનો તો લગ્નના થોડા મહીના સુધી જ બહારની સુંદરતા મહત્વ ધરાવે છે. ત્યાર પછી જયારે તેના મનની સુંદરતા જ કામ આવે છે. એક માણસ વર્તનમાં કેવો છે તે ઘણું મહત્વ ધરાવે છે.

ખાસ કરીને જયારે તમારે તેની સાથે એક જ છતની નીચે આખું જીવન પસાર કરવાનું હોય છે. તે આ ઉદાહરણ ઉપરથી પણ સમજી શકાય છે કે, જયારે તમે તમારા માટે કોઈ મિત્ર બનાવો છો ત્યારે તેની સુંદરતાની જરાપણ પરવા નથી કરતા. તે ખાસ વ્યક્તિ તમારા ખાસ દોસ્ત હોય છે કેમ કે તેની અંદર કાંઈક ખાસ ક્વોલેટી હોય છે. તેની વિચારસરણી તમને સારી લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.