ફક્ત 5 મિનિટમાં ફટાફટ બનશે બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશે લોકો.

આંગળા ચાટતા થાકશો નહીં જયારે તમે પણ ખાશો બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, જાણો સરળ રેસિપી. બટેટામાંથી બનેલો કોઈપણ પ્રકારનો નાસ્તો અને શાકની વાત જ અલગ હોય છે. તો આજે જાણો ફટાફટ બનતા બટેટા બોલ્સની રેસિપી.

ઘણી વખત ઘરમાં અચાનક મહેમાન આવી જવાથી, કડકડતી ભૂખ લાગવા કે વ્યસ્તતાને કારણે આપણે એવી રેસિપી શોધીએ છીએ, જે માત્ર 5 મિનીટમાં બની જાય. આમ તો ઘણા લોકો અતિ વ્યસ્તતામાં પણ સ્વાદ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી હોતા. જો તમારી સામે પણ એવી કોઈ ઉતાવળવાળી પરિસ્થિતિ ઉભી થાય, અને તમારે માત્ર 5 મિનીટમાં ખુબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરવો પડે, તો બટેટા બોલ્સની આ રેસિપી ખાસ કરીને તમારા માટે જ છે.

બટેટા બોલ્સ રેસિપી :

બટેટામાંથી બનતા દરેક પ્રકારના નાસ્તા અને શાકનો સ્વાદ અનેરો હોય છે. તમે બટેટામાંથી ફટાફટ સેન્ડવીચ બનાવી લો, કે પછી ચોખા કે કોઈ બીજી વસ્તુ સાથે મિક્સ કરી કોઈ વાનગી બનાવો, તેના સ્વાદની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે નથી કરી શકાતી. અને આજે અમે તમારા માટે ઓછા સમયમાં બનતા બટેટા બોલ્સની રેસિપી લઈને આવ્યા છીએ. બટાટાની આ આઈટમ બનાવવી ઘણી સરળ છે, અને તેનો સ્વાદ એવો છે કે ખાવાવાળા તેને ફરી વખત જરૂર બનાવે છે.

potato balls recipe
potato balls recipe

તેની સૌથી વિશેષ વાત છે કે, તેમાં એવી કોઈ પણ સામગ્રી નથી નાખવામાં આવતી જે કોઈને નુકશાન કરે. મસાલાનું પ્રમાણ તમે તમારા હિસાબે ઓછું-વધુ કરી શકો છો. આ નાસ્તો બાળકો અને મોટા એમ દરેકને ખુબ પસંદ આવે છે. જાણો બટેટા બોલ્સની સૌથી સરળ રેસિપી.

જરૂરી સામગ્રી :

4 બાફેલા બટેટા,

બ્રેડની 6 સ્લાઇસ,

½ ટીસ્પુન લાલ મરચું પાવડર,

¾ ટીસ્પુન ગરમ મસાલો,

½ ટીસ્પુન ચાટ મસાલા પાવડર,

ચીજ (વૈક્લ્પિત).

બનાવવાની રીત :

1. મીક્ષર જારમાં 2 બ્રેડના ટુકડા નાખીને તેનો ચૂરો તૈયાર કરી લો.

2. બાફેલા બટેટાને સારી રીતે છુંદી લો.

3. કડાઈમાં તેલ ગરમ કરો.

potato balls recipe
potato balls

4. એક વાટકીમાં પાણી લો. તેમાં બ્રેડની 4 સ્લાઇસને ડુબાડીને તેનું બધું પાણી નીચોવી લો. જો બ્રેડની સાઈઝ મોટી છે તો 2 બ્રેડ જ લો.

5. બ્રેડનું બધું પાણી નીચોવીને તેને છુંદો કરેલા બટેટામાં નાખી દો. બ્રેડને પણ સારી રીતે છુંદી લો.

6. હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખો. તમે ધારો તો પીઝા સીઝનીંગ પણ નાખી શકો છો.

7. હવે આ મિશ્રણને હાથથી જ સારી રીતે મિક્સ કરી લો. ધીમે ધીમે કરીને તેમાં મીક્ષરવાળો બ્રેડનો ભૂકો પણ નાખતા જાવ. તેનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લો.

8. હવે તમારા હાથમાં થોડું તેલ લગાવો. આ લોટમાંથી નાની નાની ગોળીઓ બનાવી લો. આમ તો તમે શેપ અને સાઈઝ તમારી ગણતરી મુજબ રાખી શકો છો.

9. હવે આ બોલ્સને ગરમ તેલમાં નાખતા જાવ. આંચને મીડીયમથી થોડી ઓછી કરી દો અને ધ્યાન રાખો કે તેલ પણ વધુ ગરમ ન હોય. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

તમારો ચટપટો અને કરકરો નાસ્તો તૈયાર છે. આ બટેટા બોલ્સને ચટણી કે સોસ સાથે પીરસો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.