પોતાની માતાને થયું કેન્સર તો ધરતીપુત્રે લીધો રસાયન મુક્ત ખેતીનો સંકલ્પ.

ત્રણ વર્ષની ઉંમરમાં રાજેશ કુમારના માથેથી પિતાનો છાયો જતો રહ્યો. જુવાન થતા થતા જાણવા મળ્યું કે માંને કેન્સર છે. તેનાથી રાજેશને ઊંડો આધાત પહોચ્યો અને ધરતી માંને રસાયણ મુક્ત કરવાનો સંકલ્પ લઇ લીધો. 16 વર્ષથી પોતે તો જૈવિક ખેતી જ કરી છે. સાથે જ ખેડૂતોને પણ તેના માટે પ્રેરિત કરી રહ્યા છે.

તેમના આ જઝબાને જોતા કેન્દ્ર સરકારે તેમને જૈવિક ખેતી માટે અપાતો રાષ્ટ્રીય હલધર એવોર્ડથી સન્માનિત કર્યા. આ સન્માન મેળવવા વાળા તે પહેલા ખેડૂત છે.

ચંડીગઢમાં રાજેશની માંનો ઈલાજ કરતા ડોકટરોએ જણાવ્યું કે પાકમાં ઉપયોગ થતા રાસાયણિક ઉર્વક કેન્સરનું મોટું કારણ છે. ત્યાર પછી રાજેશે ઈશ્વરની માનતા માંગી કે તેમની માતાને સ્વસ્થ કરી દો, તો તે રસાયણિક ખેતી નહી કરે, જેથી કોઈ બીજું કેન્સરની પકડમાં ન આવે. તેમની માતા સ્વસ્થ થઇ ગઈ. તેમણે રાસાયણિક ખેતી ત્યાગીને જૈવિક ખેતી શરુ કરી, તેનો પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યો છે.

માંને કેન્સર થયા પહેલા સુધી ગામડુ સિકંદર ખેડીના રાજેશ વધુ ઉપજના લોભમાં ખેતીમાં બરોબર રસાયણોનો ઉપયોગ કરતા હતા. પુત્રના લગ્ન પછી વહુને તેમની માતાનું દુ:ખ જણાવ્યું. ત્યાર પછી રાજેશે માંનો ઈલાજ શરુ કરાવ્યો તો કેન્સરની બીમારી સામે આવી. કેન્સરનું સૌથી મોટું કારણ છે ટોક્સીન.

શાહ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. એમએસ શાહે જણાવ્યું કે ખેતરોમાં ઉપયોગ થતા પેસ્ટીસાઈડમાં ટોક્સીન હોય છે, જે શરીરના કોઈ પણ ભાગ પર પ્રભાવ નાખી શકે છે. આજે સૌથી વધુ કેન્સરના કેસ ટોક્સીનના કારણે આવી રહ્યા છે.

ગામ-ગામ જઈને વેચ્યા શાકભાજી :-

શરુમાં રાજેશે પોતાના સાડા ત્રણ એકર જમીનમાં જૈવિક શાકભાજીની ખેતી શરુ કરી. રેહડી પર પોતે જ ગામે ગામ શાકભાજી વેચતા હતા. લોકોએ મજાક પણ ઉડાવ્યો, પણ મિશનમાં લાગ્યા રહ્યા. સાથે જ લીજ(ભાડાપટ્ટે) પર જમીન લઈને જૈવિક ખેતી કરવા લાગ્યા. રાજેશ જણાવે છે કે ઉપજ વધુ થવા લાગી તો તેમણે આખા કસ્બામાં જ દુધીની બરફી બનાવીને બજારમાં ઉતારી.

ત્યાર પછી તો તેમની જૈવિક શાકભાજીથી બનેલી મીઠાઈઓએ ધુમ મચાવી દીધી. શાકભાજીના વેચાણ માટે ખેડૂતનો એક સમૂહ બનાવ્યો અને શાકભાજીની પ્રોસેસિંગ થવા લાગી. હવે લગભગ 52 એકરમાં તે જૈવિક ખેતી કરી રહ્યા છે. હાલમાં જ સુરજકુંડમાં થયેલા કૃષિ એક્સ્પોમાં રાજેશને પ્રદેશ સ્તરીય સન્માન પણ મળ્યું અને હરિયાણાના ખેડૂત મંત્રી ઓપી ધનખંડએ તેમને ડીનર આપ્યું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.