પોતાની મા સામે સ્ટાર બની શક્યા નહિ આ 6 સ્ટાર્સ, ફિલ્મ રિલીઝ પહેલા થયું હતું મા નું મૃત્યુ

જયારે પણ તમે જીવનમાં કોઈ સફળતા પ્રાપ્ત કરો છો કે કોઈ મોટું કામ કરો છો ત્યારે માતા પિતાને સૌથી વધુ ખુશી મળે છે. ખાસ કરીને માતાને વધુ ઉત્સાહ રહે છે કે તેનો લાડકો કે લાડકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે પોતે પણ એવું ઇચ્છીએ છીએ કે જીવનમાં સફળ થવા ઉપર અને પોતાની કમાણી ઉપર માતા અને પિતાને ખુશીઓ આપીએ. પણ દુર્ભાગ્યથી આ સુખ દરેકને નથી મળી શકતુ.. હવે બોલીવુડના આ કલાકારોની વાત કરીએ જે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ અને પૈસા બંને કમાઈ રહ્યા છે પરંતુ તેનું સ્ટારડમ જોવા માટે તેમની માતા તેમની સાથે નથી.

જાહ્નવી કપૂર

‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂર આજે અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર તો લોકો તેના ઘણા દીવાના છે. પરંતુ અફસોસ કે જાહ્નવીની પહેલી ફિલ્મ અને સ્ટારડમને તેની માતા શ્રીદેવી ન જોઈ શકી. શ્રીદેવીને જાહ્નવીની ફિલ્મ વિષે ખબર તો હતી અને તે ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઈ રહી હતી પરંતુ તેવું થતા પહેલા જ શ્રીદેવીનું દુબઈના બાથટબમાં ડૂબી જવાથી અવસાન થઇ ગયું હતું.

અર્જુન કપૂર

અર્જુન કપૂર જાહ્નવીનો સાવકો ભાઈ છે. તેની સાથે પણ કાંઈક એવું જ થયું હતું. અર્જુનની ડેબ્યુ ફિલ્મ ‘ઈશ્કજાદે’ ની રીલીઝના બરોબર દોઢ મહિના પહેલા જ તેની માતા મોના કપૂરનું અવસાન થઇ ગયું હતું, તે કેન્સરથી પીડિત હતી. તેની માતા પહેલી ફિલ્મ ન જોઈ શકી તેનું દુઃખ અર્જુનને આજ સુધી થાય છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન આજે બોલીવુડના કિંગ છે. તેની ખ્યાતી માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં છે. આમ દુઃખની વાત એ છે કે શાહરૂખની માતા લલીતા ફાતિમા ખાને તેનું સ્ટારડમ જોતા પહેલા જ વિદાય લઇ લીધી. શાહરૂખે એક વખત ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેની માતાનું સપનું હતું કે દીકરો શાહરૂખ ફિલ્મમાં દિલીપ કુમારની જેમ કામ કરે, પણ દુર્ભાગ્યવશ શાહરૂખની પહેલી ફિલ્મ ‘દીવાના’ની રીલીઝ પહેલા જ તેની માતાનું અવસાન થઇ ગયું.

સંજય દત્ત

સંજય દત્તનું નસીબમાં પણ કાંઈક એવું જ થયું હતું. તેની પહેલી ફિલ્મ ‘રોકી’ રીલીઝ થવાની હતી પરંતુ તેના પાંચ દિવસ પહેલા જ માતા નરગીસ દત્ત કેન્સરને કારણે જ દુનિયા માંથી વિદાય થઈ ગયા.

સુશાંત સિંહ રાજપૂત

ટીવી માંથી ફિલ્મમાં પ્રવેશ કરવા વાળા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની માતાનું અવસાન ૨૦૦૨માં થઇ ગયું હતું. જ્યારે સુશાંતે ૨૦૦૮થી સીરીયલ ‘કિસ દેશ મેં હે મેરા દિલ’ માં કામ કરવાનું શરુ કર્યું હતું, હવે તો સુશાંત બોલીવુડના એ લીસ્ટના અભિનેતાઓમાં જોડાઈ ગયા છે.

પ્રતિક બબ્બર

પ્રતિક બબ્બર રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા છે. દુર્ભાગ્ય એવું હતું કે જન્મની થોડી જ પળો પછી તેમણે પોતાની માતાને ગુમાવી દીધા હતા. તેવામાં તેનો ઉછેર નાના નાનીએ કર્યો છે. પ્રતિકે બોલીવુડમાં ૨૦૦૮માં ડેબ્યુ કર્યું હતું. જયારે તેની માતા સ્મિતા પાટીલનું અવસાન ૧૯૮૬માં પ્રતિકને જન્મ આપતી વખતે કોમ્પલીકેશનને કારણે થયું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.