પોતાને ફિટ રાખવા માંગો છો, તો રોજ ખાવો એક વાટકી ઘઉંની થુલી(ઘઉંના ફાડા)

ઘઉંની થુલી કે ઘઉંના ફાડા જેને હિન્દીમાં દલીયા પણ કહે છે. આ દલીયા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક છે એ તો તમે જાણો જ છો, પરંતુ શું તમને ખબર છે? કે દલીયા ન ખાવાથી તમે કેટલી બીમારીઓની ઝપટમાં આવી શકો છો આજે અમે તમને આ પોસ્ટમાં જણાવવા જઈ રહ્યા છીએ. દલીયામાં પ્રોટીન, વિટામીન બી1, બી૨, ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે. જેનાથી મોટાભાગે લોકો તેને નાસ્તામાં સામેલ કરે છે.

દલીયા ‘બીટા ગ્લુકન’ સહીત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોચીને ઘાટી જેલના સ્વરૂપમાં પરિવર્તિત કરી લે છે, જેનાથી પેટ લાંબો સમય સુધી ભરેલું ભરેલું તેવો અહેસાસ થાય છે અને મોટાપાની તકલીફ નથી સતાવતી. એટલું જ નહિ, ‘બીટા ગ્લુકન’ પાચન ક્રિયાને સુચારુ બનાવા વાળા એનજાઈનના ઉપ્તાદનને પણ વધારવામાં પ્રોત્સાહન આપે છે. તે આંતરડાને ખાવામાં રહેલા કોલેસ્ટ્રોલ સોષવાથી અટકાવે છે.

‘બીટા ગ્લુકન’ નું ૩ ગ્રામ નિયમિત ડોઝ લેવાથી હ્રદયના આરોગ્ય માટે ઘાતક લો-ડેસીટી કોલેસ્ટ્રોલનું સ્તર ૭ ટકા સુધી ઘટી જાય છે. રોજ સવારે ૭૦ ગ્રામ ઘઉંની થુલી(દલીયા) ખાઈને શરીરમાં ૩ ગ્રામ ‘બીટા ગ્લુકન’ ની આપૂર્તિ સુનિશ્ચિત કરી શકાય છે. આવો જાણીએ તેના ફાયદા.

વજન ઓછું કરે :

જો તમે વિચારો છો કે તમને ઘઉંની થુલી(દલીયા) ખાવાથી તમને કોઈ નુકશાન નહી થાય તો તમે સમજી લો કે તમે તમારા વજનને વધારી રહ્યા છો, જેને તમે દલીયા ખાધા વગર ઓછું નથી કરી શકતા. કાર્બોહાઈડ્રેટથી ભરપુર દલીયા નાસ્તામાં ખાવાથી વજન જલ્દી જ નિયંત્રણમાં આવવાનું શરુ થઇ જાય છે.

ઘઉંની થુલી(દલીયા) ખાવાથી પોષક તત્વોની પૂર્તિ પણ થઇ જાય છે અને લાંબા સમય સુધી ભૂખનો પણ અહેસાસ થતો નથી. હંમેશા લોકો સ્વાદિષ્ટ આહાર ન ખાવાના ડરથી પોતાના મનથી વજન ઓછું કરવાનો વિચાર છોડી દે છે. અને હોય જ ને કેમ નહિ, છેવટે પસંદગીના આહારની લાલચથી બચવું એટલું પણ સરળ નથી.

પરંતુ ભારતીય ઘરોમાં ઘઉંની થુલી(દલીયા) તરીકે ઓળખવામાં આવતા જાડા દળેલા ઘઉં, એ ધારણાને ખોટી સાબિત કરે છે. દલીયા ન માત્ર સ્વાસ્થ્ય અને સ્વાદિષ્ટ હોય છે પરંતુ વજન ઘટાડવામાં મદદરૂપ સૌથી શ્રેષ્ઠ આહાર છે. દલીયા ઘઉંને કરકરું દળીને બને છે. તેમાં ફાઈબર, પ્રોટીન, વિટામીન ‘બી’ પુષ્કળ પ્રમાણમાં હોય છે. દલીયા ખાવાથી શરીરમાં ચરબી નથી વધતી અને શરીર ફીટ રહે છે.

લો કેલેરી યુક્ત અનાજ :

ઘઉંની થુલી(દલીયા)માં બીજા આહારની અપેક્ષા એ ઓછી કેલેરી હોય છે, જેનાથી શરીરને ઉર્જા મળે છે. પરંતુ તેનાથી મોટાપો નથી વધતો. દલીયા ઘણા ઓછા ઘનત્વ વાળું ફૂડ છે. જેનાથી શરીરનું વજન ઘટાડવામાં સરળતા રહે છે. નિયમિત રીતે દલીયા ખાવાથી તમને ઘણી ઓછા પ્રમાણમાં કેલેરી મળે છે. પરંતુ તે તમારા પોષણ સંબંધી તમામ જરૂરિયાતોને પૂરી કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ :

જો તમે ઘઉંની થુલી(દલીયા) નથી ખાતા તો એ જાણી લો કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. તેને નિયંત્રણ કરવું જરૂરી છે કેમ કે કોલેસ્ટ્રોલની ગડબડ હ્રદય રોગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. દલીયામાં મળી આવતા ભળી જાય તેવા અને ન ભળે તેવા ફાઈબર હાઈ કોલેસ્ટ્રોલના પ્રમાણ છે. નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી હ્રદયના રોગ થવાની શક્યતા ઘણે અંશે ઓછી થઇ જાય છે.

હાડકા મજબુત :

જો તમે દલીયા નથી ખાતા તો તમે તમારા હાડકાને નબળા કરી રહ્યા છો. દલીયા મેગ્નેશિયમ અને કેલ્શિયમનો ઘણો સારો સ્ત્રોત છે. દરરોજ તેનું સેવન કરવાથી વધતી ઉંમરમાં સાંધાના દુ:ખાવાની ફિરયાદ થતી નથી. તે પિત્તની થેલીને પણ સ્વચ્છ કરવાનું કામ કરે છે. જેનાથી પિત્તની પથરીથી બચી શકાય છે.

પુષ્કળ એનર્જી :

દિવસમાં એક વખત એક વાટકી ઘઉંની થુલી(દલીયા)નું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી આખો દિવસ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને મેટાબોલીજ્મ પણ સારું રહે છે. નાસ્તામાં દલીયા ખાવા સૌથી સારું છે અને તેનાથી વધુ ફાયદો મળે છે.

લોહીની ખામી દુર :

ઘઉંની થુલી(દલીયા) આયરનથી ભરપુર હોય છે અને જો તમે દલીયા ખાવ છો તો તમે તમારા શરીરમાં લોહીની ખામીને પૂરી કરી શકો છો. જેથી નબળાઈ અને થાકનો અહેસાસ થવા લાગે છે. દલીયા આયરનનો ઘણો સારો સ્ત્રોત છે. તે લોહીના પ્રમાણને બેલેન્સ કરીને રાખે છે. તે ઉપરાંત તેમાં મેટાબોલીજ્મ પણ વધવા લાગે છે.

બ્રેસ્ટ કેન્સરથી બચાવ :

જો તમે મહિલા છો અને તમે વિચારો છો કે જો તમે ઘઉંની થુલી(દલીયા) નહિ ખાવ તો તમને કાંઈ નહિ થાય, તો તમે એકદમ ખોટું વિચારો છો, કેમ કે જો તમે દલીયા નહિ ખાવ તો તમે બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની શકો છો. તે મહિલાઓમાં થતી સૌથી મોટી સમસ્યાઓ માંથી એક છે. તેનાથી બચવા માટે આખા અનાજનું સેવન ફાયદાકારક છે. શોધમાં પણ એ વાત સાબિત થઇ ચુકી છે કે ફાઈબરથી ભરપુર ઘઉંની થુલી(દલીયા) બ્રેસ્ટ કેન્સરની આશંકાને ઓછી કરી દે છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક :

આજકાલ ઝડપથી બધાને પોતાની ઝપટમાં લઇ રહ્યો છે ડાયાબીટીસનો રોગ તો તેને ઘઉંની થુલી(દલીયા) દ્વારા દુર કરી શકો છો. મેગ્નેશિયમથી ભરપુર દલીયા શરીરમાં લગભગ ૩૦૦ પ્રકારના ઇંજાઈમ બનાવે છે. તે ઈંજઈમ ઈંસુલીન બનાવવામાં ફાયદાકારક છે. તે ઉપરાંત તે બ્લડ સુધી ગ્લુકોઝને જરૂરી પ્રમાણમાં પહોચાડવાનું પણ કામ કરે છે. રોજ દલીયા ખાવાથી ટાઈપ-2 ની બીમારી કંટ્રોલ થઇ જાય છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.